________________
-
ફટલી વેદના થતી હશે ? જરા વિચાર કરે કે તમને નાનકડે કાંટો વાગવાથી કેટલું દુ:ખ થાય છે ? અને જ્યારે તમે પશુ-પક્ષીઓના શરીર પર છરી ફેરવે. બંદુકની ગળીથી વીંધી નાખે ત્યારે તેઓને કેટલી વેદના થતી હશે ? તેઓ તમારી પાસે કશુ જ માંગતા નથી. ધન કે જમીનમાંથી ભાગ પડાવવા માંગતા નથી. તમારી બુરાઈ પણ કરતાં નથી. તેઓ બિચારા જંગલના વૃક્ષ પર રહે છે અને ફળ-ફૂલ કે નીચે પડેલા દાણુ ખાઈને જીવન વ્યતીત કરતાં હોય છે. પોતાના ઉઘાડા શરીર ઉપર શરદી, ગરમી, અને વરસાદ સહન કરતાં હોય છે. તેઓ તમારી પાસેથી સૂવા બિસ્તર, પહેરવાં કપડાં માંગતાં નથી છતાં તમે એ નિરપરાધીઓની જાન લઈ લે છે, એની ચામડી ખેંચી લે છે, તેમને જીવતા આગમાં સળગાવી દે છે. એવી તે એમની શી ભૂલ હતી આટલી ક્રૂરતાથી તમે તેઓને શિક્ષા કરે છે ? દરેક પશુ-પક્ષીએ કઈને કઈ ખાવાની વસ્તુનો ત્યાગ કર્યો છે. પિટનો જ દાખલે લઈએ, તેને આખા દિવસ પાંજરામાં પૂરી રાખે, ખાવા-પીવાનું ન આપો અને રાત્રે તેની સામે દાણા મૂકો તે તે કયારેય નહીં ખાય ઉંટ-કટેરા, કૂતરો-મધ, બકરી-ધતૂરો અને ગધેડે તમાકુ નથી ખાતા. ઘણા પશુઓ માંસ નથી ખાતાં પણ આ માનવ સર્વ ભક્ષી બની ગયું છે. હવે તેને દિવસ અને રાતનો વિચાર રહ્યો નથી. પ્રકૃતિએ તે હજારે પ્રકારના ખાદ્ય પદાર્થો જેવાકે ઘઉં, ચોખા, ચણા, મગ અન્ય કઠોળ, સંતરા દ્રાક્ષ, દાડમ, કેળા, જમરૂખ વગેરે ફળ અનેક પ્રકારના શાકભાજી, ચટણી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com