Book Title: Jivo Ane Jiva Do
Author(s): Shekharchandra Jain
Publisher: Manharlal Maganlal Shah
Catalog link: https://jainqq.org/explore/034909/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક વિષે અહિંસા જૈન ધર્મનું જ નહિ લગભગ બધા જ ધર્મનું મૂળ છે. જો કે જૈન ધર્મના તે પ્રાણ છે. અહિંસા પરમધ’ તેના મૂળમત્ર જેવા આરાધ્યમત્ર છે. ભ. મહાવીરે અહિંસાના મ`ત્રને જન જન સુધી પહેાંચાડવા માટે અથાગ પરિશ્રમ કરેલ અને માણુસ કેમ અહિંસક અને શુદ્ધ શાકાહારી અને તેના સતત પ્રયાસ કરેલ. તેઓએ માત્ર સ્થૂળ હિંસને જ નહિ માનસિક હિંસાને ત્રણ હિંસા ગણી, કાઈને વિષે કુવિચાર, કાઇને કુવચન કહી દુભવવામાં પણ તેએ હિંસા માનતા. સ`ક્ષિપ્તમાં મન-વચન કે કથી તેએ હિ'સાના સંપૂર્ણ વિરાવી હતા. જ અહિ'સાના આ પાલન માટે પ્રારંભમાં તેએએ ખાનપાન ઉપર વિશેષ ધ્યાન આપેલ અને માંસાહારને સથા નિષેધ કરેલ જીવા અને જીવવા દે’ (Live & Let Live) ના સૂત્રને નાદ જગાબ્યા અને આહાર-વિહારમાં હિંસા ન ચાય માટે માંસાહારને તે વ્ય ગણ્યા જ પણ રાત્રિભાજન, લીલેતરી દ્વિદળઅન્ન, બહુબીજક, પંચદમ્બરના સદંતર ત્યાગની ચુસ્તપણે હિમાયત કરી. પાણીને વિશેષ રૂપે ગાળીને જ પીવુ જોઇએ તેને પણ જરૂરી આંચરણમાં મૂકયું. વિશ્વનાં કાઇ પણ ધર્મમાં હિંસાને સ્થાન નથી. કોઈ પણ ધાર્મિક મહાપુરૂષે માંરાહારને સમન આપેલ નથી. હિન્દુશાસ્ત્રોમાં પણ રાત્રિ-ભાજન નિષેધના ઉલ્લેખ અને આજ્ઞા છે. એ વાત જુદી છે કે જીભ લેત્તુપી માનવીએ તેની સામે આંમિંચામણા કર્યા. એક વસ્તુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ - B નિશ્ચિત છે કે માનવી માંસાહારી કે હિંસક નથી તે મૂળ શાકાહારી જ છે. જંગલમાં રહેનારા આદિવાસીઓ કે તપસ્વીઓ કંદ-મૂળ ખાઈને જીવનપાવન કરતા હતા તેવા નિઃશંક ઉલ્લેખ છે જ. આજના રસને ઇન્દ્રિયના ગુલામ કે જેઓ પાશ્ચાત્ય ભૌતિકવાદ અને ફેશનની ચુંગાલમાં ફસાઈ ગયા છે, બૌદ્ધિક અતિરેકમાં જેઓ ધર્માચારણને ઢોંગ કે પુરાણપંથી સમજી તેને તિરસ્કાર કરે છે તેઓ જીવ દયાને વિચાર કર્યા વગર માંસ ભક્ષણ તરફ પ્રેરાય છે જેમાં માત્ર દંભ, અને મનની નિર્બળતા જ પ્રકટ થાય છે. આ માંસાહાર માત્ર ભેજન પૂરતુ નહિ પણ ફેશન કરનારાઓ પણ તેના પક્ષ રૂપે ભાગીદાર બને છે. સૌન્દર્ય પ્રસાધનોના નિર્માણમાં થતી હિંસા, ચામડાની કે મળ સુંદર વસ્તુઓ માટે ક્રૂર રીતે ઢોરે, અને અન્ય પ્રાણીઓ ઉપર કરવામાં આવતી હિંસા ફૂર માનવીનાં મનને પણ હચમચાવી મૂકે તેવી હોય છે. માંસાહારની સાથે આવી ફેશન પરસ્સી શેકવામાં પણ હિંસા રોકવામાં મદદ થશે. અખિલ વિશ્વ જૈન મિશન વર્ષોથી દેશ અને વિદેશમાં શાકાહારનો પ્રચાર કરી રહી છે. વિદ્વાન પંડિત રાજકુમારજી નિવાઈનિવાસીએ આ પુસ્તક મૂળ માનવ માંસાહારી નહિ શાકાહારી જ છે તે નામે લખેલ અને ગુપ્તદાન દાતાના દાનથી હિન્દીમાં પ્રકાશિત થયેલ. ધર્મપ્રેમી બંધુ શ્રી મનહરલાલે આ પુસ્તક ગુજરાતી માં મારી પ્રેરણાથી અનુવાદ કરીને પ્રકાશિત કરાવીને લોકો સુધી પહોંચાડવાનું જે કાર્ય કર્યું છે તે સ્તુત્ય છે. डॉ. शेखरचद्र जैन Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય બે શબ્દ સ'સારના સર્વ પ્રાણીએ સ્વતંત્રતાથી મુક્ત રીતે જીવવા ચાહે છે. કેઇ પણ પ્રાણીની દુઃખી થવાની છા નથી. *હું સુખની વાંછા રાખે છે. અજ્ઞાની પુરૂષ રસનાઈન્દ્રિયનેા ગુલામ બની પ્રાણીઓના સુખનું પે।તાના આહાર માટે હરણ કરે છે. તેઓનું ભક્ષણ કરે છે. આજના બુદ્ધિજીવી મનુષ્ય પેાતાના ભૌતિક સુખ, શરીરની તૃપ્તિ માટે અનેક નિર્દોષ પ્રાણીઓની નિ'તા પૂર્વક હત્યા કરીને તેઓનું સુખચેન હણી લે છે. “ હું બુદ્ધિજીવી મનુષ્ય, એ નિર્દોષપણે જીવે છે, પેાતાના કર્માથી જન્મે, જીવે અને મૃત્યુ પામે છે તે અમેધ અને નિર્દોષ પ્રાણીએ કે જેઓ તારી પાસેથી કશુ` જ માગતા નથી, તે માત્ર જીમના સ્વાદ માટે તું તેઓને માર નહિ. ગીતામાં પણ લખ્યુ છે કે જે પ્રાણી જે જાતના કર્મો કરશે તે રીતે તેના ફળ ભેગવશે. તે। તુ વિચાર કર આવા હિં‘સાત્મક કાર્યનાં કેવા પરિણામેા તારે ભાગવવાં પડશે ?” આપણે જાણીએ છીએ કે એક બાજુ માંસાહારને ઉપયેાગ વધી રહ્યો છે તે! બીજી બાજુ શાકાહારનાં પ્રચારની ઝુંબેશ પણ વેગવતી બની છે અને શાકાહારનાં ગુણધર્મો વધુ લેકે સમજવા લાગ્યા છે. આજે પશ્ચિમી દેશે માં પહેલા કચારેક ન હતા તેટલા શાકાહારને પ્રચાર થઈ રહ્યો છે છતાં હજુ તે અતિ અલ્પ માત્રામાં જ છે. અખિલ વિશ્વ જૈન મિશનનાં સંચાલક શ્રી પં. રાજકુમાર શાસ્ત્રીએ લખેલ લધુ પુસ્તિકા “માનવ માંસાહારી નહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ID શાકાહારી હૈ” હિંદીમાં મેં વાંચી, માંસ ત્યાગ કરવા પ્રેરણું આપનારી છે. મને લાગ્યું કે ગુજરાતી ભાષામાં અનુવાદ થાય તે વધુ લોકોને તેમના વિચારે સમજવાની સરળતા રહે. મેં મારા મિત્ર અને આ પુસ્તક વિષે ભૂમિકા લખી આપનાર ડે. શેખરચંદ્ર જૈનને વાત કરી અને તેમની પ્રેરણા અને સડયોગથી અનુવાદ કરેલ અને ખૂબ જ સરળ અને પ્રચલિત નામ “છ અને જીવવા દે” રાખેલ. - આ મૂળ પુસ્તક અખિલ વિશ્વ જૈન મિશન તરફથી કઈ અહિંસા ધર્મ પ્રચારક બંધુએ ગુપ્ત દાન આપી, પ્રકાશિત કરાવી તે ધન્યવાદને પાત્ર છે. આ પુસ્તકનો લાભ વધુ લોકે લે તે હેતુથી મેં મારા પિતાશ્રી અને માતુશ્રીની સ્મૃતિમાં પુસ્તક છપાવવાનું નકકી કરી નમ્રભાવે અહિંસા-પ્રચારમાં સહભાગી બનવાની તક ઝડપી છે. આ પુસ્તકમાં મૂળ અનુવાદ ઉપરાંત ગુજરાતમાં સાક્ષર શ્રી ઈશ્વર પેટલીકરે માંસાહાર, ઈડા ભક્ષણનાં વિરોધમાં જે વિચાર સંકલન ગુજરાતી દૈનિકમાં પ્રકાશિત કરેલ તે પણ અક્ષરશઃ મૂકેલ છે કે જે અમારા ધ્યેય ને બળ આપનાર છે આ પુસ્તકને છપાવવામાં ડો. શેખરચંદ્ર જૈન અને મારા પુત્ર દિલીપે જે સહગ આપેલ છે તેમને