________________
છે
અને જીવવા દો :
આહાર વગર જીવન નભી શકે અહીં. જન શુદ્ધ અને સાત્વિક હોય, જે ખાવાથી હૃદયમાં શુદ્ધતા અને સાત્વિકતા, પવિત્રતા અને દયાભાવ અને સાથોસાથ બુદ્ધિ તીર્ણ બને, શરીરને શક્તિ અને તેજ પ્રાપ્તિ થાય, આ પ્રકારના ભોજનથી આચાર-વિચારમાં સાત્ત્વિક્તા પૂર્ણ ઉત્તમ વિચારધારાઓ જમે છે. કહ્યું પણ છે કે, “જેવું ખાય અન્ન તેવું થાય મન, જેવું પીવે પાણી તેવી થાય વાણું” ભારત યુગોથી ધર્વિષ્ઠ દેશ રહ્યો છે જેના અનેક એતિહાસિક દાખલાઓ ભારતીય ઇતિહાસમાં જઈ શકાય છે. આ દેશના ભારતીયોએ અનેક વખત વિવિધ પ્રકારનાં રીઢા અપરાધીઓને પણ ક્ષમા યાચના કરવાથી, ક્ષમાં દાન કરી અંતરની વિશાળતા બતાવી છે. જો કે રાજનીતિ સાથે આવી વાતોનો મેળ ન ખાય અને આવી બાબતેને લીધે ભારતે ખૂબજ નુકસાન પણ વેઠયું છે, છતાં ભારતીય સંસ્કૃતિ આ પ્રમાણેની જ ઉદારતા વતી રહી છે. સંતે અને મહત, ઋષિઓ અને મુનિઓની આ પાવન અને પવિત્ર ભૂમિ પર, આવા મહર્ષિઓનાં પવિત્ર ચરણે પાસે જાતીગત તેમજ સ્વભાવગત વિરોધી પ્રાણીઓ જેવાકે નાળિયે અને સાપ, સિંહ અને ગાય, બિલાડી અને ઉંદર જેવા જન્મજાત વિરોધીઓ પણ પોતાના વેરભાવને ત્યજીને એક જ ઘાટ પર પાણી પીતાં હતાં. અર્થાત પરસ્પર પ્રેમથી રહેતાં હતાં. અરે ! સિંહણ વાછરડાને અને ગાય સિંહણના શિશુને પ્રેમ અને વાત્સલ્યથી ધવડાવતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com