Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 20
________________ યામ્માન કલ્પ [બારસા સૂત્ર વ્યાખ્યાન-૧ | पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं [૧] અર્થ - તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જીવનની પાંચ ઘટના હસ્તોત્તર (ઉત્તરા ફાલ્ગની) નક્ષત્રમાં થઈ. હસ્તોત્તર નક્ષત્રમાં ભગવાન સ્વર્ગથી વીને ગર્ભમાં આવ્યા(૨) હતોત્તર નક્ષત્રમાં ભગવાનને એક ગર્ભથી બીજા ગર્ભમાં સંહરણ કરવામાં આવ્યા (3) હસ્તોત્તર નક્ષત્રમાં ભગવાન જમ્યા (૪) હસ્તોત્તર નક્ષત્રમાં ભગવાને મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને અનગારત્વનો (દીક્ષાનો) સ્વીકાર કર્યો (૫) હસ્તોત્તર નક્ષત્રમાં ભગવાનને અનંત, અનુત્તર, અવ્યાબાધ, નિરાવરણ, સમગ્ર અને પરિપૂર્ણ શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને વળદર્શન ઉત્પન્ન થયું તથા (૬) સ્વાતિ નક્ષત્રમાં ભગવાન પરિનિર્વાણને પ્રાપ્ત થયા. સુદ-૬ ના દિવસે મહાવિજય પુષ્પોત્તર પ્રવર પુંડરીક નામના મહાવિમાનમાંથી કે જ્યાં વીસ સાગરોપમની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ છે ત્યાંથી પોતાના આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય થતાં વીને આ જંબૂદ્વીપના દક્ષિણાર્ધ ભરતમાં, આ અવસર્પિણી કાળમાં કે જ્યારે સુષમસુષમ, સુષમ, સુષમદુષમ, નામના આરા પસાર થઈ ચૂક્યા હતા અને દુષમ-સુષમ નામનો ચોથો આરો પણ ઘણો ખરો પસાર થઈ ગયો હતો, અર્થાત્ એક ક્રોડાકોડ સાગરોપમમાં બેંતાલીસ હજાર વર્ષ ઓછા પ્રમાણવાળા દુષમ-સુષમ નામના આરાનો ઘણો ભાગ વીતી ગયો હતો, માત્ર પંચોતેર વર્ષને સાડા આઠ માસ શેષ રહ્યા હતા ત્યારે પૂર્વે ઈક્વાકુ કુળમાં જન્મ ગ્રહણ કરેલા અને કાશ્યપગોત્રીય એકવીસ તીર્થંકર થઈ ગયા હતા અને હરિવંશ કુળમાં જન્મ પામેલા ગૌતમ ગોત્રવાળા બે તીર્થકર પણ થઈ ચૂક્યા એટલે કે આ રીતે ત્રેવીસ તીર્થંકર થઈ ગયા પછી શ્રમણ ભગવાન મહાવીર અંતિમ તીર્થકર થશે' આ રીતે પૂર્વ તીર્થકરો દ્વારા નિર્દિષ્ટ ભગવાન મહાવીર બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કોડાલ ગોત્રીય ઋષભદત્ત નામના બ્રાહ્મણ, તેની પત્ની જાલંધરગોબીયા દેવાનંદા બ્રાહ્મણી તેની કુક્ષિમાં અર્ધરાત્રિના સમયે, હસ્તોત્તરા (ઉત્તરા ફાલ્ગની) નક્ષત્રની સાથે ચંદ્રમાનો યોગ હતો ત્યારે દેવસંબંધી આહાર, ભવ અને શરીરનો ત્યાગ કરીને ગર્ભરૂપે ઉત્પન્ન થયા. [૨] તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ગ્રીખકાળના ચોથા મહિને અને આઠમા પક્ષે અર્થાત અષાઢ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96