Book Title: Jivo Ane Jiva Do
Author(s): Shekharchandra Jain
Publisher: Manharlal Maganlal Shah

View full book text
Previous | Next

Page 9
________________ તે આપણે સહેજે એવા તારણ ઉપર પહોંચી શકીએ છીએ કે માણસ માંસાહારી નથી શાકાહારી જ છે. કેટલાક લોકોની માન્યતા એવી છે કે માંસ બળવર્ધક અને પૌષ્ટિક હોય છે. તે આપણે આ વિધાન પર પણ વિચાર કરીએ. ફ્રાંસના પ્રસિદ્ધ વિદ્વાન પીપરગેલેંદરીએ કહ્યું છે કે હું માણસના અંગેનું સંપૂર્ણ અભ્યાસ કરી ગર્વ સહિત નિર્ણય આપીને કહી શકું છું કે માણસ શાકાહારી પ્રાણી છે. જેઓ માણસને માંસાહારી બતાવે છે કે બનાવે છે અથવા પોતે માંસાહાર કરે છે તેઓ મોટી ભૂલ કરે છે અને પિતાના શરીર અને જીવન બનેને નષ્ટ કરે છે. કેટલાક લોકોની માન્યતા છે કે માંસ શક્તિવર્ધક છે પણ હકીકતે આ અવિચારી માન્યતા છે. વિચાર તે કરે માંસ શું છે ? તે શાકાહારથી બનેલ એક શારીરિક ઘટક છે. સામાન્ય રીતે તે પ્રાણીઓનું જ માંસ ખવાય છે. જે શાકાહારી જીવ છે. ત્યારે તાર્કિક રીતે અને ન્યાય સંગત તે એ છે કે તેજ વસ્તુઓ ખાવી જોઈએ કે જેનાથી આ પ્રાણીઓનું માસ બને છે. જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિવાળા પશુ-પક્ષીઓ જ્યારે વિભિન્ન પ્રકારના ખાદ્ય પ્રદાર્થો પચાવીને માંસ બનાવે છે ત્યારે તે માંસની સાથે સાથે તે પ્રાણીને વિશેષ તર પણ ભળે છે. માણસ જ્યારે આવી રીતે માંસ ભક્ષણ કરે ત્યારે તે પ્રાણીના જે ત એ માંસમાં ભળે છે તેને પણ ખાતે હોય છે, અને તેની સાથે તે પ્રાણીની વૃત્તિઓ પણ તેના માંસની સાથે સાથે તેના પેટમાં પ્રવેશ કરે છે. એ કારણને લીધે જ માંસાહારીમાં પાશવિક શક્તિઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32