Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 87
________________ વ્યાખ્યાન-૮ ૧૫૫ ૧૫૬ કલ્પ [બાસાં] સૂત્ર • [૨૨૨ આર્ય યશોભદ્રથી આગળની સ્થવિરાવલી સંક્ષિપ્ત વાચના દ્વારા આ રીતે કહેવામાં આવેલ છે – કોડિયકામંદકના રૂપમાં પ્રસિદ્ધ થયેલ અને વ્યાધાપત્ય ગોત્રીય સુસ્થિત અને સુપડિબુદ્ધ સ્થવિરના કૌશિક ગોત્રીય આર્ય ઈન્દ્રદિન્ન નામના સ્થવિર અંતેવાસી હતા. તંગિયાયન ગોત્રના સ્થવિર આર્ય યશોભદ્રના બે વિર અંતેવાસી હતા. એક માઢર ગોત્રીય સ્થવિર આર્ય સંભૂતિવિજય અને બીજા પ્રાચીન ગોત્રના સ્થવિર આર્ય ભદ્રબાહુ. કૌશિક ગોત્રીય આર્ય ઈન્દ્રજિન્ન સ્થવિરના ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય દિન્ન નામના અંતેવાસી હતા. •[૨૨૩] માઢર ગોત્રીય સ્થવિર આર્ય સંભૂતિ વિજયના ગૌતમ ગોત્રીય આર્ય સ્થૂલભદ્ર નામના અંતેવાસી હતા. • [૨૨૬] ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય દિન્નના કૌશિક ગોત્રીય આર્ય સિંહગિરિ નામના સ્થવિર અંતેવાસી હતા. આર્ય સિંહગિરિને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. • [૨૨૪] ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય સ્થૂલભદ્રના બે સ્થવિર અંતેવાસી હતા, એલાપત્ય ગોત્રીય સ્થવિર આર્ય મહાગિરિ અને વાસિષ્ઠ ગોત્રીય સ્થવિર આર્ય સુહસ્તિ. જાતિસ્મરણ જ્ઞાનને પ્રાપ્ત કૌશિક ગોળીય આર્ય સિંહગિરિ સ્થવિરના ગૌતમ ગોત્રીય આર્ય વજનામક સ્થવિર અંતેવાસી હતા. ગૌતમ ગોત્રીય સ્થવિર આર્તવજના ઉક્કોસિયગોત્રીય આર્ય વજસેન નામના સ્થવિર અંતેવાસી હતા. • [૨૫] વાસિષ્ઠગોત્રીય અવિર આર્ય સુહસ્તીના બે સ્થવિર અંતેવાસી હતા. પ્રથમ સુસ્થિત સ્થવિર અને બીજા સુપડિબુદ્ધ સ્થવિર. ઉક્કોસિયગોત્રીય આર્ય વજસેન સ્થવિરના ચાર સ્થવિર અંતેવાસી હતા : (૧) સ્થવિર આર્ય નાગિલ, (૨) સ્થવિર આર્ય પોમિલ (3) સ્થવિર આર્ય જયંત (૪) અને વિર આર્ય તાપસ. તે બન્ને કોડિય કાકંદક કહેવાતા હતા અને તે બન્ને વ્યાધાપત્ય ગોત્રના હતા,

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96