Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 54
________________ વ્યાખ્યાન-૫ કલ્પ [બાસાં સૂત્ર કરતી લાંબી ગોળ માળા લટકાવડાવો. જ્યોતિક અને વૈમાનિક દેવો દ્વારા તીર્થકર જન્મભિષેકમહિમા પૂરો થયા પછી સવારે નગર રક્ષકોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે : પાંચ વર્ણનાં સુંદર-સુગંધિત ફૂલોનો ઢગલો કરાવો. પુષ્પોને અહીં તહીં ચારે બાજુ પથરાવો, ઠેકઠેકાણે ફૂલોનાં ઘરો ચાવો. ચારે તરફ સર્વત્ર પ્રજ્જવલિત શ્યામ અથવા ઉત્તમ કુદરૂક લોબાન, આદિ સળગતા ધૂપની સુગંધથી સંપૂર્ણ નગરને સુગંધિત કરો. સુગંધથી આખું નગર મહેંકી ઊઠે તેવું કરો. સુગંધની અધિકતાના કારણે આખું નગર ગંધગુટિકા સમાન લાગે તેવું બનાવો. • [૧૦૦] હે દેવાનુપ્રિયો ! જલદીથી કુંડપુર નગરના કારાગૃહને ખાલી કરી નાખો, અર્થાત્ બધા કેદીઓને મુક્ત કરી દો. તોલ-માપને વધારો (અર્થાત વેપારીઓને કહો કે ઘી, અન્નાદિ પદાર્થ સસ્તા વેંચો, સસ્તા વેચવાથી જે નુકસાન જશે તેની પૂર્તિ રાજ્ય કોષમાંથી કરવામાં આવશે.) તોલમાપ વધાર્યા પછી ફુડપુર નગરની અંદર અને બહાર સુગંધિત પાણીનો છંટકાવ કરાવો, સાફ કરાવો, લીંપણ કરાવો, કુંડપુર નગરના ત્રિભેટામાં, ચોકમાં, ચોતરામાં, રાજમાર્ગ અથવા સામાન્ય બધા માગોમાં પાણી છંટાવો, તેમને પવિત્ર બનાવો. જનરંજનને માટે ઠેકઠેકાણે નટ-નાટક કરો, નૃત્ય કરનારા નૃત્ય કરે, દોડરાં ઉપર ખેલ બાતવનારાં ખેલ બતાવે, મલ કુસ્તી કરે, મુઠિથી કુસ્તી કરનારા મુઠિથી કુસ્તી કરે, વિદૂષકો લોકોને હસાવે, કૂદનારા કુદીને પોતાના ખેલ બતાવે, કથાવાચક કથા કરીને કરીને જનમનને પ્રસન્ન કરે, સુભાષિત બોલનારા પાઠક્કો સુભાષિત બોલે, રાસક્રીડા કરનારા રાસની ક્રીડા કરે, ભવિષ્ય કહેનારા ભવિષ્ય કહે, લાંબા વાંસ ઉપર ખેલ કરનારા વાંસ ઉપર ખેલ કરે. જ્યાં ત્યાં બધી ગલીઓમાં અને બધા બજારોમાં પાણીના છંટકાવથી તેને સ્વચ્છ કરીને તે સ્થાનો ઉપર જોવા માટે, આગંતુકોને બેસવા માટે મંચ બનાવો, વિવિધ રંગોથી સુશોભિત ધજા અને પતાકાઓ બંધાવો, આખું નગર લીંપીગૂંપીને સ્વચ્છ બનાવો. નગરના ભવનોની ભીંતો ઉપર ગોશીષ ચંદનનાં, સરસ રક્તચંદનના, દર્દર (મલય) ચંદનના, પાંચે આંગળાંના થાપા દૃષ્ટિગોચર થાય એ જાતનાં થાપા લગાવો. ઘરોની અંદર ચોકમાં ચંદન-કળશ રખાવો, દ્વારે દ્વારે ચંદનના સુંદર તોરણ બંધાવો, જ્યાં ત્યાં સુંદર દેખાતી અને પૃથ્વીને સ્પર્શ (તથા) હાથમાં ચિત્રનું પાટિયું રાખીને ફરનારા મંખ લોકો ચિત્ર બતાવે, તૃણી લોકો તૃણ નામનું વાધ બજાવે. તાલ દઈને નાટક દેખાડે. આ પ્રમાણે જનરંજન હેતુ નગરમાં બધી વ્યવસ્થા કરો અને બીજા પાસે કરાવો. આમ કરાવીને હજારો ગાડાંઓના ધોંસરા અને હજારો મુસળ (સાંબેલા)

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96