________________
-
B
નિશ્ચિત છે કે માનવી માંસાહારી કે હિંસક નથી તે મૂળ શાકાહારી જ છે. જંગલમાં રહેનારા આદિવાસીઓ કે તપસ્વીઓ કંદ-મૂળ ખાઈને જીવનપાવન કરતા હતા તેવા નિઃશંક ઉલ્લેખ છે જ. આજના રસને ઇન્દ્રિયના ગુલામ કે જેઓ પાશ્ચાત્ય ભૌતિકવાદ અને ફેશનની ચુંગાલમાં ફસાઈ ગયા છે, બૌદ્ધિક અતિરેકમાં જેઓ ધર્માચારણને ઢોંગ કે પુરાણપંથી સમજી તેને તિરસ્કાર કરે છે તેઓ જીવ દયાને વિચાર કર્યા વગર માંસ ભક્ષણ તરફ પ્રેરાય છે જેમાં માત્ર દંભ, અને મનની નિર્બળતા જ પ્રકટ થાય છે.
આ માંસાહાર માત્ર ભેજન પૂરતુ નહિ પણ ફેશન કરનારાઓ પણ તેના પક્ષ રૂપે ભાગીદાર બને છે. સૌન્દર્ય પ્રસાધનોના નિર્માણમાં થતી હિંસા, ચામડાની કે મળ સુંદર વસ્તુઓ માટે ક્રૂર રીતે ઢોરે, અને અન્ય પ્રાણીઓ ઉપર કરવામાં આવતી હિંસા ફૂર માનવીનાં મનને પણ હચમચાવી મૂકે તેવી હોય છે. માંસાહારની સાથે આવી ફેશન પરસ્સી શેકવામાં પણ હિંસા રોકવામાં મદદ થશે.
અખિલ વિશ્વ જૈન મિશન વર્ષોથી દેશ અને વિદેશમાં શાકાહારનો પ્રચાર કરી રહી છે. વિદ્વાન પંડિત રાજકુમારજી નિવાઈનિવાસીએ આ પુસ્તક મૂળ માનવ માંસાહારી નહિ શાકાહારી જ છે તે નામે લખેલ અને ગુપ્તદાન દાતાના દાનથી હિન્દીમાં પ્રકાશિત થયેલ. ધર્મપ્રેમી બંધુ શ્રી મનહરલાલે આ પુસ્તક ગુજરાતી માં મારી પ્રેરણાથી અનુવાદ કરીને પ્રકાશિત કરાવીને લોકો સુધી પહોંચાડવાનું જે કાર્ય કર્યું છે તે સ્તુત્ય છે.
डॉ. शेखरचद्र जैन
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com