________________
પરેશાન કરે છે, અને પિતાના ઉપરી માણસથી છેટી રીતે ભયભીત રહ્યા કરે છે. અન્યાય સામે માથું ઊંચકવાને બદલે અન્યાચ સામે માથું નમાવે છે. મતલબ કે, ભયથી કાયમ પીડાયા કરે છે. ભગવાનને પણ ભયથી ભજે છે. મંદિરમાં જાય તે પણ ભગવાન સાથે સેદાબાજી કરવા જ જાય છે. પરિપુઓ તેમના વ્યવહારમાં મુખ્ય હોય છે. આવી વ્યક્તિ અને સમાજ દેશ માટે રેગ સમાન છે આની ભક્તિ જગતમાં ભારરૂપ છે. તેઓ ફક્ત શ્વાસ જ લે છે જીવતા હોતા નથી.
આજના કહેવાતા સુધરેલા (બગડેલા) કુટુંબે ઈડાને શાકભાજી માફક ઉપયોગ કરે છે. આજે મોટા શહેરોમાં ભજીયાની માફક ઈડાની આમલેટ લેકે ખાતા થયા છે. લેકે સાચો સાત્વિક રાક ભૂલી ગયા છે અને બેટા રવાડે ચડી ગયા છે. આજે ફળે ઘણાં જ સસ્તાં મળે છે છતાં તે કઈ ખાતું નથી. આમલેટ ગમે તેટલી મોંધી હોય તે પણ ખાય છે. પછી કહ્યા કરે છે કે અમારું પૂરું થતું નથી. અભક્ષ્ય ખોરાકથી આજે અવનવા રોગોથી માનવી પીડાય છે. પરિણામે દવાઓના ખર્ચા આવી પડે છે. આમ બંને બાજુ માનવી ટીચાય છે પણ પાંચ મિનિટને જીભને ચટકે છેડી શકાતા નથી.
ખાસ કરીને શિયાળામાં લેકે ઈડા લેતા હોય છે. તેની પાછળ શરીર સારું બનાવાનું ગાંડપણ કામ કરતું હોય છે. પરંતુ શરીર સારું બનાવતા મન ખરાબ થઈ જાય છે તેની ખબર પડતી નથી. શરીર સારું બનાવવાના બીજા ઘણું ઉપ છે. પણ તે અપનાવવા નથી. ઈડા ખાઈને તગડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com