Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 3
________________ પ્રસ્તાવના. માંસાહારની બાબતમાં મંડલી તરફથી અત્યાર સુધીમાં ઘણું સાહીત્ય બહાર પડેલું છે અને તેમાં વૈદ્યકીય દષ્ટિએ માંસના ખોરાકથી થતાં નુકશાનની બાબતમાં ડાકટરોના અભિપ્રાય સહિત ઉપગી હકીકત બહાર પાડવામાં આવી છે. ધાર્મિક દ્રષ્ટિથી તેથી થતા નુકશાન બાબતનું સાહિત્ય ગુજરાતીમાં બહાર પડેલું નથી અને તેથી પારસી ધર્મના આધારે માંસાહારની મનાઈ બાબતનું નવસારીવાળાં બેન પીલ બી. મકાતીની કલમથી લખાયેલું આ પુસ્તક અમુક અંશે તે ખોટ પુરી પાડશે તેવી આશાથી આ લેખ મંડળી તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. લેખન એ દર, બેન પીવાં કે જેઓ તેમની નાની ઉમર છતાં તેમનાં વાચન વિગેરેને લીધે જીવદયા બાબતેમાં સ્વતંત્ર વિચાર ધરાવનાર છે. તેમણે ટુંકામાં માંસને ખોરાક શા માટે ત્યાજ્ય છે તે બતાવવા પ્રયાસો કર્યા છે. પારસી ધર્મશાસ્ત્ર તેમજ વિદ્વાનનાં અભિપ્રાય સહિત તેમની દલીલે - જુ કરી છે. એટલે વાંચકને માત્ર ધ્યાનપુર્વક વાંચી તેને ચેપગ્ય ન્યાય આપી તે મુજબ વર્તન ચલાવવાનું છે. એક પણ પારસી ભાઈ આ પુસ્તક વાંચીને માંસને ખોરાક છેડી આપશે તે લેખકના અને પ્રકાશકના પ્રયાસો સફળ થયા ગણાશે. છેવટે અમે બેન પીલાંના આવા ઊંચા વિચારે અને તે મુજબનાં તેમના વતન માટે ધન્યવાદ આપીએ છીએ. અને સાત્વિક ખોરાકથી બેન પીલાં જેવી સાત્વિક ભાવનાઓ મેળવવા માટે દરેક ભાઈ બેનને માંસાહારથી દુર રહેવા વિનંતિ કરીએ છીએ. મુંબઈ. ૧૦-૫-૨૪. લલ્લુભાઈ દીપચંદ ઝવેરી. પ્રમુખ. શ્રી જીવદયા મંડળી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 64