Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 18
________________ ૧૭ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ -ભાગ-૪૨ આ ભાગમાં અમે કલ્પ-[બારસા] સૂત્રનો સમાવેશ કરેલો છે. જે કોઈ સ્વતંત્ર આગમસૂત્ર નથી, પણ “દશાશ્રુતસ્કંધ” નામક છેદસૂત્રના આઠમા અધ્યયનરૂપે પ્રસિદ્ધ છે. પરંતુ તેનું સ્વતંત્ર મહત્ત્વ છે. તથા પ્રતિવર્ષ પર્યુષણ મહાપર્વમાં સર્વત્ર તેનું વાંચન થાય છે. તે વાત જન સાધારણમાં સુવિદિત છે. તેથી અમે તેને અલગ સ્થાન આપેલ છે. અહીં કલ્પ સાથે કૌંસમાં “બાસા’’ શબ્દ એટલે મૂકેલ છે કે વ્યવહારમાં “બારસાસૂત્ર” એટલે સંવત્સરીએ વંચાય તે અને કલ્પસૂત્ર તે પૂર્વેના ચાર દિવસોમાં વ્યાખ્યાન કરાય તે - એવી એક માન્યતા લોકોમાં પ્રવર્તે છે, તે મિથ્યા માન્યતાના નિવારણ માટે અમે આ બંને શબ્દો જોડે લખીને તે એક જ શાસ્ત્ર છે, તેમ બતાવેલ છે. પૂજ્ય આગમોદ્ધારકશ્રી આચાર્ય દેવે પણ આ પ્રમાણે જ છપાવેલું છે. આ સૂત્ર “૧૨૧૫' શ્લોક પ્રમાણ હોવાથી “બારસા” સૂત્ર નામે છે અને તેના વ્યાખ્યાનો નવ ભાગમાં વિભાજીત છે, જે કલ્પસૂત્રના નામથી પ્રતિવર્ષ વ્યાખ્યાનરૂપે વંચાય છે [જો કે નવમું સમાચારી વંચાતું નથી.] કલ્પસૂત્ર પરત્વે હાલ શ્રી વિનયવિજયજીની સુબોધિકાટીકા અને તેનું ભાષાંતર ‘પ્રેમશાહી’ એટલા બધાં પ્રચાર-પ્રસાર પામ્યા છે કે તેમાં આવતા વ્યાખ્યાનો જ ‘કલ્પસૂત્ર’ છે, તેવી માન્યતા ઘર કરી ગઈ છે. પરંતુ આ કલ્પ [બારસા] સૂત્ર ઉપર નિયુક્તિ પણ છે, ચૂર્ણિ પણ મળે છે. ટીપ્પણો પણ છે. અલગ અલગ કર્તાઓની રચેલી વૃત્તિઓ-દીપિકા-અવસૂરિ આદિ પણ મળે જ છે. તથા “પર્યુષણ કલ્પાંતર વા''માં ઘણાં જ સ્પષ્ટીકરણો પણ ઉપલબ્ધ જ છે. પણ ખેદની વાત એ છે કે સુબોધિકા ટીકા અને તેના ‘ખેમશાહી’ અનુવાદે જે લોક માનસનો કબ્જો કરેલો છે, તેને કારણે તેને જ કલ્પસૂત્ર માની લઈ, તે વ્યાખ્યાનનો અંશ પણ રહી જાય તો વ્યાખ્યાનને અધૂરું માનવામાં આવે છે. ત્યારે કલ્પસૂત્ર ઉપરની બીજી પંદર-વીશ કૃતિ તરફ ધ્યાન ખેંચવું અમોને આ તબક્કે આવશ્યક લાગેલ છે. એવા કલ્પસૂત્રના માત્ર મૂળનો અનુવાદ તે આ પ્રકાશન છે. 