હું આભારી છું. પુસ્તકને સુંદર રીતે છાપવા માટે સંસ્કાર મુદ્રણાલયનાં વિદ્વાન ઇતિહાસવિદ કવિ શ્રી ગણપતિ શંકરને આભાર માનું છું. निवेदक शा. मनहरलाल मगनलाल C/o. નિયાની કેબ્રિકસ, કાપડું વાવ, માવનાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ છે અને જીવવા દો : આહાર વગર જીવન નભી શકે અહીં. જન શુદ્ધ અને સાત્વિક હોય, જે ખાવાથી હૃદયમાં શુદ્ધતા અને સાત્વિકતા, પવિત્રતા અને દયાભાવ અને સાથોસાથ બુદ્ધિ તીર્ણ બને, શરીરને શક્તિ અને તેજ પ્રાપ્તિ થાય, આ પ્રકારના ભોજનથી આચાર-વિચારમાં સાત્ત્વિક્તા પૂર્ણ ઉત્તમ વિચારધારાઓ જમે છે. કહ્યું પણ છે કે, “જેવું ખાય અન્ન તેવું થાય મન, જેવું પીવે પાણી તેવી થાય વાણું” ભારત યુગોથી ધર્વિષ્ઠ દેશ રહ્યો છે જેના અનેક એતિહાસિક દાખલાઓ ભારતીય ઇતિહાસમાં જઈ શકાય છે. આ દેશના ભારતીયોએ અનેક વખત વિવિધ પ્રકારનાં રીઢા અપરાધીઓને પણ ક્ષમા યાચના કરવાથી, ક્ષમાં દાન કરી અંતરની વિશાળતા બતાવી છે. જો કે રાજનીતિ સાથે આવી વાતોનો મેળ ન ખાય અને આવી બાબતેને લીધે ભારતે ખૂબજ નુકસાન પણ વેઠયું છે, છતાં ભારતીય સંસ્કૃતિ આ પ્રમાણેની જ ઉદારતા વતી રહી છે. સંતે અને મહત, ઋષિઓ અને મુનિઓની આ પાવન અને પવિત્ર ભૂમિ પર, આવા મહર્ષિઓનાં પવિત્ર ચરણે પાસે જાતીગત તેમજ સ્વભાવગત વિરોધી પ્રાણીઓ જેવાકે નાળિયે અને સાપ, સિંહ અને ગાય, બિલાડી અને ઉંદર જેવા જન્મજાત વિરોધીઓ પણ પોતાના વેરભાવને ત્યજીને એક જ ઘાટ પર પાણી પીતાં હતાં. અર્થાત પરસ્પર પ્રેમથી રહેતાં હતાં. અરે ! સિંહણ વાછરડાને અને ગાય સિંહણના શિશુને પ્રેમ અને વાત્સલ્યથી ધવડાવતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ જ્યારે આ મહામુનિરાજોને આવા પ્રકારના અતિશયા અને ચમત્કાર વિષે પૂછ્યું, તેએએ ખૂબજ સાહજિક રીતે જવાબ આપેલ કે આવું બધુ પવિત્ર વિચારો અને શુદ્ધ ભાજનને લીધે જ ઉત્પન્ન થાય છે, વિચાર કેવા હોવા જોઇએ અને ભેજન કેવા પ્રકારનું હાવુ જોઇએ એવા પ્રશ્ન જ્યારે કરવામાં આવે ત્યારે તેઓએ કહ્યું હતું કે વિચાર સ રીતે ભદ્રમય અને સર્વોદયી હેવા જોઇએ અને ભેાન એવું હાવું જોઇએ કે જે મળબુદ્ધિ અને એને સમૃદ્ધ બનાવી શરીરના દરેક અંગને સ્વસ્થતા અને સમળતા પ્રદાન કરનાર હોય પણ જેનાથી કોઇ પણ પ્રાણીનાં પ્રાણ ન હણાય. અને આવે! મહાર તે શાકાહાર અને અન્નાહાર જ છે, માંસાહાર નહી.. આપણે જીવ સૃષ્ટિના ઉદ્ભવને ચાર વિભાગમાં વિભાજિત કરી શકીએ- અંડજ, પિંડજ, સ્વેદજ અને ઉર્દૂભજ આ ચારમાંથી પ્રથમ ત્રણને તેા સુખ-દુ:ખની અનુભૂતિ થાય છે પણ ચેાથાની સંજ્ઞા અંતર્મુખી હેાવાથી તેને સુખ-દુઃખની અનુભૂતિ હોતી નથી જેમકે ઘઉં, ચણા વગેરે માટે આ માંસના અતર્ભાગમાં આવતાં નથી. કેટલાક લેાકેા એમ પણ કહી શકે કે અન્ન અને શાક-ભાજીમાં જીવ છે. તે આ બધું કેમ ખાવે છે ? તેનુ સમાધાન કરતાં આચાયો એ કહ્યું છે કે જે શરીરમાં સાત ધાતુઓ હેાય છે તેવા જ શરીરને માંસ કહેવામાં આવે છે. અન, શાક-ાજીમાં આ સપ્ત ધાતુએને અભાવ હેાવાથી તેમને માંસ માની શકાય નહીં. માણસનુ' પ્રાકૃતિક ભેાજન અન્નાહાર અને શાકાહારજ હતુ. કેટલાક લોકો કહે છે કે આદિ-માનવ શિકારી હતા. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ પશુ-પક્ષીઓને મારીને જીવન નિર્વાહ કરતે હતે. આ કથન માત્ર બ્રામક જ નથી પરંતુ હું પણ છે. જૈનગ્રંથમાં આ કાળને ભેગ ભૂમિ કહેવાયું છે. અને કહ્યું છે કે તે યુગમાં પ્રાણીઓમાં તામસી વૃત્તિઓ જાગૃત થઈ ન હતી. તેઓ પ્રાકૃત્તિક જીવન વ્યતીત કરતાં હતાં પારસ્પરિક પ્રેમથી રહેતાં હતાં. પ્રેમમાં જ વિકસીત થતાં અને જીવન વ્યતીત કરતાં હતાં. કલ્પવૃક્ષોના આશ્રયે તેમનું જીવન નિર્વાહ થતું હતું. જેને જ નહીં વૈદિક અને બૌદ્ધ માન્યતાઓ પણ આદિ-માનવને અહિંસક અને શાકાહારી જ સિદ્ધ કરે છે. એટલું જ નહીં ભારત બહારના ગ્રંથ કુરાન, બાઈબલ વગેરેમાં પણ આ કથનની પુષ્ટિ મળે છે. તેથી આટલું તે સર્વમાન્ય છે જ કે માનવ શાકાહારી છે. આની દ્રષ્ટિ કરતાં પહેલાં એક વાતનો ઉલ્લેખ કરીશ કે આજની યુવાન પેઢીને માત્ર ધર્મગ્રંથોની કસોટી પર સિદ્ધ વાત સ્વીકારવી નથી. માટે જરૂરી છે કે શાકાહારની ઉપયોગિતા તથા તેની મહત્તા સામાજિક, વૈજ્ઞાનિક, નૈતિક, આર્થિક અને શારીરિક સ્વા થ્યની દ્રષ્ટિએ સિદ્ધ કરવી જોઈએ. આજે તે પશ્ચિમના રાખ્યો પણ માંસાહારને ત્યજીને શાકાહાર તરફ આકૃષ્ટ થઈ રહ્યાં છે. તેઓની માન્યતામાં ધાર્મિક ભાવના એટલી નથી જેટલી તર્કશક્તિ અને વૈજ્ઞાનિક બુદ્ધિ છે. જ્ઞાન-વિજ્ઞાનનાં આલેકમાં (પ્રકાશમાં) જો આપણે જોઈએ તે માનવ શરીરના અંગેની રચના શાકાહારને અનુકૂળ કરવામાં આવી છે. જે પશુઓને આહાર માંસ છે તેમની અને માણસની અંગરચનામાં માટે તફાવત છે. એક અમેરિકન વિદ્વાન ચિકિત્સક ડો. એ. વાચમેન અને તેમના સહ કાર્યકર ડે. ડી. એસ. વર્નસ્ટિન સાથે એક વિશેષ સંશોધન હાથ ધરાયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ જેને વિષય હતે “મનુષ્યને માટે માંસાહાર એગ્ય છે અથવા શાકાહાર” શાકાહારીને લાંબુ આંતરડું હોય છે કાળજુ નાનું જ્યારે માંસાહારીના આંતરડા નાના હોય છે અને કાળજુ મોટું હોય છે. આ મોટા કાળજામાંથી જે હાઈડ્રએસિડ રસ કરે છે તે હાડકાને પણ ઓગાળી નાખવાની શક્તિ ધરાવે છે. પણ માણસના કાળજામાંથી તે પ્રકારનું એસિડ ઝરતું નથી. ડે. મિલિએ ઘેટું, કૂતરો, બિલાડી અને વાંદરાની પડીનો મનુષ્યની ખોપડી સાથે તુલનાત્મક અધ્યયન કર્યું. તે તેઓને જણાવ્યું કે માણસની ખોપડી વાંદરાની વધુ નિકટ છે. એને સિદ્ધ કર્યું કે વાંદરાની જેમ માણસ પણ ફળાહારી છે. તેઓએ આ બંનેની દાંતની સમાનતા દર્શા– વતા લખ્યું છે કે માંસાહારી જનાવરોના આગળના બે દાંત ખૂબજ અણીદાર હોય છે જે માંસને ફાડી નાખવામાં મદદરૂપ થાય છે. જયારે