________________ વ્યાખ્યાન-૯ 123 134 ક [બારસા] સૂત્ર ભૂમિને સરખી કરેલી અને મુલાયમ બનાવેલી હોય છે. સુવાસિત ધૂપોથી સુગંધિત કરેલી હોય છે, પાણી કાઢવા માટે ખાળ વિગેરે બનાવેલ હોય છે, ઘરોની બહાર ખાળો વગેરે ખોદાવાએલ હોય છે. તે ઘર ગૃહસ્થ પોતાને માટે કરે છે, તે ઘર ગૃહસ્થના ઉપયોગને માટે હોય છે. પોતાને રહેવા માટે તે તેને સાફ કરીને જીવ-જંતુ રહિત બનાવે છે. - [268] જેવી રીતે ગણધરોના શિષ્યો વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહ્યા, તેવી જ રીતે સ્થવિરો પણ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે. તે કારણે એમ કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુની વીસ રાત્રિ સહિત એક માસ પસાર થતાં વર્ષાવાસ રહ્યા. * [269] જેવી રીતે સ્થવિરો વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થયા પછી વર્ષાવાસ રહે છે, તેવી જ રીતે આજ-કાલ જે શ્રમણ નિર્ચન્થો વિચરે છે કે વિધમાન છે તે પણ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે. * [266] જેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુની વીસ રાત્રિ સહિત એક માસ પસાર થતાં વર્ષાવાસ રહેલ છે તેવી જ રીતે ગણધર પણ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે. * [270] જેવી રીતે આજકાલ શ્રમણ-નિર્ગુન્હો વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે તેવી જ રીતે અમારા પણ આચાર્યો ઉપાધ્યાયો વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે. * [26] જેવી રીતે ગણધરો વર્ષાઋતુની વીસ રાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહ્યા. તેવી જ રીતે ગણધરના શિષ્યો પણ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે. * [271] જેવી રીતે અમારા આચાર્યો ઉપાધ્યાયો વર્ષાવાસ રહે છે તેવી જ રીતે અમે પણ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહીએ છીએ તે સમયથી પહેલા પણ વર્ષાવાસ રહેવાનું કયે છે. પરંતુ તે