42/2 ૧૮ કલ્પ [બારસા] સૂત્ર પ્રસ્તુત ગ્રંથની ભૂમિકા ૦ અમે આ ગ્રંથનો અત્રે સમાવેશ તેના માહાત્મ્યને જાણીને જ કરેલો છે. પૂજ્ય આગમોદ્ધારક આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજીએ પણ આગમ મંજૂષા, આગમ તામ્ર આદિમાં તેનો અલગ સમાવેશ કરેલો જ છે. ૦ તો માત્ર મૂળ “કલ્પસૂત્ર' અનુવાદ જ કેમ ? અહીં કલ્પસૂત્રની સટીક અનુવાદ જ લેવાની અમારી ભાવના હતી અને તે માટે કલ્પસૂત્રની ચૂર્ણિ, કલ્પાંતર વાચ્ય, ક્લ્ય કિરણાવલી આદિ સામે પણ રાખ્યા હતા. ત્યારે એક સ્થવિર પદસ્થ શ્રમણે અમારું ધ્યાન દોર્યુ કે શ્રી વિનયવિજયજી ગણિની સુબોધિકા એટલી બધી સ્વીકૃત બની છે કે કોઈ બીજી ટીકા સમાજમાં સ્થાન પામી શકી નથી માટે આપનો પ્રયત્ન કેવળ વિદ્વદ્ભોગ્ય જ બની જશે. તે એક કારણ હતું કે જેથી અમે માત્ર મૂળનો અનુવાદ મૂક્યો. બીજું કારણ એ હતું કે માત્ર મૂળનો અનુવાદ “ખેમશાહી'' વાંચનારને પણ ઉપયોગી થઈ શકે તેમ છે. “પ્રેમશાહી'માં મૂળનો અનુવાદ ઘણો લાંબો અને વાંચન પદ્ધતિની દૃષ્ટિએ વર્તમાનયુગમાં ક્લિષ્ટ જણાતો હોય તેવી ફરિયાદ હું પચીશ વર્ષથી સાંભળું છું. તેથી મૂળનો સરળ, સીધો, પૂર્ણ અને છતાં પણ ભાષાકીય મૂલ્યવાળો અનુવાદ જરૂરી હતો. તેથી અમે અહીં માત્ર મૂળ કલ્પસૂત્ર અનુવાદને જ પ્રકાશિત કર્યો છે. આ ‘મૂળ’ને આધારે વ્યાખ્યાન કરવું પણ સમયમર્યાદાને આશ્રીને હવે સરળ બનાવી શકાશે. તેમજ ‘મૂળ’ કલ્પસૂત્રનો અક્ષર પણ ન છૂટી જાય તે માટે અલગથી અપાયેલ આ મૂળનો અનુવાદ કલ્પસૂત્ર પરત્વેની શ્રુત શ્રદ્ધા જાળવશે. આ અનુવાદમાં અમે નવે વ્યાખ્યાનોને અલગ તો છપાવેલ છે જ જેથી ‘મૂળ' નવે વ્યાખ્યાનો અક્ષરશઃ વાંચન અને શ્રવણમાં સરળતાથી ઉપલબ્ધ થવાના જ છે. સળંગ વાંચન દ્વારા સંવત્સરી પર્વના દિને પણ ગુજરાતીમાં “બારસાસૂત્ર'' શ્રમણી આદિને પ્રાપ્ત થવાથી તેઓ પોત-પોતાના ગચ્છાધિપતિની પૂર્વ મંજૂરી મળે તો વાંચી શકે છે. એ રીતે આ પ્રકાશનની ઉપયોગીતા છે, પણ અમારો મૂળ ધ્યેય તો આ સૂત્રનું શુદ્ધ સૂત્ર સ્વરૂપ શું છે? વંચાતા વ્યાખ્યાનમાં મૂળ કલ્પસૂત્ર કેટલું ? અને વ્યાખ્યાનોમાં આવતી વાતો કેટલી ? તેનો સસ્પષ્ટ ભેદ રજૂ કરવાનું છે, જે આ સાથે સરળ ભાષામાં કરાયેલા અક્ષરશઃ અનુવાદથી સિદ્ધ થઈ શકે છે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96