________________
જે ભવી આત્મા અરિહંત, સિધ્ધ, સાધુ અને ધર્મનું શરણ સ્વીકાર કરે છે, તે ધન્ય છે.
આજ સુધી અનાદિકાળમાં આત્માએ અનંતા શરણ સ્વીકાર્યા, પણ કોઇ પદાર્થ કે વ્યક્તિ સાચું શરણ આપવા સમર્થ ન બન્યું, માટે દુન્યવી વિશ્વથી ઉદાસીન બનીને અરિહંતાદિનું શરણ સ્વીકાર કરવું તે જ હિતાવહ છે.
બાળક ગાદીમાં નહિ, પણ ગોદમાં વધુ સલામત છે, તેમ આત્મા સંસારના સુવાળાં પદાર્થોમાં નહિ, પણ અરિહંતની ગોદમાં જ વધુ સલામત છે, જે એ ગોદમાં નથી રહેતો તેને આખરે નિગોદના શરણે જવું પડે છે.
મૂળથી બંધાએલ વૃક્ષ સલામત છે, મમ્મીની આંગળીથી બંધાયેલ બાળક સલામત છે,
દોરીથી બંધાયેલ પતંગ સલામત છે, વાડથી બંધાયેલ અનાજ સલામત છે, કિનારાથી બંધાયેલ નદી સલામત છે, તિજોરીથી બંધાયેલ પૈસા સલામત છે,
સાંકળથી બંધાયેલ હાથી સલામત છે, તેમ
અરિહંતાદિના શરણે બંધાયેલ આત્મા સલામત છે. આ ભયાનક ભીષણ ભવજંગલમાં ભટકતા પામર અનાથ અને અશરણ આત્માને આ ચાર સિવાય બીજું કોણ બચાવનાર છે.
આ વાતના મર્મને સમજીને આત્માર્થી એ પ્રતિક્ષણ શરણ સ્વીકારની પ્રક્રિયાને આત્મસાત્ બનાવવી જોઇએ. દુષ્કૃત ગહ.
જીવનમાં થયેલ હિંસા આદિ ૧૮ પાપો અરિહંતાદિની આશાતના માતા પિતા મિત્ર આદિ પ્રત્યે અયોગ્ય વર્તન, ધર્મ વિરૂધ્ધ કથન વગેરે જે જે પણ નાના મોટા પાપો થયા હોય, કરાવ્યા હોય કે તેની અનુમોદના કરી હોય તે બધાયની નિંદા અને ગઈ કરવી જોઇએ.
પણ..મોટી સમસ્યા એ છે કે, માણસને પ્રાયઃ પોતાના દોષ દેખાતા નથી.
દુષ્કૃત ગર્તામાં સ્વ પાપોની હારમાળા દેખાય જન્મ જન્માંતરોના પાપોની ગહ થાય તો તેનું જોર ઘટી જાય.
સ્વ-પ્રશંસા અને પરનિદા આ બે ખતરનાક દોષ છે. ઘણી વખત
જુ
જીવીક અનુપ્રેતાનું અનુસંધાન-આગમ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org