Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 66
________________ વ્યાખ્યાન ભગવાન મહાવીરના જન્મ-નક્ષત્ર ઉપર ક્ષુદ્ર ક્રૂર સ્વભાવનો બે હજાર વરસ સુધી રહેનારો ભસ્મરાશિ નામનો મહાગ્રહ આવ્યો હતો. ૧૧૩ ૦ [૧૩૫] જ્યારથી ક્રૂર સ્વભાવનો બે હજાર વરસ સુધી રહેનારો ભસ્મરાશિ નામનો મહાગ્રહ ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર ઉપર આવ્યો ત્યારથી શ્રમણ નિગ્રંથ અને નિગ્રંથીઓનાં સત્કાર અને સન્માનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી નથી. • [૧૩૬] જ્યારે તે ક્ષુદ્ર, ક્રૂર સ્વભાવવાળો ભસ્મરાશિ ગ્રહ ભગવાનના જન્મ-નક્ષત્રથી ખસી જશે ત્યારે શ્રમણ નિગ્રંથ અને નિગ્રંથીઓના સત્કાર-સન્માન દિન-પ્રતિદિન અભિવૃદ્ધિને પ્રાપ્ત થશે. [૧૩૭] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત્ તેમનાં સંપૂર્ણ દુઃખો નષ્ટ થઈ ગયાં તે રાત્રે બચાવી ન શકાય એવા કુંથુઆઓ ઉત્પન્ન થયા. જો તે જીવો સ્થિર હોય, હલનચલન કરતાં ન હોય તો છદ્મસ્થ, નિગ્રંથ અને નિગ્રંથીઓને દૃષ્ટિગોચર થતા નહિ. જ્યારે તે જીવો ચાલતા-ફરતા ત્યારે છદ્મસ્થ નિગ્રંથ અને નિગ્રંથીઓને 42/8 કલ્પ [બારસા] સૂત્ર દેખાતા હતા. આ પ્રમાણે જીવોની ઉત્પત્તિને જોઈને ઘણાં નિગ્રંથ અને નિગ્રંથીઓએ ભક્ત પ્રત્યાખ્યાન કર્યા. ૧૧૪ ૦ [૧૩૮] પ્રશ્ન “હે ભગવન્ ! એમ કઈ રીતે થયું ? અર્થાત્ જીવોને દેખીને જે નિગ્રંથ અને નિગ્રંથીઓને અનશન કર્યું તે અનશન શું સૂચવે છે ?” ઉત્તર – “તે અનશન એમ સૂચિત કરે છે કે આજથી સંયમ પાલન કરવું - અત્યંત કઠિન થશે.'’ - ૦ [૧૩૯ થી ૧૫૦] તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના ઈન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરની આર્ય ચંદના વગેરે છત્રીસ હજાર આયિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણી સંપદા હતી શ્રમણ ભગવાન મહાવીરના શંખ, શતક વગેરે એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક સંપદા હતી.

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96