માણસને દાંત સમતલ હોય છે. આ ઉપરાંત અનેક બીજા ડોકટરોએ પણ અનેક બીજ અંતર શોધી કાઢયા છે. માંસાહારી જાનવર જ્યારે પાણી પીવે છે ત્યારે તે જીભથી લપ-લપ કરીને પીવે છે. જ્યારે શાકાહારી માણસ, ગાય, ઘોડા વગેરે હોઠ મિલાવીને જીભથી ખેંચીને પાણી પીવે છે. જીવશાસ્ત્રના વિદ્વાનોએ લખ્યું છે કે માંસાહારી પ્રાણીની ચામડીમાંથી પરસે નિકળતો નથી પણ તે મુત્રાશય અને જીમથી કાઢે છે. જ્યારે માણસની ચામડીમાંથી પરસે બહાર નિકળે છે. માણસના નખ તીર્ણ નથી હોતા જયારે માંસાહારીના નખ તીક્ષણ અને અણીદાર હોય છે. આ ઉપરાંત બીજી અનેક શારીરિક રચના અને પાચન ક્રિયાને જોઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ તે આપણે સહેજે એવા તારણ ઉપર પહોંચી શકીએ છીએ કે માણસ માંસાહારી નથી શાકાહારી જ છે. કેટલાક લોકોની માન્યતા એવી છે કે માંસ બળવર્ધક અને પૌષ્ટિક હોય છે. તે આપણે આ વિધાન પર પણ વિચાર કરીએ. ફ્રાંસના પ્રસિદ્ધ વિદ્વાન પીપરગેલેંદરીએ કહ્યું છે કે હું માણસના અંગેનું સંપૂર્ણ અભ્યાસ કરી ગર્વ સહિત નિર્ણય આપીને કહી શકું છું કે માણસ શાકાહારી પ્રાણી છે. જેઓ માણસને માંસાહારી બતાવે છે કે બનાવે છે અથવા પોતે માંસાહાર કરે છે તેઓ મોટી ભૂલ કરે છે અને પિતાના શરીર અને જીવન બનેને નષ્ટ કરે છે. કેટલાક લોકોની માન્યતા છે કે માંસ શક્તિવર્ધક છે પણ હકીકતે આ અવિચારી માન્યતા છે. વિચાર તે કરે માંસ શું છે ? તે શાકાહારથી બનેલ એક શારીરિક ઘટક છે. સામાન્ય રીતે તે પ્રાણીઓનું જ માંસ ખવાય છે. જે શાકાહારી જીવ છે. ત્યારે તાર્કિક રીતે અને ન્યાય સંગત તે એ છે કે તેજ વસ્તુઓ ખાવી જોઈએ કે જેનાથી આ પ્રાણીઓનું માસ બને છે. જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિવાળા પશુ-પક્ષીઓ જ્યારે વિભિન્ન પ્રકારના ખાદ્ય પ્રદાર્થો પચાવીને માંસ બનાવે છે ત્યારે તે માંસની સાથે સાથે તે પ્રાણીને વિશેષ તર પણ ભળે છે. માણસ જ્યારે આવી રીતે માંસ ભક્ષણ કરે ત્યારે તે પ્રાણીના જે ત એ માંસમાં ભળે છે તેને પણ ખાતે હોય છે, અને તેની સાથે તે પ્રાણીની વૃત્તિઓ પણ તેના માંસની સાથે સાથે તેના પેટમાં પ્રવેશ કરે છે. એ કારણને લીધે જ માંસાહારીમાં પાશવિક શક્તિઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ કોધનો આવેગ, અવિવેકીપણુ અને કાયરતા વિકસિત થઈને ઉભરાવા લાગે છે, તેને શક્તિ ન કહેવાય આ તે માત્ર ઉદવેગજ માનવામાં આવશે. સાચું તો એ છે કે દીર્ધાયુ અ ને રથ જવન માટેની ઉત્તમ દવા શાકાહાર છે. ડે. એન્ડરસને સાચું જ કહ્યું છે કે નકકી કરેલા સમયે માનવીના આંતરડાઓ માંસ સેવનથી ઉત્પન્ન થતાં તત્ત્વ જે ટેકસિન છે તેને રોકી શકતે નથી અને આ ટેકસિન હિમાં ભળીને લેહીને વિષાકત બનાવી દે છે જેનાથી મેટા મેટા જીવલેણ રાજરોગ ઉત્પન્ન થાય છે. ભેજનમાં પ્રોટીન, લવણ, ચરબી, કાર્બોહાઈડ્રેસ, પાણી, કેશિયમ, લેહ તત્ત્વ અને વિટામિનની જરૂર છે. માંસ દ્વારા પ્રાપ્ત થતાં પ્રોટીન કરતાં ચણા, કઠોળ અને ફળોમાં ખૂબજ વધુ માત્રામાં પ્રોટિન હોય છે. ફળ અને શાકાહારી ભેજનમાં વિટામિન પણ વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે જેવાકે આમળામાં વિટામિન સી, અને લેહતત્ત્વ, ગાજરમાં વિટામિન એ, બી, સી, ડી, તો હોય જ સાથેસાથ લેહતત્ત્વ વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તદુપરાંત લીંબુ, સંતરા, ટામેટા, સફરજન વગેરેમાં બધા વિટામિન્સ અને પાણી, લવણ, કેશિયમ, કાર્બોહાઈડ્રેડ વગેરે શરીરના સંરક્ષણ માટે જરૂરી અને ઉપયેગી ત પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. માંસમાં કેશિયમ ખૂબજ ઓછું હોય છે અને કર્બોહાઈડ્રેડ પણ નથી હોતું આ બંનેના અભાવથી માંસ પેટમાં સડવા લાગે છે અને સડે ઉદરકૃમિ તથા ગેસ જેવા ભયંકર રોગ ઉત્પન્ન કરે છે. નેશનલ કેસર ઈસ્ટીટયૂટના ડે. જોન હેગ વગેરેએ લખ્યું છે કે માંસ ખાવાથી કેસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ જેવા ભયંકર રે માણસને ઘેરી લે છે. શરીર વિજ્ઞાનના વિદ્વાન ડે, કિડલાહર નિશ્ચિત રૂપે માને છે કે માંસના પ્રત્યેક ટૂકડામાં વિશાક્ત દ્રવ્યો અને યુરિક એસિડ ભરેલા હોય છે. અને આ કારણે તે પાચનશક્તિની સરેરાસ બહાર હોય છે. આ કણે ધીમે ધીમે સાંધાઓમાં ભેગા થાય છે જેનાથી સંધિવા જેવા ભયંકર રોગો થાય છે તથા ક્ષય અને હૃદય રોગની બિમારીઓ ઉત્પન્ન થાય છે. હમણાં જ થયેલી વૈજ્ઞાનિક શોધ મુજબ એ સિદ્ધ થયું છે કે એક ઈડામાં લગભગ ચાર ગ્રેઈન કોલેસ્ટ્રોન નામનું ભયંકર તત્ત્વ મળે છે. કોલેસ્ટ્રેનના આટલા વધુ પ્રમાણને લીધે ઇંડા ખાવાથી હૃદયરોગ, હાઈબ્લડપ્રેસર અને આંતરડામાં જન્મ થાય છે. ધમનીમાં ઘા થઈ જાય છે. આવી રીતે અનેક પ્રકારના રોગોને જન્મ આપનાર સ્વાથ્યને હાનીકર્તા માંસ ભક્ષણ સર્વથા નિરર્થક છે. હકીકતે માંસ શક્તિવર્ધક નથી કારણ કે તેમાં જે થોડાં ઘણું વિટામિન કે પ્રોટિન હોય છે તે રાંધવાને લીધે નષ્ટ થઈ જાય છે. માંસ કાચું ખાઈ શકાતું નથી તેનાથી ઉલટું શાકભાજીને રાંધ્યા પછી પણ તેમા વિટામિન વગેરે તે સંપૂર્ણ નાશ પામતા નથી અને ફળ, શાકભાજી કાચાં પણ ખાઈ શકાય છે. આયુર્વેદના પ્રકાંડ વિદ્વાન મહર્ષિ ચરકે સ્પષ્ટ કર્યું છે કે ભેજનમાં નિગ્ધતાનું (તેલ્યનું) વિશેષ મહત્વ છે. સ્નિગ્ધ ભજન રોચક, સ્વાદિષ્ટ, અગ્નિવર્ધક, રંગ-રૂપને સુંદર બનાવનાર અને વાયુને નાશ કરનાર હોય છે. માંસમાં આવી સ્નિગ્ધતા નથી પણ રૂક્ષ છે. માટે જ કાયાકલ્પ જેવા મહાન પુનઃ યૌવન પ્રાપ્તિનું કર્મ માંસ દ્વારા થઈ શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ નહીં જ્યારે તે કાર્ય અન્ન, શાક-ભાજી, ફળ તથા દૂધ-દહીં છાશથી થઈ શકે છે. શરીરમાં થતાં ચકક્ષય, મગજક્ષય અને માંસક્ષયની પરિસ્થિતિમાં દૂધ, ચણા, મગ, અને