Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 46
________________ વ્યાખ્યાન ૪ [૭૨] તે પછી તે સ્વપ્ન-લક્ષણ-પાઠકો, સિદ્ધાર્થ ક્ષત્રિયથી પ્રસ્તુત વૃત્તાંતને જાણીને અને સમજીને અત્યંત પ્રફુલ્લિત થયા. તેમણે પ્રથમ તે સ્વપ્નો ઉપર સામાન્યપણે વિચાર કર્યો. તે પછી સ્વપ્નોના અર્થ ઉપર વિશેષ રૂપથી ચિંતન કરવા લાગ્યા. તે સંબંધે તેઓ એકબીજાની સાથે સંવાદ-વિચારવિનિમય કરવા લાગ્યા. આ રીતે તેઓએ પોતે ચિંતન અને વિચારવિનિમય વડે સ્વપ્નોના અર્થને જાણ્યા. તેઓએ તે વિષયમાં પરસ્પર એકબીજાના અભિપ્રાય પૂછ્યા અને તે પછી એક નિશ્ચિત મત નક્કી કર્યો. જ્યારે તેઓ બધા એક મત થઈ ગયા ત્યારે સિદ્ધાર્થ રાજા સમક્ષ સ્વપ્નશાસ્ત્રો અનુસાર વચન બોલતાં આ રીતે કહેવા લાગ્યા :– 93 [૭૩] હે દેવાનુપ્રિય! નિશ્ચિતરૂપથી અમારા સ્વપ્નશાસ્ત્રમાં બેંતાલીશ સ્વપ્ન (સામાન્ય ફળવાળાં) કહેલાં છે અને ત્રીસ મહાસ્વપ્નો (વિશેષ ફળવાળાં) બતાવેલ છે. એ રીતે બેંતાલીસ અને ત્રીસ કુલ મળી બોતેર સ્વપ્ન બતાવવામાં આવેલ છે, તેમાંથી હે દેવાનુપ્રિય ! અરિહંતની માતા અને ચક્રવર્તીની માતા જ્યારે અરિહંત કે ચર્તી ગર્ભમાં આવે છે ત્યારે ત્રીસ મહાસ્વપ્નોમાંથી આ ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગૃત થાય છે જેવાં કે - હાથી-વૃષભ વગેરે. કલ્પ [બારસા] સૂત્ર [૭૪] વાસુદેવની માતાઓ વાસુદેવ ગર્ભમાં આવતાં તે ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ સાત મહાસ્વપ્નો જોઈને જાગૃત થાય છે. ૪ [૭૫] બળદેવની માતાઓ જ્યારે બળદેવ ગર્ભમાં આવે છે ત્યારે તે ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈપણ ચાર મહાસ્વપ્નોને જોઈને જાગૃત થાય છે. [૩૬] માંડલિક રાજાની માતાઓ જ્યારે માંડલિક રાજા ગર્ભમાં આવે છે ત્યારે તે ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ એક મહાસ્વપ્ન જોઈને જાગૃત થાય છે. [9] હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ તે આ ચૌદ મહા સ્વપ્નો જોયાં છે તે મંગળકારી છે. હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ જે સ્વપ્ન જોયાં છે તેનાથી અર્થનો લાભ, ભોગનો લાભ, પુત્રનો લાભ, સુખનો લાભ, અને રાજ્યનો લાભ થશે. હે દેવાનુપ્રિય ! નિશ્ચિતપણે ત્રિશલા ક્ષત્રિયાણી નવ માસ અને સાડાસાત દિવસ પસાર થતાં, તમારા કુળમાં ધ્વજા સમાન, કુળમાં દીપક સમાન, કુળમાં પર્વત સમાન, કુળમાં મુગટ સમાન, કુળમાં તિલક સમાન અને કીર્તિ વધારનાર, કુળને સમૃદ્ધિ બક્ષનાર, કુળનો વિસ્તાર કરનાર, કુળના

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96