________________
૧૧
ને જ નહીં પણ મદ્ય અને મધુ બનેના ત્યાગનો ઉપદેશ આપે છે.
રૂસના મહાન વિચારક ટેલ્સટેચ પૂર્ણ શાકાહારી હતાં મહાન નાટયકાર અને વિશ્વ કવિ જર્જ બર્નાડ–શે, વિશ્વ કવિ રવિન્દ્રનાથ ટાગોર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ભારતના પ્રથમ રાષ્ટ્રપતી મહામહીમ ડે. રાજેન્દ્ર બાબુ, ડે. જેકેબી, લેક માન્ય ટિળક, મહામના માલવિયજી વગેરે મહાનુભાવો સંપૂર્ણ શાકાહારી હતાં. શકિતના પૂજ સમા અનેક પહેલવાન રામમૂર્તિ, મિસ તારાબાઈ, સુધાકર પહેલવાન વગેરે આવા તે શક્તિશાળી હતાં કે દેડતી મોટર રેકી લેતા હતા અને છાતી પર હાથીનું વજન ઝીલતા હતા, વળી છાતી પર મોટા પથરાઓ મૂકાવી ઘણથી ટીપાવતાં હતાં. આજે પણ માસ્ટર અંદગીરામ રઘુવીર વગેરે પ્રસિદ્ધ પહેલવાને સંપૂર્ણ શાકાહારી છે. આ સહુએ શાકાહારને શકિત, ઓજ અને સ્કૂર્તિદાયક કહ્યું છે માંસાહારને નહી.
ગુરૂદેવ નાનક અને પારસી ધૂમના ગુરૂ જરદસ્ત પિતે માંસાહારી ન હતાં અને તેઓએ બીજાઓને પણ માંસ નહીં ખાવાની સલાહ આપી છે.
શાકાહારના સમર્થનમાં આર્થિક વૈજ્ઞાનિક, સામાજિક પાસાઓથી એ સિધ્ધ થઈ ચુકયું છે કે શાકાહાર એજ સર્વોત્તમ આહાર છે. હવે અમે પાઠકેને જણાવવા માગીએ છીએ કે શાકાહાર વિષે વિશ્વના બધાં ધર્મ પ્રણેતાઓ અને મહાન નેતાઓ તથા વિશિષ્ઠ વિદ્વાનોએ કેવા મતે વ્યકત કર્યા છે. વિશ્વના લગભગ બધાં ધર્મોમાં કેટલીક માન્યતાઓને લઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com