Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 58
________________ વ્યાખ્યાન-૫ કલ્પ [બારસા સૂત્ર કુળમાં ચંદ્ર સમાન હતા. વિદેહ હતા અર્થાત્ તેમનો દેહ બીજાઓના દેહની અપેક્ષાએ વિલક્ષણ હતો. વિદેહદિન્ન અથવા વિદેહદિન્ના ત્રિશલા માતાના પુત્ર હતા. અથવા વિદેહવાસીઓમાં શ્રેષ્ઠ (વિદેહ જાત્ય) હતા, ‘વિદેહ સુકુમાર' હતા અર્થાત્ તેઓ અત્યંત સુકુમાર હતા. • [૧૧૪] શ્રમણ ભગવાન મહાવીરને પ્રથમ ગૃહસ્થ ધર્મમાં પણ ઉત્તમ, આભોગિક કે જે કદી નષ્ટ ન થાય એવું અવધિજ્ઞાન અને અવધિદર્શન પ્રાપ્ત થયું હતું. તે વડે શ્રમણ ભગવાન “અભિનિષ્ક્રમણનો યોગ્ય કાળ આવી ગયો છે' એવું જુએ છે. આ પ્રમાણે જોઈને, જાણીને હિરણ્યનો સોનાનો, ધનનો, રાજ્યનો, રાષ્ટ્રનો ત્યાગ કરી, તે જ પ્રમાણે સેના વાહન, ધનભંડારનો ત્યાગ કરી, નગર, અંતઃપુર, જનપદનો ત્યાગ કરી, વિશાળ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, રાજપાટ, પ્રવાલ, માણેક વગેરે વિધમાન, સારયુક્ત બધાં દ્રવ્યોને છોડીને, પોતે નિયુક્ત કરેલા વહેંચી આપનારા માણસો વડે તે બધું ધન ખુલ્લું કરીને, તેને દાનરૂપે આપવાનો વિચાર કરીને બધું ધન અપાવી દીધું. ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહીને માતાપિતા સ્વર્ગવાસી થયા પછી પોતાનાથી જ્યેષ્ઠ પુરુષોની મંજૂરી મેળવીને તેમની પ્રતિજ્ઞા પૂરી થતાં તથા લોકાંતિક જિતકલ્પી દેવોએ તે જાતની ઈષ્ટ, મનોહર, પ્રિય, મનોજ્ઞ, મનને આલાદિત કરનારી, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગલરૂપ, પરિમિત, મધુર, શોભાયુક્ત, હૃદયને રુચિકર લાગનારી, હૃદયને પ્રસન્ન કરનારી, ગંભીર, પુનરતિ વગેરેથી રહિત વાણીથી ભગવાનને નિરંતર અભિનંદન અર્પિત કરીને, ભગવાનની સ્તુતિ કરતાં તે દેવ આ રીતે બોલ્યા – પછી હેમન્ત ઋતુનો પ્રથમ માસ અને પ્રથમ પક્ષ અર્થાત્ માગસર વદ દશમનો દિવસ આવ્યો ત્યારે જ્યારે છાયા પૂર્વ દિશા તરફ ઢળી રહી હતી, પ્રમાણયુકત પોરસી આવી હતી, તે વખતે સુવત નામના દિવસે, વિજય નામના મુહૂર્તે, ભગવાન, ચંદ્રપ્રભા નામની પાલખીમાં (પૂર્વ દિશા તરફ મુખ કરીને) બેઠા પાલખીની પાછળ દેવ, દાનવ અને માનવોનો સમૂહ ચાલી રહેલ હતો. હે નંદ ! તમારો જય થાઓ, હે ભદ્ર ! તમારો જય થાવ, વિજય થાવ, કલ્યાણ થાવ, હે ઉત્તમોત્તમ ક્ષત્રિય ! હે ક્ષત્રિય નરપુંગવ ! તમારો જય થાવ, વિજય થાવ, હે લોકનાથ ! બોધ પ્રાપ્ત કરો. સંપૂર્ણ જગતમાં બધા જીવોનુ હિત, સુખ અને નિઃશ્રેયસ કરનારા, ધર્મતીર્થનું પ્રવર્તન કરો. તે ધર્મતીર્થ સંપૂર્ણ જગતમાં બધા જીવોને હિતકર, સુખકર અને નિશ્રેયસ કરનારું બનશે. આ પ્રમાણે કહીને તે દેવ જય જય શબ્દનો નાદ કરવા લાગ્યા. 4િ27] તે યાત્રામાં કેટલાએ દેવો આગળ શંખ વગાડી રહ્યા હતા. કેટલાએ આગળ ચક્રધારી બનીને ચાલી રહ્યા હતા. કેટલાએ હળધારી બનીને ચાલી રહેલ હતા. કેટલાક ગળામાં

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96