અંકુરિક કઠેળ ખૂબ જ લાભપ્રદ હોય છે. શાકાહારનું આર્થિક પાસું. માંસ મેંઘી વસ્તુ છે જે ઘી અને સારા મસાલા વગર ખાઈ શકાય નહીં. અને જે દેશમાં સામાન્ય માનવીને પટ ભરીને રોટલો પણ ઉપલબ્ધ નથી ત્યાં માંસાહારની વ્યવસ્થા હાસ્યાસ્પદ નથી તે બીજું શું છે ? માંસ બાર કે પંદર રૂપિયાથી ઓછા ભાવે પરવડતું નથી જ્યારે શાકભાજી આજે પણ પ્રમાણમાં સસ્તાં છે. શાકાહારનું સામાજિક પાસું. સાધારણ રીતે દરેક જીવની વૃદ્ધિ તેની યેગ્યતા મુજબ થાય છે પણ માણસમાં વિવેક વિશેષ અનુદાન રૂપે પ્રાપ્ત થયેલ છે. તેને વિશેષ રૂપેબુદ્ધિ અને તર્કશક્તિ પણ પ્રાપ્ત થઇ છે. અને જે આ શકિતઓને તે ઉપગ ન કરે તે પશુમાં અને તેનામાં કેઇ ફેર રહેતું નથી. આજનો માનવી કેટલે સ્વ થધ બની ગયો કે તે હરતાં-ફરતાં પિતાના મનેવિનોદ કે પાપી પેટ ભરવા કે અંધશ્રદ્ધામાં ધાર્વિકતાના નામે કલબલાટ કરતાં અને ફેર-કુદરડી રમતાં નિર્દોષ ભેળા પશુ-પક્ષીઓની બલી ચડાવીને મારી નાખીને ખાઈ જાય છે. તે સમયે આ મં ગા એકસુર પ્રાણીઓને મારતી વખતે તે સહેજે વિચાર નથી કે તેના મૃત્યથી તેમને - - - - - - - - - - - - - - - - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ - ફટલી વેદના થતી હશે ? જરા વિચાર કરે કે તમને નાનકડે કાંટો વાગવાથી કેટલું દુ:ખ થાય છે ? અને જ્યારે તમે પશુ-પક્ષીઓના શરીર પર છરી ફેરવે. બંદુકની ગળીથી વીંધી નાખે ત્યારે તેઓને કેટલી વેદના થતી હશે ? તેઓ તમારી પાસે કશુ જ માંગતા નથી. ધન કે જમીનમાંથી ભાગ પડાવવા માંગતા નથી. તમારી બુરાઈ પણ કરતાં નથી. તેઓ બિચારા જંગલના વૃક્ષ પર રહે છે અને ફળ-ફૂલ કે નીચે પડેલા દાણુ ખાઈને જીવન વ્યતીત કરતાં હોય છે. પોતાના ઉઘાડા શરીર ઉપર શરદી, ગરમી, અને વરસાદ સહન કરતાં હોય છે. તેઓ તમારી પાસેથી સૂવા બિસ્તર, પહેરવાં કપડાં માંગતાં નથી છતાં તમે એ નિરપરાધીઓની જાન લઈ લે છે, એની ચામડી ખેંચી લે છે, તેમને જીવતા આગમાં સળગાવી દે છે. એવી તે એમની શી ભૂલ હતી આટલી ક્રૂરતાથી તમે તેઓને શિક્ષા કરે છે ? દરેક પશુ-પક્ષીએ કઈને કઈ ખાવાની વસ્તુનો ત્યાગ કર્યો છે. પિટનો જ દાખલે લઈએ, તેને આખા દિવસ પાંજરામાં પૂરી રાખે, ખાવા-પીવાનું ન આપો અને રાત્રે તેની સામે દાણા મૂકો તે તે કયારેય નહીં ખાય ઉંટ-કટેરા, કૂતરો-મધ, બકરી-ધતૂરો અને ગધેડે તમાકુ નથી ખાતા. ઘણા પશુઓ માંસ નથી ખાતાં પણ આ માનવ સર્વ ભક્ષી બની ગયું છે. હવે તેને દિવસ અને રાતનો વિચાર રહ્યો નથી. પ્રકૃતિએ તે હજારે પ્રકારના ખાદ્ય પદાર્થો જેવાકે ઘઉં, ચોખા, ચણા, મગ અન્ય કઠોળ, સંતરા દ્રાક્ષ, દાડમ, કેળા, જમરૂખ વગેરે ફળ અનેક પ્રકારના શાકભાજી, ચટણી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ પાપડ, ઘી, દૂધ આ માનવ માટે સજર્યા છે. આ સર્વ વસ્તુને આગવા છતાં તેને તૃપ્તિ થતી નથી તેથી તે પ્રકૃતિની સુંદરતમ કૃતિ પશુ-પક્ષીઓને મારીને ખાઈ જાય છે. અરે ! આ માણસે તે આંકળ, ભાંગ, ધતૂરે કે શખિયે પણ છોડ નથી. કોઈને કોઈ રીતે આવા ઝેરને પણ તે ખાઈ ગયા છે. આ સર્વભક્ષી માનવે સર્વનાશી શરાબને પણ છેડી નથી કેવી વિડંબણ છે ? ઈરાનના પાટનગર તહેરાનમાંથી એક અંગ્રેજી-દૈનિક પ્રગટ થાય છે. તેણે તેરમી માર્ચ ૧૯૯૭ ના અંકમાં લખ્યું છે કે જે તમે માસ ભક્ષણ, ધુમ્રપાન અને શરાબ જેવા પણ છોડી દે તે બસે વર્ષ સુધી જીવી શકે છે. ત્યાં ઈરાનની એક વેજીટેરિયન ઇટસ એસેસિયેસન સોસાયટી છે. તેની માન્યતા છે કે શાકાહાર એજ સર્વોત્તમ આહાર છે. ત્યાં એક હોટેલ છે કે જે માત્ર શાકાહારી ભેજન જ પીરસે છે, શાકાહાર ઉપર નિયમિત ચર્ચાઓ થાય છે. સૂકી કવઓએ પણ આ ભૂમિ પરથી માંસ ત્યાગનો ઉપદેશ આપેલ અને તેઓએ અહિંસાને આ સિદ્ધાંત મિશ્ર, ફિલસ્તિન અને ચૂનાન સુધી ફેલાવ્યું હતું. ડે. મેહ. હફીઝ સહીદ અલ્હાબાદ યુનિવર્સિટીના અધ્યાપક કુરાન શરીફના ૪૩૮ ના મતે સંસારના સૌ નાનામોટા છે ખુદાના પરિવારમાં જીવે છે. કલામે હબીબમાં હજરત મોહમ્મદ સાહેબે ફરમાવ્યું છે કે જે તેના પરિવારને પ્રેમ કરે છે, ખુદા પણ તેને પ્રેમ કરે છે. નાની સરખી દયા પણ મેટી-મેટી અંદગી કરત સારી છે. આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદે માત્ર માંસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ને જ નહીં પણ મદ્ય અને મધુ બનેના ત્યાગનો ઉપદેશ આપે છે. રૂસના મહાન વિચારક ટેલ્સટેચ પૂર્ણ શાકાહારી હતાં મહાન નાટયકાર અને વિશ્વ કવિ જર્જ બર્નાડ–શે, વિશ્વ કવિ રવિન્દ્રનાથ ટાગોર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ભારતના પ્રથમ રાષ્ટ્રપતી મહામહીમ ડે. રાજેન્દ્ર બાબુ, ડે. જેકેબી, લેક માન્ય ટિળક, મહામના માલવિયજી વગેરે મહાનુભાવો સંપૂર્ણ શાકાહારી હતાં. શકિતના પૂજ સમા અનેક પહેલવાન રામમૂર્તિ, મિસ તારાબાઈ, સુધાકર પહેલવાન વગેરે આવા તે શક્તિશાળી હતાં કે દેડતી મોટર રેકી લેતા હતા અને છાતી પર હાથીનું વજન ઝીલતા હતા, વળી છાતી પર મોટા પથરાઓ મૂકાવી ઘણથી ટીપાવતાં હતાં. આજે પણ માસ્ટર અંદગીરામ રઘુવીર વગેરે પ્રસિદ્ધ પહેલવાને સંપૂર્ણ શાકાહારી છે. આ સહુએ શાકાહારને શકિત, ઓજ અને સ્કૂર્તિદાયક કહ્યું છે માંસાહારને નહી. ગુરૂદેવ નાનક અને પારસી ધૂમના ગુરૂ જરદસ્ત પિતે માંસાહારી ન હતાં અને તેઓએ બીજાઓને પણ માંસ નહીં ખાવાની સલાહ આપી છે. શાકાહારના સમર્થનમાં આર્થિક વૈજ્ઞાનિક, સામાજિક પાસાઓથી એ સિધ્ધ થઈ ચુકયું છે કે શાકાહાર એજ સર્વોત્તમ આહાર છે. હવે અમે પાઠકેને જણાવવા માગીએ છીએ કે શાકાહાર વિષે વિશ્વના બધાં ધર્મ પ્રણેતાઓ અને મહાન નેતાઓ તથા વિશિષ્ઠ વિદ્વાનોએ કેવા મતે વ્યકત કર્યા છે. વિશ્વના લગભગ બધાં ધર્મોમાં કેટલીક માન્યતાઓને લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પારસ્પરિક વિવાદ હોવા છતાં સૌએ અહિંસા એજ પરમ ધર્મ છે તે સિદ્ધાન્તને સ્વીકાર સર્વાનુમતે કરેલ છે જૈન ધર્મના ચાવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર અહિંસા ધર્મના પ્રમુખ પ્રચારક બન્યા તેથી તેને અહિંસાને અવતાર મનાય છે. તેએએ દેશના વિવિધ ભાગમાં વિહાર કરી અહિંસાને સૂક્ષ્માતિસૂક્ષ્મ વિવેચન કર્યુ છે. જેથી તે સમયના પ્રાણી માત્રને અભયદાન પ્રાપ્ત થયું અને આ કાર્ય થી ભગવાન મહાવીરના નામની સુગધ ચેામેર પ્રસરી. તેએની કીર્તિ સાંભળીને ઈરાનના પાટવીકુ વર અરદ્દાત ભારત આવ્યાં અને ભગવાન મહાવીરની એજસ્વી અને દિબ્ય વાણી સાંભળી ને પેતે અહિંસા ધર્મને! સ્વીકાર કરી અહિંસક બની ગયા. સભવ છે કે તેએએજ સર્વપ્રથમ ઈરાનમાં અહિંસાને પ્રચાર કર્યો હેાય. તેએએ માંસને સંપૂર્ણ ત્યાગ કર્યાં અને આજે પણ તેઓ શ્રીની વાણીને અનુસરી ઈરાનમાં શાકાહારને પ્રચાર વધી રહ્યો છે. પાચનતંત્રની અંદરની બીમારીઓના તજજ્ઞ અને મેડીકલ કેાલેજના પ્રેફેસર ડો. મહમ્મદકાર સાહેબનું કહેવું છે કે તમે તે પદાર્થને આરોગીને જીવીત રહેવાની આશા કેમ કરી શકે! કે જે પાતે મડદુ છે ! શાકાહારના લાભે! ફિજીયેાલેાજિકલ અને ખાયેાલેાજિકલ દ્રષ્ટીએ એટલા તેા સ્પષ્ટ છે કે તેને માટે તેના પક્ષમાં દલીલે કરવી કેાઈ જરૂરી નથી તેએ સપૂર્ણ શાકાહારી છે. પેાતાની પુત્રીને શાહારી રાખી છે જે આજે વીસ વર્ષની છે. અને સ‘પૂર્ણ સ્વસ્થ છે. તેઓ આગળ કહે છે કે મે' લાંબુ અને સ્વસ્થ જીવનની કળાનુ રહસ્ય પ્રાપ્ત કરી લીધુ` છે, અને તે છે સંપૂર્ણ શાકાહારી ભેાજન ઉપર આધાર રાખવા. દરેક ધર્મના શાસ્ત્રા અને ધમ નેતાને!, દેશ-પરદેશના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વિદ્વાને, વિજ્ઞાનના શેાધકા, પ્રસિદ્ધ ડોકટરોએ પ્રગટ કરેલા રિપોર્ટસ વાંચવાથી વિદેશેામાં પણ શાકાહારના પ્રભાવ વધ્યા છે. ત્યાં હુન્નરોની સંખ્યામાં લેાકે શાકાહારી બની રહ્યા છે. અને માંસ ભક્ષણને પ્રચાર ઘટી રહ્યો છે. માંસથી શિકત વધતી નથી. આજે સમસ્ત વિશ્વમાં એન્જિને સુદ્ધાની શિકતનું અનુમાન ઘેાડાની શકિતથી ( હોસ પાવરથી ) મપાય છે, સિંહથી નહીં ઘેાડો ભૂખ્યું મરી જશે પણ માંસ ભક્ષણ નહીં કરે આજના વિજ્ઞાને પણ હાશ વર્ષ પહેલાં જે વિધાન કરવામાં આવ્યુ' હતું કે શાકભાજીમાં પાંચગણુાં શકિતદાયક વિટામિન્સ હોય છે તેને સિદ્ધ કરીને સમન આપ્યું છે. એક અગ્રેજ વજ્ઞાનિક પેાતાના પુસ્તક હેલ્થ એન્ડ લેન્ગેવીટી એરિએન્ટલ વેોચમેન પૂનામાં લખે છે કે કેટલાક લોકા “ભૂલ ભરેલી માન્યતાથી એમ વિચાર કરે છે કે માંસમાં વધુ શિકતશાળી તત્ત્વા હેાસ છે, પણ વૈજ્ઞાનિક એ ખૂબજ ઝીણવટથી સશોધન કર્યા પછી સિદ્ધ કર્યું છે કે એક પાઉન્ડ શાકભાજીમાં માંસ કરતાં પાંચગણા વધુ પેષક તરવા હાય છે.” ભારત-તીબેટ સીમા પેાલિસના પર્વતારોહી દળના નેતા શ્રી મહેન્દ્રસિંહે હિમાલય પર્વતના સર્વોત્તમ શિખર પ ́ચચલી ઉપર ૨૬મી મે ૧૯૭૬ના દિવસે જે વિજય પ્રાપ્ત કર્યો હતા. તે વિષયને તેએએ શાકાહારી વિજય ગણાવ્યેા હતા. તેમના પતારાહી દળના સભ્યાએ પતારાણુ દરમ્યાન માત્ર શાકાહારી ભાજન જ લીધેલુ, અને તેનાથી તે ને કાઈ પ્રકારની તકલીફ થઈ ન હતી. આઠ ટનના રાડ રોલરના આગળ પૈડાઓનેા ભાર પોતાની છાતી ઉપર ઝીલનાર અને દાડતી મેટરને ફેકી દેનાર ભારતીય પહેલવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી સુધાકરનું કહેવું છે કે માંસાહાર શારીરિક સ્વાસ્થ્ય માટે બિલકુલ જરૂરી નથી. શુદ્ધ શાકાહારી ભેજન શારીરિક શિતની વૃદ્ધિ માટે વધુ પ્રભાવેત્પાદક છે. પહેલવાન શ્રી સુધાકર સપૂર્ણ શાકાહારી છે એવી શકા પ્રમુખ સાપ્તાહિક પત્ર બ્લિટ્સના પત્રકારને થઇ ત્યારે તેમની શંકાનું નિવારણ કરતાં તેઓએ જણાવ્યુ` કે શાકાહારી ભાજન શારીરિક અને માનસિક શિતને ટકાવી રાખવા માટે સપૂર્ણ આહાર છે. તિબેટના સંત દલાઈલામા દ્વારા માંસાહારને ત્યાગ અને સ`પૂર્ણ શાકાહારી બનવાની વૃતિજ શાકાહારની ઉત્તમ તાના ઉત્તમ દાખલેા છે ઇરાનના મહાન સંત પાયથાગે રસ સંપૂર્ણ શાકાહારી હતાં. મકકા મદીનામાં આજે પણ કમરની આજુબાજુ ખૂબ દૂર સુધી પશુ હત્યાને નિરોધ છે. એટલું જ નથી આ સ્થાનમાં શરીરમાંથી જૂ પણ બહાર ફેંકી શકાતી નથી. હરિયાણા પ્રદેશના રહેવાસીએ લગભગ શાકાહારી છતાં તેઓ ખૂબજ બળવાન અને યુદ્ધમાં શત્રુએ ને હફાવવામાં પ્રસિદ્ધ રહ્યા છે. સર્વત્ર એક વાત તો પ્રસિદ્ધ છે જ કે ભારતીય લાકે ભગવાનના પરમ ભકત હાય છે. તેએ પેાતાના ઈષ્ટ દેવના ચરણામાં સર્વોત્તમ વસ્તુનુ* પ્રસાદ ચડાવે છે અને સમર્પણ કહે છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે હજાર વર્ષોથી ભગવાન રામ કે કૃષ્ણના મદિરમાં માંસને પ્રસાદ ધરવામાં આવતા નથી. અન્ન, દૂધ, દહીં કે વિવિધ પ્રકારના ફળફળાદી અને મિષ્ટાન્નને પ્રસાદ ધરવામાં આવે છે. આ રીતે માંસાહાર ધાર્મિક દ્રષ્ટિએ, નૈતિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, ઉચિત કે લાભકર્તા નથી. ઉલટુ એ તે પાપના મૂળ છે. જેથી તેને ત્યાગ કરવાજ ઉત્તમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સંસારના વિભિન્ન દેશમાં શાકાહારને પ્રચાર ઈ.