Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 42
________________ વ્યાખ્યાન-૩ કલ્પ [બારસા સૂત્ર જડિત ભાગવાળા સુંદર સ્તાનમંડપમાં વિવિધ મણિ રત્નાદિની કળાપૂર્ણ કારીગરીથી બનેલી અદ્ભુત સ્નાન-પીઠ (બાજોઠ) ઉપર સુખપૂર્વક બેસે છે. ત્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયને પુષ્પોદક, ગંધોદક, ઉષ્ણોદક, શુભોદક, શુદ્ધોદકથી કલ્યાણકાક વિધિથી સ્નાન વિધિ વિશેષજ્ઞો દ્વારા સ્નાન કરાવવામાં આવ્યું તથા સ્નાન કરતી વખતે ઘણી જાતનાં-સેંકડો કૌતુકો કરવામાં આવ્યાં. કલ્યાણપ્રદ શ્રેષ્ઠ સ્નાન વિધિ પૂર્ણ થતાં રૂવાંદાર, મુલાયમ, સુગંધિત લાલવસ્ટથી શરીરને લૂછવામાં આવ્યું. ત્યારબાદ શ્રેષ્ઠ, નવીન અને બહુમૂલ્ય વસ્ત્રો ધારણ કર્યા. શરીર ઉપર સરસ સુગંધિત ગોશીષ ચંદનનો લેપ કરવામાં આવ્યો. પીઠી ચોળવામાં આવી, પવિત્ર માળા પહેરી, શરીર ઉપર કેશરમિશ્રિત સુગંધિત ચૂર્ણનો છંટકાવ કર્યો. મણિઓથી જડેલા સોનાનાં આભૂષણ પહેર્યા. અઢાર સરનાં, નવ સરના, ત્રણ સરના અને એક સરના હારો ગળામાં ધારણ કર્યા. લાંબા લટકતા કંદોરા ધારણ કરીને સુશોભિત લાગવા લાગ્યા અને કંઠને શોભિત કરાવનાર વિવિધ પ્રકારના આભૂષણ ધારણ કર્યા. આંગળીઓમાં અંગુઠીઓ પહેરી, રત્નજડિત સોનાનાં કડાંથી અને બાહુબંધથી રાજા સિદ્ધાર્થની બન્ને ભુજાઓ ચમકી ઊઠી. આ રીતે રાજા સિદ્ધાર્થ શરીર સૌંદર્યની અભૂત પ્રભાવી દિવ્ય લાગવા લાગ્યાં. કુંડળ ધારણ કરવાથી તેમનું મુખ ચમકતું હતું અને મુગટ ધારણ કરવાથી મસ્તક તેના પ્રકાશથી [425] ઝગમગ થતું હતું. હદય હારોથી ઢંકાઈ જતાં દર્શનીય બની ગયું હતું. વીંટીઓથી આંગળીઓની આભા ચમકી ઊઠી હતી. છેવટે લાંબા લટકતાં બહુમૂલ્ય વસ્ત્રનું ઉત્તરાસન ધારણ કર્યું. નિપુણ કળાકારો દ્વારા બનાવેલ વિવિધ મણિરત્નોથી જડિત શ્રેષ્ઠ બહુમૂલ્ય પ્રભા સમાન સુંદર વીરવલયો પહેર્યા. વધુ વર્ણન શું કરવું સાક્ષાત કલ્પવૃક્ષ જ હોય તેવા તે રાજા દેખાતા હોય. એ રીતે અલંકૃત અને વિભૂષિત થયા. એવા સિદ્ધાર્થ રાજાના શિર ઉપર છત્રધારકોએ કોરંટના પુષ્પોની માળાઓ જેમાં લટકી રહેલ હતી તેવું છત્ર ધારણ કર્યું. શ્વેત અને ઉત્તમ ચામરોથી વિંજન કરવામાં આવ્યું. તેમને નિહાળતાં જ જનતાના મુખથી “જય થાઓ જય થાઓ' એવી જાતનો મંગળનાદ નીકળવા લાગ્યો. આ પ્રમાણે અલંકૃત થઈને અનેક ગણનાયકો, દંડનાયકો, રાઈસરો, તલવરો, માર્કેબિકો, કૌટુંબિકો, મંત્રીઓ, મહામંત્રીઓ, ગણકો, દૌવારિકો, અમાત્યો તથા ચેટ પીઠ મર્દક, નાગર, નિગમ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાળ વગેરેથી ઘેરાયેલ સિદ્ધાર્થ જેમ શેત મહામેઘમાંથી ચંદ્ર નીકળે છે તેવી રીતે બહાર નીકળ્યા. જેવી રીતે ગ્રહ, નક્ષત્ર અને તારા ગણોની મધ્યમાં ચંદ્ર શોભે છે તેવી રીતે તે શોભાયમાન થઈ રહેલ હતા. ચંદ્રની માફ્ટ તે પ્રિયદર્શી નરપતિ ખાનગૃહમાંથી બહાર નીકળ્યા.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96