________________
૧૭
નથી. તેમાં સંયમ ઉપર વધુ ભાર આપવામાં આવ્યો છે. જૈન ધર્મમાં સંયમને પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ એમ બે વિભાગમાં વિભક્ત કરવામાં આવેલ છે. પ્રાણી માત્રની સુરક્ષાની ભાવના રાખવી તે પ્રાણી સંયમ છે, અને કેઈપણ પ્રાણીમાત્રને કઈ પણ પ્રકારની માનસિક કે શારીરિક કે વચનથી પીડા ના પહોંચે તેની કાળજી રાખવી. કેટલાક એવા પણ ફળ-ફૂલ હોય છે કે જેને ખાવાથી પ્રાણીએને વિનાશ થવાની સંભાવના છે જેમકે ટેટા. પીપળી. ગૂલર, મદ્ય મધૂ આ પદાર્થોમાં જીવરાશી પ્રત્યક્ષ રૂપે જોઈ શકાય છે. એટલે એમના સેવનમાં પણ માંસાહારને દેશ લાગે છે. એટલે જ શુધ્ધ, સાત્વિક, સ્વાથ્યકર ભેજન ફળ, શાક-ભાજી, દૂધ-દહી અને શુદ્ધ જળ પીવાનું જ ઉચિત છે. મન અને ઈન્દ્રિઓ પર કાબૂ રાખવાની વૃત્તિ તે ઇન્દ્રિય સંયમ છે. આ ઈન્દ્રિય સંયમનું સંપૂર્ણ રીતે પાલન ત્યારે જ થઈ શકે જ્યારે વ્યકિત સાત્વિક ભજન કરતી હોય, શાકાહારી હોય, અને માંસ વગેરે તામસી પદાર્થોથી દૂર રહેતી હોય એટલે હવે આ ધ્રુવ સત્ય બની ગયું છે કે માનવ માંસાહારી નથી પરંતુ શાકાહારી જ છે.
* જૈન તેને જ કહેવાય છે જે પિતાની ઈન્દ્રિો વિજય મેળવે છે.
ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com