Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 47
________________ વ્યાખ્યાન-૪ ૫ કલ્પ [બાસા] સૂત્ર આધાર સમાન, કુળના વૃક્ષ સમાન, કુળની વિશેષ વૃદ્ધિ કરનાર, સુકોમળ હાથ અને પગવાળા, હીનતા રહિત, પાંચેય ઈન્દ્રિયોથી પરિપૂર્ણ, લક્ષણો, વ્યંજનો અને ગુણોથી યુક્ત, માન, ઉન્માન, પ્રમાણથી પરિપૂર્ણ, સુજાત, સર્વાગ સુંદર, ચંદ્ર સમાન, સૌમ્ય આકૃતિવાળા, કાંત, પ્રિયદર્શી અને સુરૂપ પુત્રને જન્મ આપશે. [૮૦] હે દેવાનુપ્રિયો! આપે આ જે કહ્યું તે એમજ છે, તે પ્રમાણે જ છે. હે દેવાનુપ્રિયો ! આપે જે કહેલ છે તે યથાર્થ છે, અમને ઈષ્ટ છે, સ્વીકૃત છે, મનને ગમતું છે, હે દેવાનુપ્રિયો ! આ કથન જે આપે કહેલ છે તે સત્ય છે. આ પ્રમાણે તેઓ તે સ્વપ્નોનો વિનયપૂર્વક સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને સ્વપ્નલક્ષણ પાઠકોને વિપુલ પુષ્પ સુગંધિત ચૂર્ણ, વસ્ત્ર, માળાઓ, આભૂષણ વગેરે આપીને તેમનો અત્યંત સન્માનપૂર્વક સત્કાર કરે છે, સકાર-સન્માન કરીને તેમને જીવન પર્યંત ચાલે તેટલું પ્રીતિદાન આપે છે. આ પ્રમાણે પ્રીતિદાન આપીને તેઓ સ્વપ્ન લક્ષણ પાઠકોને સન્માનપૂર્વક વિદાય કરે છે. [૮] તે પુત્ર પણ જ્યારે બાલ્યાવસ્થા પૂરી કરીને, ભણી ગણીને પૂર્ણ જ્ઞાનવાળો થશે અને ચૌવનને પ્રાપ્ત કરશે. તે શૂર, વીર અને અત્યંત પરાક્રમી બનશે. તેની પાસે વિરાટ સેના અને વાહન હશે. ચારેય દિશામાં સમુદ્રના અંત સુધી ભૂમંડળના સ્વામી ચક્રવર્તી બનશે અથવા ત્રણ લોકના નાયક, શ્રેષ્ઠ ધર્મ ચક્રવર્તી જિન તીર્થકર બનશે. આ રીતે હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉદાર રવપ્ન જોયેલ છે. અથવા હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ જે સ્વપ્ન જોયેલ છે તે આરોગ્યદાયક, તુષ્ટિદાયક, દીર્ધ આયુષ્યના સૂચક, લ્યાણ અને મંગળકારી છે. [૧] તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિય પોતાના સિંહાસન ઉપરથી ઊઠે છે. સિંહાસન પરથી ઊઠીને જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી પડદાની પાછળ હતાં ત્યાં આવે છે. ત્યાં આવીને ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહે છે : [૯] તે પછી તે સિદ્ધાર્થ રાજા સ્વપ્નપાઠકો પાસેથી ફળ સાંભળીને, સમજીને અત્યંત પ્રસન્ન થયા, અત્યધિક તુષ્ટ થયા. પ્રસન્નતાથી તેનું હૃદય પ્રફૂલ્લિત થયું. તેણે હાથ જોડીને સ્વપ્નલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહ્યું : [૨] હે દેવાનુપ્રિયા ! આ પ્રમાણે નિશ્ચયથી સ્વપ્ન શાસ્ત્રમાં બેંતાલીસ સ્વપ્ન કહેલ છે – “તીર્થકર, ચક્રવર્તી, માંડલિક રાજા વગેરે જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતા ત્રીસ મહાસ્વપ્નોમાંથી ચૌદ યાવતુ કોઈપણ એકમહાસ્વપ્ન જોઈને જાગૃત થાય છે, ઈત્યાદિ બધું કહે છે–

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96