Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text
________________
– પિતૃસ્મૃતિ –
પૂજ્ય પિતાશ્રી; શાહ જાદવજીભાઈ રામજીભાઈ-પચ્છેગામ
અવસાન : સ* ૨૦૨૮ ભાદરવા-મુ-૩ સામવાર, તા-૧૧-૯-૧૯૭૨-પચ્છેગામ. પ્રેમ વારિધિ પિતાશ્રી,
આપે આજીવન અમારા પ્રત્યે વહાવેલા વાત્સલ્ય ભાવનાં વિમળ ઝરણાં અત્યારે પણ સ્મૃતિપટમાં અંકિત થઈ ને, વહાલ-વર્ષા વરસાવી રહેલાં જણાય છે. અને ભુલભુલામણી ભરેલી, અંધકારમય માનવજીવનની કેડીએના તેજોમય પ્રકાશ બનીને, સાચા માર્ગ-દર્શક બની રહ્યાં છે.
મારી એક જ વર્ષની નાની ઉમરમાં, જ્યારે વિકરાળ કાળે મારાં જન્મ-જનેતાના જતનને ચૂંટવી લીધાં અને મને તથા મારી બહેનાને માતાની વહાલપથી સદાને માટે વિખૂટાં પાડયાં ત્યારે અમે ભાંડુઓના ઉછેરમાં, પડેલી માતાની ઉણપને, તમેાએ માતારૂપ, બનીને પુરેલી છે. તે સમયે તમારી ૨૮ વર્ષની ભર-યૌવન વય હતી. પ્રાયે; જે વય જાતીય સુખાને ઝંખે છે, જાતીય ભાગાને સુખ માને છે, દેહ પણ જાતીયતાની આકરી ભૂખે આકુળ-વ્યાકુળ હાય છે; તે ભરચૌવન વયે, બાળ ઉછેર માટે, ખીજા લગ્ન કરવાની પૂરી જરૂર હોવા છતાં, સંતાનેાના ઉછેરની સાચી ચિંતા રાખીને, બીજા લગ્ન કરવાના અ'ગત માણસેાના દબાણેાને દૂર કરીને, અપર માતાના અયેાગ્ય ઉછેરથી, માળકોને બચાવવા માટે, તમે જ બાળકાની સાચી માતા બની રહ્યાં. એ રીતે એકલવાયા જીવનથી, ખાળઉછેર અને ભરણ પાષણના બેવડા ભાર વહન કરીને, અતિ ઉમ*ગથી અમારા ઉછેર કરનાર, પ્રબલ મનાયેગી પિતાશ્રી, તે સમયની તમારા દિલની દૃઢતા, અપાર સહનશીલતા અને સમજણુના મનેામંથનની આપની અપાર તાકાતના-ગુણુ આંકાન હું હજી પણ ગણી શકયો નથી. જ્યારે અંતર-ચક્ષુ સમક્ષ તમારી તે સમયની દેહાકૃતિ ઊપસી આવે છે ત્યારે તે આકૃતિ-ચિત્રમાં “ગૃહસ્થ પણાના લેખાશમાં, કેાઈ સાધુતાના સેાખતી, સતાનાની માયાના દોરે બંધાઈ ને કર્તવ્યનું પાલન કરતા, કયેાગીરૂપે દેખાય છે. ” ચૂકી ઝૂકીને વંદન કરતું મન તમારી એ ગુગ઼ાકૃતિને વારંવાર વિનવે છે કે આપની આ અપાર અંતરતાકાતને જો એક જ અંશ અમને આપે તો આજના વિષય-કષાયના ઘૂઘવતા યુગમાં, અમે માનવ બનીને, નિભ ય રીતે સાચુ' માનવજીવન જીવી શકીએ.
આપશ્રીના હેતાળ હસ્ત સ્પર્શે, નયનાના નળ સ્નેહુ તેજે, સમયેાચિત શિખામણેાના રસાસ્વાદ, અને આપની મુખાકૃતિના મૌન ઉપદેશે, મારાં મનેાપ્રદેશમાં જે તત્ત્વ, રુચિ અને તત્ત્વ-અભ્યાસની દિશા ખાલી આપી છે. તે આપના અંતરમુખ અવલેાકનની અજાયબ પદ્ધતિને આભારી છે. આપની કૃપા દૃષ્ટિથી થયેલા તત્ત્વ-અભ્યાસના સુંદર પરિણામરૂપ “ શ્રી તત્ત્વ-વિચાર સ્તવનાવળી.” ની હસ્ત લિખિત પ્રત જ્યારે મેં તમેને અણુ કરી, ત્યારે તમારા તન, મન અપૂર્વ વસ્તુ પ્રાપ્ત થતાં નાચી ઊઠે તેમ નાચી ઊઠચા હતાં. તે વખતની તમારી ખુશનુમા મુદ્રાનું સેહામણું દશ્ય આજે પણ ધારણા-પટ પણ ઝકી રહ્યું' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org