Book Title: Jivo Ane Jiva Do
Author(s): Shekharchandra Jain
Publisher: Manharlal Maganlal Shah

View full book text
Previous | Next

Page 4
________________ ID શાકાહારી હૈ” હિંદીમાં મેં વાંચી, માંસ ત્યાગ કરવા પ્રેરણું આપનારી છે. મને લાગ્યું કે ગુજરાતી ભાષામાં અનુવાદ થાય તે વધુ લોકોને તેમના વિચારે સમજવાની સરળતા રહે. મેં મારા મિત્ર અને આ પુસ્તક વિષે ભૂમિકા લખી આપનાર ડે. શેખરચંદ્ર જૈનને વાત કરી અને તેમની પ્રેરણા અને સડયોગથી અનુવાદ કરેલ અને ખૂબ જ સરળ અને પ્રચલિત નામ “છ અને જીવવા દે” રાખેલ. - આ મૂળ પુસ્તક અખિલ વિશ્વ જૈન મિશન તરફથી કઈ અહિંસા ધર્મ પ્રચારક બંધુએ ગુપ્ત દાન આપી, પ્રકાશિત કરાવી તે ધન્યવાદને પાત્ર છે. આ પુસ્તકનો લાભ વધુ લોકે લે તે હેતુથી મેં મારા પિતાશ્રી અને માતુશ્રીની સ્મૃતિમાં પુસ્તક છપાવવાનું નકકી કરી નમ્રભાવે અહિંસા-પ્રચારમાં સહભાગી બનવાની તક ઝડપી છે. આ પુસ્તકમાં મૂળ અનુવાદ ઉપરાંત ગુજરાતમાં સાક્ષર શ્રી ઈશ્વર પેટલીકરે માંસાહાર, ઈડા ભક્ષણનાં વિરોધમાં જે વિચાર સંકલન ગુજરાતી દૈનિકમાં પ્રકાશિત કરેલ તે પણ અક્ષરશઃ મૂકેલ છે કે જે અમારા ધ્યેય ને બળ આપનાર છે આ પુસ્તકને છપાવવામાં ડો. શેખરચંદ્ર જૈન અને મારા પુત્ર દિલીપે જે સહગ આપેલ છે તેમને હું આભારી છું. પુસ્તકને સુંદર રીતે છાપવા માટે સંસ્કાર મુદ્રણાલયનાં વિદ્વાન ઇતિહાસવિદ કવિ શ્રી ગણપતિ શંકરને આભાર માનું છું. निवेदक शा. मनहरलाल मगनलाल C/o. નિયાની કેબ્રિકસ, કાપડું વાવ, માવનાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32