Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 24
________________ વ્યાખ્યાન ૧ ૨૯ હર્ષથી તેનું હૃદય પ્રફુલ્લિત થઈ જાય છે. મેધધારાથી સિંચિત કદંબ વૃક્ષના સુગંધયુક્ત વિકસિત કુસુમોની માફક રોમાંચિત બની જાય છે. ખીલેલા ઉત્તમ કમળની જેમ નેત્ર તથા મુખ ખીલી ઊઠે છે. શ્રેષ્ઠ કડાં, પહોંચી, કેયુર (બાજુબંધ) મુગટ કુંડળ, તથા હારથી સુશોભિત વક્ષસ્થળવાળા, લાંબા, લટકતા વારંવાર ડોલતાં એવાં આભૂષણો ધારણ કરેલાં એવા સુરેન્દ્ર સંભ્રમ સહિત ત્વરાથી અને ચપળતાથી સિંહાસનથી ઊઠીને ઊભા થયા. ઉભા થઈને પાદપીઠથી નીચે ઊતર્યા. નીચે ઊતરીને ઉત્તમ વેડુર્ય વરિષ્ઠ, ષ્ટિ, અંજન વિગેરે રત્નોથી યુક્ત, જાણે કુશળ કારીગરોથી નિર્મિત હોય એવા ચમક દમકવાળા મણિ અને મોતીઓથી મંડિત, પાદુકા ઉતારી. ઉતારીને દુપટ્ટાથી ઉત્તરાસંગ કરે છે, કરીને અંજલિથી બિડાયેલા અગ્ર હાથવાળા તે ઈન્દ્ર તીર્થંકર સન્મુખ સાત આઠ કદમ ચાલે છે, ચાલીને ડાબો ઘૂંટણ જમીન ઉપર સ્થાપે છે, સ્થાપીને જમણો પગ ભૂમિ ઉપર સીધો રાખીને ત્રણ વાર મસ્તકને પૃથ્વી ઉપર લગાડી કંઈક નમે છે, નમીને કડાં અને ત્રુટિતથી યુક્ત ભુજાને સંકોચે છે. બંને ભુજાઓને સંકોચીને બે હાથ જોડીને દસેય નખ જોડાયેલા રહે એ રીતે ભેગા કરીને મસ્તકે આવર્ત કરીને માથે અંજલિ જોડીને તેઓ આ પ્રમાણે બોલ્યા : [૧૬/૧] અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ. (અરિહંત કલ્પ [બારસા] સૂત્ર ભગવાન કેવા છે ?) ધર્મની આદિ કરનારા, ધર્મ-તીર્થની સ્થાપના કરનારા, પોતે પોતાની જ મેળે સમ્યક્ બોધને પામનારા, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ શ્વેત કમળ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકના હિતકર્તા, લોકમાં દીપક સમાન. લોકમાં ઉધોત કરનારા, અભયદાન આપનારા, જ્ઞાનરૂપી નેત્ર દેનારા, મોક્ષમાર્ગના ઉપદેશક, શરણ આપનારા, સંયમ જીવન આપનારા, સમ્યકત્વ રૂપી બોધ દેનારા, ધર્મના ઉપદેશક, ધર્મના નેતા. ધર્મથના સારથી છે... 30 पुरिम - चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण- हराइ थेरावली चरितं — * — * -

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96