સ. ૧૯૦૮માં ઈન્ટરનેશનલ શાકાહારી યુનિયનની પ્રથમ બેઠક શ્રી જયોર્જ જેરા આાઉના પ્રસ્તાવથી ડ્રેસડર્નમાં ભરાઈ હતી. વેજીટેરિયન સોસાઈટી ઇંગલેંડના સચીવ આબર્ડ બ્રોડવેટ દ્વારા સંચાલિત આ સાઈટીમાં ફ્રાંસ ના, હોલેન્ડ, જર્મની વગેરે દેશોના પ્રતિનિધિ સામેલ થતાં રહયાં છે. આ સાઈટીનું મુખ્ય કાર્ય શાકાહારી આચરણ તેની જાણકારી આપવી, તેના આદર્શન વિસ્તાર સંભવ બનાવવાનો છે એમાંથી વિદેશોમાં ખૂબ લાભ થઈ રહ્યો છે. અને શાકાહારનો મોટા પાયે પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે. અખિલ વિશ્વ જૈન મિશનનાં પ્રધાન સંચાલક ડે. જાતિ પ્રસાદ જૈન (Ph. d.) સતત પત્ર દ્વારા વિદેશને સંપર્કમાં રહે છે અને ત્યાંથી આવેલી શંકાઓનું નિવારણ કરી તેઓને ઉત્સાહિત કરતાં રહે છે. પશ્ચિમી દેશમાં શાકાહારને પ્રચાર કરનારી પ્રમુખ સંસ્થાઓ. (૧) ધી ઓડર ઓફ ધ ગેડન એજ લન્ડન (ઈગલેન્ડ) (૨) ધી વૈજટેરિયન સાઈટી લંડન (ઈંગલેન્ડ) (૩) લી નેશનલ એન્ટી વિવિસેકસન લીગ, લંડન (૪) ધી ફૂડ એજયુકેશન સોસાઈટી, લંડન (૫) ધી લિવરપૂર વૈજેટેરિયન સાઈટી ઈગલેન્ડ (૬) ધી સ્કોટિસ બૅજેટેરિયન સાઈટી, ગ્લાસગો (સ્કોટલેંડ) (૭) ધી નોટિંઘમ વૈજેટેરિયન સેસાયટી નાટિંધમ (ઇંગલેન્ડ) (૮) ધી જર્મન વૈજટેરિયન સોસાયટી, ફેકફન (જર્મની) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૬ (૯) ધી અમેરિકન હયૂમેન એજયુકેશન સેાસાયટી, સંયુકત રાજ્ય અમેરિકા (૧૦) ધી ટારિન્દા રેસકયૂ લીગ, વેસ્ટન ( અમેરીકા ) (૧૧) ધી અમેરિકન હયૂમેન એસોસિએસન, સ. રા. ( અમેરિકા ) (૧૨) શ્રી નાથ અમેરિકન બૈરેટેરિયન સેાસાયટી (૧૩) ધી વર્લ્ડ વૈજેટેરિયન કેગ્રેસ અને ઈન્ટર નેશનલ વૈજેટેરિયન યુનિયન અમેરિકા ઉપસંહાર. જ્યારે તમામ ધર્મના પક્ષે। મહાભારત, મનુસ્મૃતિ, શ્રીશૈવ, વૈષ્ણવ, લિંગાયત સ`પ્રચના પક્ષેા અને ભારત બહારના બધા જ ધર્મ ગ્રંથમાં માંસાહારની નિન્દા અને નિરોધ કરવામાં આવ્યે હાય તે પછી માંસાહારનું પ્રચલન કેમ અને કેવી રીતે થયું ? આ એક આશ્ચર્યની વાત છે. જો કે તેમાં આશ્ચર્ય જેવું કાંઇ નથી કારણ કે જ્યારે માણસ પેાતાની મૂલ્યવાન થાપણ વિવેક-બુદ્ધિને છેડી દે છે અને જીભની લાલચના વશમાં અથવા સ્વાર્થાધ બની જાય છે ત્યારે આવા કૃત્યો કરે છે. સૌ તણે છે કે ભગવાન બુદ્ધે દયાની મૂર્તિ અને અહિંસાના પરમ ઉપાસક હતા. તેએએ અહિંસા અને શાકાહારના ઉપદેશ આપેલ પણ તેમના કેટલાક અનુયાયીઓએ તેમના કેટલાક સદિગ્ધ વિધાનેના આધારે પેાતાને ગમતી રીતે વ્યાખ્યા કરી માંસાહારનું પ્રચલન કર્યું” અને તેઓએ એ મહાપુરુષ પર માંસાહાર કરવાને દાષારોપ પણ મૂકયા. આ બધું વિવેક શૂન્યતા દર્શાવે છે. જૈન ધમાં અહિંસાની વ્યાખ્યા ખૂબ વિસ્તારપૂર્ણ, સૂક્ષ્મ અને સ્પષ્ટ છે કે ત્યાં અનેા અનર્થ કરનારાઓને કઈ અવકાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૭ નથી. તેમાં સંયમ ઉપર વધુ ભાર આપવામાં આવ્યો છે. જૈન ધર્મમાં સંયમને પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ એમ બે વિભાગમાં વિભક્ત કરવામાં આવેલ છે. પ્રાણી માત્રની સુરક્ષાની ભાવના રાખવી તે પ્રાણી સંયમ છે, અને કેઈપણ પ્રાણીમાત્રને કઈ પણ પ્રકારની માનસિક કે શારીરિક કે વચનથી પીડા ના પહોંચે તેની કાળજી રાખવી. કેટલાક એવા પણ ફળ-ફૂલ હોય છે કે જેને ખાવાથી પ્રાણીએને વિનાશ થવાની સંભાવના છે જેમકે ટેટા. પીપળી. ગૂલર, મદ્ય મધૂ આ પદાર્થોમાં જીવરાશી પ્રત્યક્ષ રૂપે જોઈ શકાય છે. એટલે એમના સેવનમાં પણ માંસાહારને દેશ લાગે છે. એટલે જ શુધ્ધ, સાત્વિક, સ્વાથ્યકર ભેજન ફળ, શાક-ભાજી, દૂધ-દહી અને શુદ્ધ જળ પીવાનું જ ઉચિત છે. મન અને ઈન્દ્રિઓ પર કાબૂ રાખવાની વૃત્તિ તે ઇન્દ્રિય સંયમ છે. આ ઈન્દ્રિય સંયમનું સંપૂર્ણ રીતે પાલન ત્યારે જ થઈ શકે જ્યારે વ્યકિત સાત્વિક ભજન કરતી હોય, શાકાહારી હોય, અને માંસ વગેરે તામસી પદાર્થોથી દૂર રહેતી હોય એટલે હવે આ ધ્રુવ સત્ય બની ગયું છે કે માનવ માંસાહારી નથી પરંતુ શાકાહારી જ છે. * જૈન તેને જ કહેવાય છે જે પિતાની ઈન્દ્રિો વિજય મેળવે છે. ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ [શ્રી ઈશ્વર પેટલીકરના ઈડા અંગેના સંદર્ભમાં જનસમાજના પડઘા ] ઇંડાંને સાત્વિક આહારમાં સમાવેશ થઈ શકે નહિ કમલેશ આર. શાહ (અમદાવાદ) દિલીપ વેલાણી (અમદાવાદ) ઇંડા અંગેના આપના લેખના સંદર્ભમાં જનસમાજના પડઘા સમાન આ વિચારોને વાચા આપશે. તા. ૭ અને ૧૪ ડિસે. ની લેકસાગરને તીરે તીરે કલમમાં ઇંડા વિષે ભ્રામક વિચાર પ્રસરાવતા આપના લેખથી પ્રજાની લાગણી દુભાય એ સ્વાભાવિક છે. સાથે એક આનંદજનક હકીકત એ છે કે ધર્મપ્રેમી-સંસ્કૃતિ પ્રેમી પ્રજાની વાજબી માગણી અને લાગણને લક્ષમાં લઈ સરકારે મુંબઈ મ્યુ. શાળાઓમાં બાળકને દુધને બદલે ઈડા આપવાનું આયેાજન પડતું મુકાયું છે. વસ્તુતઃ ઈંડા આરોગ્યને અત્યંત હાનિકર છે, એ પ્રતિ વિશ્વપ્રસિદ્ધ ડેકટરોને અભિપ્રાયે ગૂંજતા હોવા છતાં ઈંડા પ્રતિ સમાજનો પ્રેમ કેળવવાના પ્રયત્ન શા માટે થઈ રહ્યાં છે તે સમજાતું નથી. આવો, કેટલાક અભિપ્રાયેનું આચમન કરીએ. (૧) કેલિફોર્નિયાના ડે. કેથરીન નિમ્મ અને ડો. જે. એમનઝા કહે છે, “ઈંડામાં રહેલ કોલેસ્ટેરોલ રકતવાહિનીએમાં છેદ પાડે છે, તેથી હાર્ટ-એટેક, બ્લડ પ્રેસર અને કીડનીના રોગ થવાનો ભય ઊભું થાય છે. (૨) ડે. ઈ. વી. મૌકકાલમ (અમેરીકા) “પુઅર નેલેજ ઓફ ન્યુટ્રીશન” માં જણાવે છે “ઈડામાં કાર્બોહાઇડ્રેટસને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અભાવ અને કેશીયમની અલ્પતા હેવાથી તે મેટા આત૨ડામાં સડે પેદા કરે છે. (૩) જર્મન છે. એનરવર્ગના મતે ઈડ જે કંઈ કફ કારક પદાર્થ નથી. (૪) ડે. આર. જે. વિલિયમ્સ અને ડો. બર્ટ ગ્રાસ કહે છેઃ ઇંડાના સફેદ ભાગમાં રહેલું ભયાનક તત્ત્વ એવીડન ખરજવું, દાદર જેવા ચામડીના રોગે કરે છે. (૫) મુંબઈની હાફકીન ઈન્સ્ટીટયુટ જણાવે છે નાના બાળકની પાચનશક્તિ નબળી હોવાથી તેમને ઇંડા તો અપાય જ નહીં, તેમાંથી તેમનું આરોગ્ય બગડે છે. આ રીતે ડે. ગોવિંદરાજ, ડો. કામતાપ્રસાદ (અલિગજ) જેવાં અનેક વિદ્વાનની દ્રષ્ટિએ ઈંડા હાનિકારક છે. છતાં પણ શ્રી પેટલીકર ઈંડાને દુધ સમકક્ષ ગણે છે એ ન સમજાય એવી હકીકત છે. ભારત સરકારના હેલ્થ બુલેટીન નં. ૨૩ મુજબ ઇંડા કરતાં દુધમાં પ્રોટીન, ખનિજ ત, કાર્બોહાઈડ્રેસ ટસ, કેલરી વગેરે વધુ હોય છે. મગ, ચણુ, મગફળી વગેરે પણ પ્રેટીનથી સમૃદ્ધ છે. અરે! ૧૦ પૈસાના એક ઈંડા (૫૦ ગ્રામ) કરતાં