Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 81
________________ વ્યાખ્યાન-૩ ૧૪૩ ૧૪૪ કલ્પ [બારસા સૂત્ર • [૨૦]] કૌશલિક અહંત ઋષભ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. તે આ પ્રમાણે કે – “હું ટ્યુત થઈશ' તેમ તેઓ જાણતા હતા ઈત્યાદિ બધું પૂર્વે ભગવાન મહાવીરમાં કહ્યું તેમજ કહેવું. યાવત્ માતા સ્વપ્ન જુએ છે તે સ્વપ્નો આ પ્રમાણે છે – ગજ, વૃષભ વિગેરે. •[૨૦૫ કૌશલિક અહંત ઋષભ કાશ્યપગોત્રીય હતા. તેમના પાંચ નામ આ પ્રમાણે કહેવાય છે - (૧) ઋષભ (૨) પ્રથમ રાજા (3) પ્રથમ ભિક્ષાચર (૪) પ્રથમ જિન અને (૫) પ્રથમ તીર્થકર. [વિશેષમાં એ કે પ્રથમ સ્વપ્નમાં વૃષભને મુખમાં પ્રવેશ કરતો જુએ છે.] ત્યાં સ્વપ્નોનાં ફળ બતાવનારા સ્વપ્નપાઠકો નથી તેથી સ્વપ્નોનાં ફળને નાભિકુલકર સ્વયં કહે છે. • [૨૬] કૌશલિક અહંત ઋષભદેવ દક્ષ હતા, દૃઢ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વગુણોથી યુક્ત, ભદ્ર અને વિનીત હતા. તેઓ વીસ લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્યવાસમાં રહ્યા. તે દરમ્યાન તેમણે જે કળાઓમાં લેખન પ્રથમ છે ગણિત પ્રધાન અને શકુનરૂત અર્થાત્ પક્ષીના શબ્દોથી શુભાશુભ જાણવાની કળા અંતિમ છે, તેવી બોંતેર કળાઓ અને સ્ત્રીઓના ચોસઠ ગુણ તથા સો શિલ્પ, આ ત્રણેનો પ્રજાના હિત માટે ઉપદેશ કર્યો. પછી સો રાજ્યોમાં સો પુત્રોને અભિષેક કર્યો. •[૨૦૪] તે કાળે તે સમયે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત્ જ્યારે ચૈત્ર માસનો કૃષ્ણપક્ષ આવ્યો ત્યારે ચૈત્ર વદ આઠમના દિવસે, નવ માસ અને ઉપર સાડા સાત રાત્રિ વ્યતીત થતાં ચાવત આષાઢા નક્ષત્રનો યોગ થતાં આરોગ્યવાન માતાએ આરોગ્યપૂર્વક કૌશલિક અહંત ઋષભ નામના પુત્રને જન્મ આપ્યો. અહીં પૂર્વે કહ્યું તે પ્રમાણે જન્મ સંબંધી બધો વૃતાન્ત કહી દેવો. યાવત્ દેવ-દેવીઓ આવે છે, ધનની વૃષ્ટિ વરસાવે છે વગેરે, પરંતુ કારાગૃહમાંથી કેદીઓને મુક્ત કરવા, માન ઉન્માન વધારવા, કર માફ કરવા, સ્થિતિપતિતા વગેરે પ્રસ્તુત વર્ણન જે પૂર્વ પાઠમાં આવે છે તે અહિંયા ન કહેવું. ત્યારપછી જિતાચાર પ્રમાણે લોકાંતિક દેવો તેમની પાસે આવ્યા. તેઓએ પ્રિય વાણીથી ભગવાનને કહ્યું વગેરે બધું પૂર્વ કથન પ્રમાણે અહીં પણ કહેવું. વાવ વાર્ષિકદાન આપીને, ગ્રીષ્મઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત્ જ્યારે ચૈત્ર માસનો કૃષ્ણપક્ષ આવ્યો ત્યારે, ચૈત્ર વદ ૮ ના દિવસે પાછલા પહોરે જેમની પાછળ માર્ગમાં દેવ, માનવ અને અસુરોની વિરાટ મંડળી ચાલી રહી છે એવા કૌશલિક અહંત ઋષભ સુદર્શન નામની શિબિકામાં બેસીને યાવત્ વિનીતા

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96