________________
વિવેચન
પરિણામ, તેમજ અત્યંત શુભ પરિણામ પેદા થતો ન હોવાથી નરકદ્ધિક અને દેવદ્ધિકનો બંધ
કરતાં નથી. નિયમ ૩ = આ જીવોને અણાહારીપણું ચારેયગતિમાં પ્રાપ્ત
થતું હોવાથી ચોથા ગુણસ્થાનકે બીજા કર્મગ્રંથની જેમ સર્વ જીવ આશ્રયી આયુષ્ય સિવાય
પ્રકૃતિઓનો બંધ થાય છે. તેરમાં ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. ચૌદમાં ગુણસ્થાનકે અબંધક હોય છે. નિયમ ૪ = તેરમે ગુણસ્થાનકે કેવલી સમુદ્ધાત વખતે
ચોથા સમયે જીવ અણાહારી હોય છે ત્યારે ૧
પ્રકૃતિનો બંધ થાય છે. પંદર યોગને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : યોગના નામ (૧) સત્ય મનયોગ (૨) અસત્યમનયોગ
સત્યાસત્ય મનયોગ અસત્યામૃષા મનયોગ સત્ય વચનયોગ અસત્ય વચનયોગ
સત્યાસત્ય વચનયોગ (૮) અસત્યામૃષા વચનયોગ
ઔદારિક કાયયોગ (૧૦) ઔદારિક મિશ્ર કાયયોગ (૧૧) વૈક્રિય કાયયોગ (૧૨) વૈક્રિય મિશ્ર કાયયોગ (૧૩). આહારક કાયયોગ (૧૪)
આહારક મિશ્ર કાયયોગ
(પ) (૬).