________________
0
વિવેચન
આહારી, અણાહારી. નિયમ (૧) નરકગતિ, દેવગતિને વિષે જિનનામકર્મ
નિકાચિત કરીને મનુષ્યગતિમાંથી આવેલા જીવો હોય એ બાંધે છે બાકીના બંધ કરતાં
નથી. નિયમ (૨) નપુંસકદવાળા મનુષ્યો જિનનામ કર્મની
નિકાચના કરે કે કેમ તે વિચારણીય છે. નિયમ (૩) કૃષ્ણ - નીલ વેશ્યાવાળા મનુષ્યો જેને
જિનનામ નિકાચિત કરેલું હોય અને પછી કૃષ્ણ - નીલ વેશ્યા પ્રાપ્ત થાય તો જિનનામ
બાંધી શકે છે. નિયમ (૪) પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળા જીવો જિનનામ
કર્મની નિકાચના કરે કે કેમ ? તે વિચારણીય છે. કારણ કે જિનનામની નિકાચના કરેલો જીવ આ ચારિત્રનો સ્વીકાર કરે નહિ એમ
લાગે છે. નિયમ (૫) અનાદિ મિથ્યાત્વી જીવ ઉપશમ સમકિત પ્રાપ્ત
કરે તે ઉપશમ સમકિતના કાળમાં જિનનામ નિકાચિત થતું નથી એટલે કે જિનનામનો બંધ થતો નથી. પણ કોઈ જીવ ક્ષયોપશમ સમકિતના કાળમાં જિનનામ નિકાચિત કરી ઉપશમ શ્રેણીનું ઉપશમ સમક્તિ પ્રાપ્ત કરીને ઉપશમ શ્રેણી માંડી અગ્યારમા ગુણસ્થાનકે જઈ ક્રમસર પતિત પરિણામી થઈને આઠમાના છઠ્ઠા ભાગથી ૪થા ગુણસ્થાનક સુધીમાં એ ઉપશમ સમક્તિના કાળમાં જિનનામકર્મ બાંધે છે.