________________
'શ્રી નિશીથ સૂત્ર શ્રી મહાનિશીથ સૂત્ર શ્રી જિતકલ્પ સૂસ
પૂ. આ. શ્રી હેમચન્દ્રસાગરસૂરિ
હવે જે આગમોનો પરિચય શરુ થાય છે અને છેદ સૂત્ર કહેવાય છે. એની સંખ્યા છે છે. આ સૂત્રો ગમે તેવાને આપી શકાતા નથી...એટલા ગંભીર અને અર્થ સભર છે. ૧. નિશીથ સૂત્ર :જાણે મંત્રાક્ષર ન હોય... એમ બહુમાનપૂર્વક સાંભળવું... મૂળ ગ્રંથ – ૯૫૦ ગાથા. ભદ્રબાહુ નિર્યુક્તિ – ૭૦૦૦ ગાથા પ્રમાણ. આના ઉપર કુલ ર૯૦૦૦ શ્લોક પ્રમાણમાં સાહિત્ય આજે પણ ઉપલબ્ધ છે. ૯મું પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ તેનો આ અંશ છે. એમાં જ્ઞાનાચારાદિ પાંચે આચારમાં દોષ લાગ્યા હોય તો તેનું પ્રાયશ્ચિત કઇ રીતે આવે ? તેનું વર્ણન છે. આથી આનું બીજું નામ આચાર પ્રકલ્પ છે. પ્રસિદ્ધ નામ નિશીથ સૂત્ર છે. આવું નામ કેમ છે ? નિશીથ = રાત્રિ, રાત્રિના કાલગ્રહણલેવાપૂર્વક ગુરૂ મ.સા. કાનમાં આપે છે. બીજાને ન સાંભળાય તેમ. રાત્રિએ સંભળાવતું સૂત્ર છે. માટે નિશીથ નામ છે.
આ બહુ ગંભીર સૂત્ર છે. ગમે તેને ન આપી શકાય. જ્ઞાનીએ કિલ્લેબંધી કરી છે. ઘણી બધી શરતો Condition લખેલી છે. ભૂલેચૂકે આ સૂત્ર મોટેથી. ઉંચે સ્વરે અપાય તો ઘણા વિપ્નો.. સંકટો થાય છે. માટે કાનમાં મંદ સ્વરે અપાય છે.
જો ભૂલેચૂકે ઊંચા સ્વરે આવા સૂત્રો અપાય તો કેવા અપાયો | અનર્થો સર્જે એ માટે ઉદાહરણ માછીમારનું દૃષ્ટાંત આપ્યું છે. એક આચાર્ય ભગવંત નવાવાડના - પાલનપૂર્વક... શુદ્ધ રીતે આચારનું પાલન થાય તેવી જગ્યા પસંદ કરી રાત્રે
સંધનો શંખનાદ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org