________________
અહે જૈન બ્રાતે! ભારી ઇચછાનુસાર આ સ્તવનેને ઊંપયોગ કરવાને થોડા વિસ્તારથી કેટલુંક કથન કથી આપને શ્રમિત કરું છું તે વિશે કૃપા કરી ક્ષમા આપશે. એવી આશા છે.
હે મિત્રો આપની સ્મૃતિમાંજ હશે કે વિધાદેવીના પ્રસાદથી પ્રાપ્ત થએલા એક અક્ષરની પણ આશાતના કરવી એ ઉચિત નથી; તે હવે શ્રી અરિહંત ભગવંત એ સત્વર મેક્ષદાયક પરમ નામનું કેટલું મહાત્મ્ય છે, તે વિશે દીધદ્રષ્ટીથી વિચાર કરી અમારી વિનતિ લક્ષમાં લેશે. કઈ અશુદ્ધ સ્થાન વિશે આ પુસ્તક પ્રહીને જવું નહિ, તથા અશુદ્ધ વસ્ત્ર કે અશુદ્ધ મુખ હોય તે સમયે તે લઘુ ગ્રંથને સ્પર્શ કરવો નહિ, તથા વાંચવો નહિ; ઈત્યાદિક દેથી કદિ પણ વિસ્મૃત થવું નહિ. અને કદાપિ એમ થવાય તે શ્રી ગુરૂમહારાજ પ્રતિ વિનતિ કરી તે દેશનું નિર્વાણ સમજી યથાશક્તિ તથા શુદ્ધ શ્રદ્ધાથી વૃત્તાદિ કરવાં. જેથી પ્રાયશ્ચિતની વૃદ્ધિ વિશેષ થઈ શકે નહિ, અર્થાત પ્રાયશ્ચિતથી મુક્ત થવાય.. .
આ પુસ્તકની પ્રસિદ્ધિ કરવા સારૂ મારા પ્રિય મિત્રોએ મને જે મદદ કરી છે તેને માટે હું તેઓ શ્રીને અને ત્યંત ઉપકાર માની સદાને માટે તેમને આભારી છું.