Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 51
________________ વ્યાખ્યાન-૪ આહાર કરતી, દોષરહિત, મુલાયમ આસન ઉપર બેસતી, એકાંત શાંત-વિહાર ભૂમિમાં રહેવા લાગી. [૫] તેને ગર્ભના પ્રભાવથી પ્રશસ્ત દોહદ ઉત્પન્ન થયાં. તે દોહદોને મહારાજા સિદ્ધાર્થે સન્માનપૂર્વક પૂર્ણ કર્યા. દોહદોની જરા જેટલી પણ ઉપેક્ષા ન કરી, દોહદોને અપમાનિત ન કર્યા. તેણીનાં મનોવાંછિત દોહદ પૂર્ણ થવાથી હૃદય શાંત થઈ ગયું. પછી તેને દોહદ ઉત્પન્ન થયો નહિ. તે સુખપૂર્વક ટેકો લઈને બેસે છે, સૂએ છે, ઊભી રહે છે, આસન ઉપર બેસે છે, શય્યા ઉપર સૂએ છે અને સુખપૂર્વક ગર્ભને ધારણ કરે છે. — — * - C3 पुरम - चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरितं — — X = ૮૪ કલ્પ [બારસા] સૂત્ર ૭ ભગવંત મહાવીર જન્મ વાંચન ૭ [૬] તે કાળે અને તે સમયે (શ્રમણ ભગવાન મહાવીર) જ્યારે ગ્રીષ્મ ઋતુ ચાલી રહેલ હતી, ગ્રીનો પ્રથમ માસ ચૈત્ર માસ અને તેનો શુક્લ પક્ષ ચાલી રહેલ હતો, ચૈત્ર માસના શુક્લ પક્ષનો તેરમો દિવસ હતો અર્થાત્ ચૈત્ર સુદ-૧૩ના દિવસે, નવ માસ અને સાડા સાત દિવસ પસાર થયા હતા. તે વખતે જ્યારે બધા ગ્રહઉચ્ચ સ્થાનમાં આવેલ હતા, ચંદ્રનો પ્રથમ યોગ ચાલી રહેલો હતો, દિશાઓ બધી સૌમ્ય, અંધકાર રહિત અને વિશુદ્ધ હતી, જયવિજયનાં સૂચક બધી જાતનાં શકુન હતાં. શીતળ, મંદ સુગંધિત પવન પ્રદક્ષિણાવર્ત પૂર્વક વાતો હતો, પૃથ્વી ધાન્યથી સુસમૃદ્ધ હતી, દેશનાં બધા માણસોનાં મનમાં આનંદ પ્રમોદ હતો. ત્યારે મધ્ય રાત્રિના સમયે હસ્તોત્તરા અર્થાત્ ઉત્તરા ફાલ્ગુણી નક્ષત્રના યોગમાં આરોગ્યસંપન્ન ત્રિશલા ક્ષત્રિયાણીએ નીરોગી અને સ્વસ્થ એવા પુત્રને જન્મ આપ્યો. = = X — — — X =

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96