Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પ્રાસંગિક
વિ.સં. ૨૦૫૫માં પૂજ્યશ્રીનું વાંકી તીર્થમાં ચાતુર્માસ થયું. પૂજયશ્રીની નિશ્રામાં અમે ૧૦૯ સાધુ-સાધ્વીજીઓ હતા.
પૂજ્યશ્રીની દિવ્ય વાણી ત્યાં અત્યંત ર્તિપૂર્વક વહેતી હતી. તીર્થનું શાંત વાતાવરણ સાધના આદિ માટે અનુકૂળ હતું. અમે હંમેશની જેમ ત્યારે પૂજયશ્રીની વાણીનું નોટમાં અવતરણ કરતા હતા. આ અમારી નોટનું ઝેરોક્ષ બીજે મોકલવામાં આવ્યું ત્યારે બધાએ કહ્યું : અમને પણ આ જોઈએ. ૫૦ નકલો ઓછી પડી એટલે ૧૦૦ નકલ ઝેરોક્ષ કરાવી, પરંતુ એટલી નકલો પણ ઓછી પડવાથી મુદ્રિત કરાવવાનો નિર્ણય થયો. પ00 નકલો તો ઘણી થઈ પડશે, એમ અમે માન્યું. પરંતુ કોઈએ કહ્યું ૧OOO નકલ છપાવશો તો સારું પડશે. પ00 નકલ મોંઘી પણ પડશે.
અમે વિચાર્યું : ૧000 નકલ છપાઈ તો જશે, પરંતુ વાંચશે કોણ ? લેશે કોણ ?
પરંતુ પ્રકાશિત થતાં જ તે પુસ્તક (કહે કલાપૂર્ણસૂરિ) એટલી ઝડપથી ખલાસ થઈ ગયા કે અમે આશ્ચર્યમાં પડી ગયા.
અનેકાનેક પ્રભાવક આચાર્ય ભગવંતો, સાધકો , સાધ્વીજીઓ આદિના અભિપ્રાયોનો એવો વરસાદ વરસ્યો કે અમે સ્તબ્ધ થઈ ગયા. ખરેખર પૂજ્યશ્રીનો જ આ પ્રભાવ હતો. પછી તો બીજી આવૃત્તિ ૨OOO નકલ મુદ્રિત કરાવવી પડી. આજ તે પણ અલભ્યપ્રાય બની ગઈ છે. હવે આ ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે.
કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તક ચાર ભાગોમાં વિભક્ત છે.
પ્રથમ ભાગમાં વાંકીની વાચનાઓ, બીજા ભાગ (કહ્યું કલાપૂર્ણસૂરિએ)માં ચંદાવિજઝય પયગ્રાની વાચનાઓ (જે વિહાર તથા પાલિતાણામાં અપાયેલી) તથા ત્રીજા-ચોથા ભાગમાં પાલિતાણામાં અપાયેલી લલિત-વિસ્તરા પરની વાચનાઓ સંગૃહીત છે.