Book Title: Jivo Ane Jiva Do
Author(s): Shekharchandra Jain
Publisher: Manharlal Maganlal Shah

View full book text
Previous | Next

Page 7
________________ પશુ-પક્ષીઓને મારીને જીવન નિર્વાહ કરતે હતે. આ કથન માત્ર બ્રામક જ નથી પરંતુ હું પણ છે. જૈનગ્રંથમાં આ કાળને ભેગ ભૂમિ કહેવાયું છે. અને કહ્યું છે કે તે યુગમાં પ્રાણીઓમાં તામસી વૃત્તિઓ જાગૃત થઈ ન હતી. તેઓ પ્રાકૃત્તિક જીવન વ્યતીત કરતાં હતાં પારસ્પરિક પ્રેમથી રહેતાં હતાં. પ્રેમમાં જ વિકસીત થતાં અને જીવન વ્યતીત કરતાં હતાં. કલ્પવૃક્ષોના આશ્રયે તેમનું જીવન નિર્વાહ થતું હતું. જેને જ નહીં વૈદિક અને બૌદ્ધ માન્યતાઓ પણ આદિ-માનવને અહિંસક અને શાકાહારી જ સિદ્ધ કરે છે. એટલું જ નહીં ભારત બહારના ગ્રંથ કુરાન, બાઈબલ વગેરેમાં પણ આ કથનની પુષ્ટિ મળે છે. તેથી આટલું તે સર્વમાન્ય છે જ કે માનવ શાકાહારી છે. આની દ્રષ્ટિ કરતાં પહેલાં એક વાતનો ઉલ્લેખ કરીશ કે આજની યુવાન પેઢીને માત્ર ધર્મગ્રંથોની કસોટી પર સિદ્ધ વાત સ્વીકારવી નથી. માટે જરૂરી છે કે શાકાહારની ઉપયોગિતા તથા તેની મહત્તા સામાજિક, વૈજ્ઞાનિક, નૈતિક, આર્થિક અને શારીરિક સ્વા થ્યની દ્રષ્ટિએ સિદ્ધ કરવી જોઈએ. આજે તે પશ્ચિમના રાખ્યો પણ માંસાહારને ત્યજીને શાકાહાર તરફ આકૃષ્ટ થઈ રહ્યાં છે. તેઓની માન્યતામાં ધાર્મિક ભાવના એટલી નથી જેટલી તર્કશક્તિ અને વૈજ્ઞાનિક બુદ્ધિ છે. જ્ઞાન-વિજ્ઞાનનાં આલેકમાં (પ્રકાશમાં) જો આપણે જોઈએ તે માનવ શરીરના અંગેની રચના શાકાહારને અનુકૂળ કરવામાં આવી છે. જે પશુઓને આહાર માંસ છે તેમની અને માણસની અંગરચનામાં માટે તફાવત છે. એક અમેરિકન વિદ્વાન ચિકિત્સક ડો. એ. વાચમેન અને તેમના સહ કાર્યકર ડે. ડી. એસ. વર્નસ્ટિન સાથે એક વિશેષ સંશોધન હાથ ધરાયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32