તેટલા જ પૈસાનું દુધ (૩૦૦ ગ્રામ) વધુ આરોગ્ય પ્રદ છે. ઈશ્વરભાઈની કહેવાતા નિર્જીવ ઈંડા અંગેની તાર્કિક રજુઆત સામે એ પણ હકીકત છે કે પ્રતિવર્ષ વિશ્વમાં ૪૦, ૦૦૦ કરેડ ઈડા ખવાય છે. તેમથી ૨૫,૦૦૦ એટલે કે ૬૨ ટકા ઈંડા બચ્ચાવાળા હોય છે. શાળામાં બાળકના હાથમાં આવતું ઇંડુ બચ્ચાવાળું હોવાની શકયતા આમ વધુ છે. અરે ! સમયને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ વહેણમાં બચ્ચા વગરના ઇંડા ખાનાર, કાલે બચ્ચાવાળા ઈડ ખાતા સૂગ નહીં જ અનુભવે. છેલ્લે, કહેવાતા નિર્જીવ ઈંડાના ઉત્પાદન પાછળ રહેલી મહાહિંસાથી પ્રજાને માહિતગાર કરવી જ રહી. ફાર્મમાં તમામ મરઘીને, લાંબા સમય સુધી કૃત્રિમ વાતાવરણમાં રાખી અકુદરતી રીતે વર્ષે ૨૫૦ થી ૩૦૦ ઇંડા મૂકવાની જે ફરજ પડાય છે તે શું એક જાતને બળાત્કાર નથી ? અરે મરઘીને ખવડાવતે માછલાં કે હાડકાનો ભૂકો અને અનુત્પાદક બનતી તે જ મરધીની કરાતી કુર કતલ કેવી રીતે ઇંડાને અહિંસક સાબિત કરશે. વસ્તુત; ઈંડા નથી. આરોગ્ય પ્રદાયક કે નથી અહિંસક, તેના ભક્ષણમાં તે છે માનવતાનું ખૂન. ઇંડાને જે જીવહિંસા પૂરનું જ મર્યાદિત રાખવામાં ન આવે તો પણ વૈજ્ઞાનિક રીતે શારીરિક રીતે તે જે મહાભયં. કર રેગે ઉત્પન્ન કરે છે તેને જ લક્ષમાં રાખીએ તો પણ ઈંડા ખાઈ ન શકાય. જીવરહિલ ઈંડા ખાઈ શકાય જે કેળવ જીવ હિંસાનેજ વાંધો હોય છે. પરંતુ જીવરહિત ઇંડા ખાનાર જીવવાળા ઈંડા પણ ખાઈ જાય છે અથવા ખવડાવી દેવામાં આવે છે. કારણ કે* જીવરહિત ઈંડા ખાનારને ઇંડા પ્રત્યેની સૂગ ચાલી જાય છે. તેથી ગમે ત્યારે જીવવાળાં ઇંડા ગ્રહણ કરી લે તેવી ભય જનક સંભાવના છે. જ ઇંડું જીવવાળું (fertile) છે કે જીવવગરનું (unfertile) તે માટે ખાનાર પાસે કઈ એવી કરી હોતી નથી કે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ તક્ષણ નિર્ણય કરી શકે. * આ માટે વેપારીઓનું જ માનવું પડે અને જયારે જીવરહિત ઈંડાને ઉપેડ વધુ થાય ત્યારે વેપારીઓ ગમે ત્યારે જીવવાળા ઈંડાને જીવરહિત ઈંડાને નામે ખપાવી વેચી ન નાખે તેની શું ખાતરી ? જીવરહિત ઇંડા અને જીવવાળા ઇંડામાં દેખીતે કઈ તફાવત હોતું નથી. તેથી જીવરહિત ખાનાર ગમે ત્યારે જીવવાળા ઇંડા ખાઈ બેસે અથવા તેને અજાણતામાં ખવડાવી દેવામાં આવે છે. કારણ કે માણસ પોતાના જે બીજાને બનાવવા પ્રયત્નશીલ રહે છે. આ મનુષ્ય સ્વભાવ છે. એટલે કે વ્યસની માણસ સારા માણસને પોતે ઘસારો વેડીને વ્યસની કરકે છે. અને પોતાની વિચારસરણીને ફેલાવો કરે છે. મહાત્માજીને લંડનમાં પણ શાકાહાર તરફની ભકિતને ડગાવવાના ચલિત કરવાના પ્રયાસો થયા હતા. દારૂડિયે દારૂ પીવડાવતાં જ શીખવ ને ! તેની પાસે શું આશા રાખી શકાય? છે. કદાચ ભવિષ્યમાં સજીવ-નિર્જીવ ઈંડાની પરખની કઈ ખૂબજ સરળ કટી શેધાય તે પણ નિર્જીવ ઈંડા ખાનાર આવી પદ્ધતિનો હમેશા ઉપયોગ કરે કે કેમ તે પણ એક શંકાનો પ્રશ્ન છે. કારણ કે નિર્જીવ ઈંડા ખાનારને ઈડા પ્રત્યેની સૂગ ચાલી જાય છે. આ નિર્જીવ ઈંડા ખાનાર સમય જતાં રીઢ થતું જાય છે અને તેનો જીવહિંસા પ્રત્યેનો-માંસાહાર પ્રત્યેનો દ્રષ્ટિકેણ, વિચારે, લાગણીઓ વગેરે સમયના વહેણ સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૨ બદલાતા જાય છે. અને તેના આત્મબળમાં, દ્રઢ સંકલ્પમાં, વ્રત પાલનમાં ચીરાડ પડી જાય છે અને શિથિલતા આવે છે. પછી તે સજીવ ઈડાના સેવનમાં ફકત સમયને જ પ્રશ્ન રહે છે. આ સાથે મેકલેલ પુસ્તક “સ્વાસ્થ કા મહાન શત્રુ ઇંડા” કદાચ આપે વાંચી હશે. જે સંજોગો વસાત આપની પાસે આ નાની પુસ્તિકા ન આવી હોય તે આપ આપને અમૂલ્ય સમયને છેડે ભેગ આપી તેને વાંચવા, મહેરબાની કરશેજી. પુસ્તક પ્રમાણમાં ખૂબજ નાનું છે પણ વિચારણીય છે. ઇંડાં અને દૂધની કઈ રીતે સરખામણું ન થઈ શકે, -વિજયસિંહ ઝાલા (ધ્રાંગધ્રા) આપે તા. ૭ ૧૨ ૭૮ના “સંદેશ” દૈનિકમાં જે ઈંડા બાબતના વિવિધ મંતવ્ય રજૂ કર્યા તે વાચ્યાં. સમગ્ર લેખ વાંચતા એમ માલૂમ પડયું કે આપના લેખમાં ઈડાને ભેજનમાં સ્થાન રહેવું જોઈએ તેવું તારણ હતું. આ અંગે એક નિષ્ણાતના અભિપ્રાયેની ઓથ પણ લીધે. આજના વૈજ્ઞાનિક યુગમાં માનવી દરેક વસ્તુને વિજ્ઞાનની એરણ ઉપર મૂકીને મૂલવતે થયે છે. આજનું વિજ્ઞાન એ માનવીની બુદ્ધિનું અહમ બનતું જાય છે. ઘણીવાર વિજ્ઞાનને સહારે લઈને માનવી ખોટા ભ્રામક ખ્યાલે જગત માં ફેલાવે છે. ઈડા વિશે પણ આ ભ્રામક પ્રચાર વિજ્ઞાનનો આશરો લઈને કરવામાં આવે છે કે ઈડા સંપૂર્ણ ખોરાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૩ છે! અહિંસક રાક છે. શુદ્ધ રાક છે ! ઈશ્વરે આ જગતમાં માનવીના ભેજન માટે અનેક સુવિધાઓ આપી છે. મીઠા, મધુર ફળાને બનાવ્યા છે. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક અનાજ ઉપલબ્ધ છે. અવનવા શાકભાજી અને કંદમૂળ ઉપલબ્ધ છે. આ બધું ભગવાને માનવી માટે જ બનાવ્યું છે. પશુઓ આને ઉપગ કરી શકતાં નથી. કારણ કે સૃષ્ટિનું માનવી સર્વોત્તમ સર્જન છે અને તેને માટે ભગવાને પૂરતી કાળજી લીધી છે જ્યારે પશુ માટે હલકા પ્રકારનું ભેજન ઉપલબ્ધ છે. જેવું કે રાની પશુઓ માટે માંસ, ઈડા અને પાળેલા પશુઓ માટે ઘાસ વગેરે. ભગવાને જે વ્યવસ્થા ઊભી કરી આપી છે કે જેને કુદરતી વ્યવસ્થા કહેવામાં આવે છે તેને આપણે તેડવા અને તેનાથી વિપરિત વ્યવસ્થા ઊભી કરવા વિજ્ઞાનને સહારે લઈએ છીએ. ઘણીવાર પૂર્વ જમને કુસંસ્કારેને લીધે માનવીની દાઢ ઈડા અને માંસ ખાવા માટે સળવળે છે. ઈડા અને માંસ એ હકીકતમાં માનવીને ખેરાક નથી પણ જગલી અને ઘાતકી પશુઓને ખોરાક છે. તે ખોરાક મેળવવા માનવી જે જંગલી અવસ્થામાં હોય તે ક્ષમ્ય છે પરંતુ અત્યારના સુસંસ્કૃત યુગમાં અક્ષમ્ય છે. " આપના લેખમાં દૂધ અને ઈડાને પ્રાણીજન્ય ખોરાક ગણાવ્યા છે. પરંતુ બંનેનું ઉત્પત્તિ સ્થાન અને અવતરણ સ્થાન