Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 56
________________ વ્યાખ્યાન-૫ કલ્પ [બારસા] સૂત્ર • [૧૦૩] તે પછી આ દશ દિવસનાં ઉત્સવમાં સિદ્ધાર્થ રાજા સેંકડો, હજારો અને લાખો પ્રકારનાં વાગો (પૂજાસામગ્રીઓ)ને, દાન અને ભાણ (વિશેષ આપવા યોગ્ય ભાગ)ને આપતા અને અપાવતા તથા સેંકડો-હજારો અને લાખો પ્રકારની ભેટનો સ્વીકાર કરતા અને કરાવતા રહ્યા. પરિજનો અને જ્ઞાતૃવંશના ક્ષત્રિયોની સાથે વિવિધ પ્રકારના ભોજન, પાણી, ખાધ અને સ્વાધનું આસ્વાદન કરે છે. સ્વયં ભોજન કરે છે અને બીજાઓને કરાવે છે. •[૧૦૪] તે પછી શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતા પહેલે દિવસે કુળ પરંપરા અનુસાર પુત્રજન્મ નિમિત્તે કરવા યોગ્ય અનુષ્ઠાન કરે છે, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યના દર્શનનો ઉત્સવ કરે છે, છઠે દિવસે શનિ-જાગરણનો ઉત્સવ કરે છે. અગિયારમો દિવસ પસાર થતાં સર્વ પ્રકારની અશુચિ નિવારણ થતાં જ્યારે બારમો દિવસ આવ્યો ત્યારે વિપુલ પ્રમાણમાં ભોજન પાણી, વિવિધ સ્વાદિષ્ટ અને ખાવાના પદાર્થો તૈયાર કરાવે છે, તૈયાર કરાવીને પોતાના મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો અને પોતાની સાથે સંબંધ રાખનારા કુટુંબીજનોને તથા જ્ઞાતૃવંશના ક્ષત્રિયોને આમંત્રણ આપે છે. પુત્રજન્મ સમારોહમાં આવવા માટે નિમંત્રિત કરે છે. • [૧૦૫] ભોજન કર્યા પછી વિશુદ્ધ જળથી કોગળા કરે છે. દાંત અને મોઢાંને સ્વચ્છ કરે છે. આ રીતે પરમ વિશુદ્ધ સ્વચ્છ બનેલાં, માતાપિતા, આવેલા મિત્રો, જ્ઞાતિજનો સ્વજનો, પરિજનો અને જ્ઞાતૃવંશના ક્ષત્રિયોને ઘણાંએ પુષ્પ, વમ, સુગંધિત પદાર્થ, માળા અને આભૂષણ આપીને તેમનું સ્વાગત કરે છે-સત્કાર કરે છે. સરકાર અને સન્માન કરીને તે મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, પરિજનો અને જ્ઞાતૃવંશીય ક્ષત્રિયો સમક્ષ ભગવાનના માતાપિતા આ પ્રમાણે બોલ્યા : ફરી સ્નાન કરેલાં, બળિકર્મ કરેલાં, ટીલાં-ટપકાં અને દોષના નિવારણ માટે મંગળરૂપ પ્રાયશ્ચિત્ત કરેલાં, શ્રેષ્ઠ અને ઉત્સવમાં જવા યોગ્ય મંગળમય વસ્ત્રો ધારણ કરેલા-ભોજનનો સમય થતાં ભોજનમંડપમાં આવે છે. ભોજનમંડપમાં આવીને ઉત્તમ સુખાસન ઉપર બેસે છે અને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, •[૧૦૬] હે દેવાનુપ્રિયો! આ પુત્ર જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે અમારા મનમાં એક એવી જાતનો વિચાર, ચિંતન કે સંકલ્પ ઉત્પન્ન થયો હતો કે “જ્યારથી અમારો આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારથી હિરણ્ય, સોનું, ધન, ધાન્યની દષ્ટિથી તેમજ પ્રીતિ અને સકારની દૃષ્ટિથી અમારી અભિવૃદ્ધિ થવા લાગી છે, સામંત રાજા લોકો અમારા વશમાં આવેલ છે, તે કારણે જ્યારે અમારો પુત્ર જન્મ લેશે ત્યારે અમે તેને અનુરૂપ તેના ગુણોને અનુસરનાર ગુણનિષ્પન્ન અને યથાર્થનામ “વર્ધમાન' રાખશું. તેથી હવે આ કુમારનું નામ

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96