Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 65
________________ વ્યાખ્યાન-૬ ૧૧૧ ૧૧૨ કલ્પ [બાસાં સૂત્ર પામ્યા યાવત્ તેમનાં સંપૂર્ણ દુઃખો પૂર્ણપણે નષ્ટ થઈ ગયાં. તે રાત્રે ઘણાં દેવ-દેવીઓ આવ-જા કરી રહ્યાં હતા, જેથી અત્યંત કોલાહલ અને શબ્દ થઈ રહેલ હતા. થયા તે વખતે ચંદ્ર નામનો બીજો સંવત્સર ચાલી રહેલ હતો, પ્રીતિવર્ધન નામનો માસ હતો. નંદિવર્ધન નામનું પખવાડિયું હતું. અગ્નિવેશ નામનો દિવસ હતો કે જેનું બીજું નામ ઉપસમ” પણ છે. દેવાનંદા નામની રાત્રિ હતી કે જેનું બીજું નામ નિરઈ' છે. તે રાત્રિએ અર્થ નામનો લવ હતો, મુહૂર્ત નામનો પ્રાણ હતો, સિદ્ધ નામનો સ્ટોક હતો. નાગ નામનું કરણ હતું, સર્વાર્થસિદ્ધ નામનું મુહૂર્ત હતું અને બરાબર સ્વાતિ નક્ષત્રનો યોગ આવેલ હતો. આવા સમયમાં ભગવાન કાળધર્મને પ્રાપ્ત થયા, સંસાર છોડીને ચાલ્યા ગયા ચાવત્ તેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયાં. • [૧૩] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત તેમનાં સંપૂર્ણ દુઃખો નષ્ટ થઈ ગયાં. તે રાત્રે તેમના પટ્ટધર શિષ્ય ગૌતમ ગોત્રીય ઈન્દ્રભૂતિ અણગારનું ભગવાન મહાવીર સાથે જે પ્રેમબંધન હતું તે વિચ્છિન્ન થઈ ગયું અને ઈન્દ્રભૂતિ અણગારને અંતરહિત ઉત્તમોત્તમ યાવત કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. • [૧૩૦] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા વાવ તેમનાં સંપૂર્ણ દુ:ખો પૂર્ણપણે નષ્ટ થઈ ગયાં તે રાત્રે ઘણાં દેવદેવીઓ નીચે આવી રહેલ હતા અને ઉપર જઈ રહ્યા હતા, જેથી તે રાત્રિ ખૂબ જ ઉધોત-પ્રકાશમય બની ગઈ હતી. • [૧૩]] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત્ તેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયા તે રાત્રે કાશીદેશના મલ્લવીવંશીય નવ ગણરાજા અને કૌશલ દેશના લિચ્છવી વંશીય બીજા નવ ગણરાજા આ રીતે અઢાર ગણરાજા અમાવસ્યાના દિવસે આઠ પહોરનો પૌષધોપવાસ કરીને ત્યાં રહેલા હતા, તેઓએ એવો વિચાર કર્યો કે ભાવ ઉધોતગયો છે તેથી અમે દ્રવ્ય ઉધોત કરીશું. • [૧૩૪] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત તથા યાવત્ તેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયા તે રાત્રે • [૧૩૧] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96