ધ્યાનમાં લીધું નથી. ઈડું એ સૃષ્ટિનું સર્જનબળ છે જ્યારે દૂધ એ સૃષ્ટિનું પોષક બળ છે. બનેમાં પાયાના જ ભિન્નતા છે. ઈ ડું પક્ષી ખેરાક તરીકે ઈડું આપતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ નથી, કદાચ કઈ પક્ષીને વાચા હોય અને માદા પક્ષીને પૂછે કે આ ઈડું તે રાક માટે આપ્યું છે તે તે કહેશે અરે ભલા આ તે કાંઈ પ્રશ્ન છે ! પોતાના બાળકને કઈ માતા ખેરાક તરીકે પ્રસરે છે ? જ્યારે ગાય કે ભેંસ દુધ આપતા કોઈ પણ પ્રાણીનું દુધ એ પિતાના બાળક અને અન્યને પિષવાનું પય છે. દુધ એ હેતની સરવાણી છે. ગાય પ્રેમથી દુધ અન્ય માટે આપે છે. પિતાના બાળક ઉપરાંતનું દુધ ગાયના આંચળામાં હોય છે. જેથી મનુષ્ય તેને ઉપયોગ કરે છે. એક માતા પિતાના સ્તનના દુધથી બાળકનું અમુક મહિનાઓ સુધી પિષણ કરે છે, તે તેને પણ આપણે પ્રાણુજન્ય ખેરાક કહીશું ? આપણું ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે ગાય-એ માનવીને એક બાળકની જેમ પિષે છે. શ્રી કૃષ્ણ ભગવાને પોતાના બાલ્યકાળમાં ગાયની ખૂબ જ સેવા કરી હતી, કારણ કે ગાય એ આપણી સંસ્કૃતિ માતા છે. ગાયના દુધમાં જે શક્તિ છે તે અન્ય ખોરાકમાં નથી. એટલે જ ભગવાને ગેકુળના ગોવાળીયાઓને છુટા હાથે દુધ દહીં અને માખણ ખવરાવ્યા છે. ભગવાને મરધાફામ બનાવીને ઇંડા ખવરાવ્યા નથી. કારણ કે દુધ એ સાત્વિક ખોરાક છે, જ્યારે ઈડા તામસી ખોરાક છે. વિજ્ઞાનિક પૃથ્થકરણ કરીએ તે સ્થળ દષ્ટિએ ઈડામાં, પ્રોટીન, ચરબી, ક્ષારે અને વિટામીન્સ ભરપુર છે, જે દુધની બરાબરી કરી શકે છે. જ્યારે આધ્યાશ્કિ સૂકું પૃથ્થકરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૫ કરીએ તે ઈડા તામસી, અભય, હિંસક અને અશુદ્ધ ખોરાક છે. ત્યારે દુધ અમૃત સમાન છે. . ઈડા ખાવાથી શરીર સુધરે છે, પરંતુ માનવીનું મન બગડી જાય છે. આ તેની સૂક્ષમ અસર છે. જ્યારે દૂધ મનને નિર્મળ બનાવે છે. દૂધ પવિત્ર ખેરાક છે. જ્યારે ઈડા ભ્રષ્ટ ખોરાક છે. અપૂર્ણ ખેરાક છે. આમ વૈજ્ઞાનિક સ્કૂળ દષ્ટિએ અને પ્રાણુજન્ય હાય, પણ આધ્યાત્મિક સૂક્ષ્મ દૃષ્ટિએ પૂર્વપશ્ચિમ જેવું છે. વૈજ્ઞાનિક સ્થળ દષ્ટિએ ખરાકમાંથી ચરબી અને લેહી બને છે, જ્યારે આધ્યાત્મિક સુમિ દષ્ટિએ ખારાકશાંથી મન બને છે, અને મનમાંથી વિચારે ઉદ્દભવે છે. ' સાવિક ખેરાક ખાનાર માનવીમાં સત્વગુણ વધુ હોય છે, તેના વિચારે ઉરચ ધાર્મિક અને આધ્યામિક હોય છે, તેનામાં ઈશ્વર ઉપર પૂરતી શ્રદ્ધા હોય છે, દયા, દાન, ક્ષમા અને પ્રેમ જેવા ઉરચ ગુણો તેનામાં વિકસિત થાય છે. . એટલે તે સમાજ અને દેશ માટે પણ ઈટનું કામ કરે છે. તે સંપૂર્ણપણે નિર્ભય હોય છે. નિર્ભય વ્યક્તિઓના સમાજને જગતની કઈ તાકાત દબાવી શકતી નથી. જ્યારે તામસી ખોરાક ખાનાર માનવીમાં તમોગુણ વધુ હોય છે, તેના વિચારે નીચ, ભૌતિક અને નાસ્તિક હોય છે. તે સ્વભાવે ઉતાવળીયા હોય છે. ધીરજ રાખી શકતા નથી. કારણ કે તેમનામાં બીજા પ્રત્યે અવિશ્વાસ, શંકા અને ભય રહ્યા કરે છે. પિતાથી નિમ્ન કટીના માણસને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ પરેશાન કરે છે, અને પિતાના ઉપરી માણસથી છેટી રીતે ભયભીત રહ્યા કરે છે. અન્યાય સામે માથું ઊંચકવાને બદલે અન્યાચ સામે માથું નમાવે છે. મતલબ કે, ભયથી કાયમ પીડાયા કરે છે. ભગવાનને પણ ભયથી ભજે છે. મંદિરમાં જાય તે પણ ભગવાન સાથે સેદાબાજી કરવા જ જાય છે. પરિપુઓ તેમના વ્યવહારમાં મુખ્ય હોય છે. આવી વ્યક્તિ અને સમાજ દેશ માટે રેગ સમાન છે આની ભક્તિ જગતમાં ભારરૂપ છે. તેઓ ફક્ત શ્વાસ જ લે છે જીવતા હોતા નથી. આજના કહેવાતા સુધરેલા (બગડેલા) કુટુંબે ઈડાને શાકભાજી માફક ઉપયોગ કરે છે. આજે મોટા શહેરોમાં ભજીયાની માફક ઈડાની આમલેટ લેકે ખાતા થયા છે. લેકે સાચો સાત્વિક રાક ભૂલી ગયા છે અને બેટા રવાડે ચડી ગયા છે. આજે ફળે ઘણાં જ સસ્તાં મળે છે છતાં તે કઈ ખાતું નથી. આમલેટ ગમે તેટલી મોંધી હોય તે પણ ખાય છે. પછી કહ્યા કરે છે કે અમારું પૂરું થતું નથી. અભક્ષ્ય ખોરાકથી આજે અવનવા રોગોથી માનવી પીડાય છે. પરિણામે દવાઓના ખર્ચા આવી પડે છે. આમ બંને બાજુ માનવી ટીચાય છે પણ પાંચ મિનિટને જીભને ચટકે છેડી શકાતા નથી. ખાસ કરીને શિયાળામાં લેકે ઈડા લેતા હોય છે. તેની પાછળ શરીર સારું બનાવાનું ગાંડપણ કામ કરતું હોય છે. પરંતુ શરીર સારું બનાવતા મન ખરાબ થઈ જાય છે તેની ખબર પડતી નથી. શરીર સારું બનાવવાના બીજા ઘણું ઉપ છે. પણ તે અપનાવવા નથી. ઈડા ખાઈને તગડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૭ થવાની ઘેલછા માનવીને હકીકતમાં નિર્માલ્ય બનાવે છે. શરીરના બધા કરતા મનનાં આંધા ઉપર લક્ષ આપવાની જરૂર છે. શરીર ગમે તેટલું તગડું હશે પણું મન નબળું હશે તે કંઈ થવાનું નથી. આ માટે ગાંધીજીના દાખલા મેાદ છે. શરીરના તે સાવ સુકલકડી હતા પણું મનના ઘણા જ બળવાન હતા. તે વખતે દેશમાં ઘણા જ મેાટા પહેલવાને (રાજાએ) હતા પણ કોઈનામાં આઝાદી માટે લડવાની હિ'મત નšાતી. બધા જ અંગ્રેજોના પ્યાદા હતા. કારણ કે આ પહેલવાનેા (રાજા મુરા ) આમલેટના ઘણા જ શેખીન હતા. જ્યારે ગાંધીજી ફેંડાના પ્રખર વિરોધી હતા. એક વખત ડે. એ ગાંધીજીને તેમના પુત્રના રોગના ઉપચારમાં ઇંડા આપવાની સલાહ આપેલી પણ ગાંધીજીએ તે સ્વીકારી નહોતી. આપણે વિજ્ઞાનને બદલે મહાન પુરૂષાનાં જીવનને ધ્યાનમાં લઈએ તે પણ ઘણા જ અનિષ્ટથી બચી શકીએ. મુબઇના બાળકોને શાળામાં નાસ્તા તરીકે ઇંડા આપવાની જે ચેષ્ટા થઇ છે તે આપણી ભાવિ પેઢીના પતન માટે કરવામાં આવી છે. આ બાળકાના હાથમાં મહાન ભારતનુ ભાવિ છે. ખાળક। । કુમળા છેડ જેવા છે. તેમના સંસ્કારના મૂળમાં આપણે ઘા કર્યાં છે. દેશના ભાવિ ઉપર ઘા કર્યો છે. ભારતની સ`સ્કૃતિ ઉપર ઘા કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com