Book Title: Jain Yug 1936
Author(s): Jamnadas Amarchand Gandhi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 29
________________ તારનું સરનામું–‘હિદસંઘ—“HINDSANGHA' || નમો તિરસ | REGD. No. B. 1996. છે જેન યુગ. THE JAIN YUGA. * ( [શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું મુખપત્ર.] . તંત્રી-જમનાદાસ અમરચંદ ગાંધી, વાર્ષિક લવાજમ: રૂપીયા છે. છુટક નકલ: દેઢ આને. વર્ષ જુનું ૯ મું ) તારીખ ૧ લી માર્ચ ૧૩૬. અંક ૨૧ ' નવું ૪ થું જાતિ ભેદનો સ્વી કાર. 2 — — આ એક વાત સાથે બીજી વાત એ છે કે જૈન ધર્મમાં જન્મથી જાતિ છે નહિ, હોઈ શકે નહિ. શ્રી વીર પરમાત્માનું ચરિત્ર વિચારતાં અને તત્વચર્ચાને આખા દ્રવ્યાનુયોગ જોતાં જૈનદર્શન જન્મથી જાતિભેદ કદિ સ્વીકારે તે વાત પાલવે તેવી નથી, જચે તેવી નથી અને કર્મનો સિદ્ધાંત સાથે અનુરૂપ થાય તેવી નથી. જૈનદર્શનની વિશિષ્ટતા એજ કે ભગવાનના સમવસરણમાં કોઈ પણ જાતને પ્રાણી આવે. મનુષ્ય તો શું પણ તિર્યંચ પંચેન્દ્રિયને ત્યાં સ્થાન છે, દેવને સ્થાન છે, અસુરોને સ્થાન છે, જે ચાલીને આવી શકે તે સર્વને સ્થાન છે. આ વિશાળતા કઈ દર્શનમાં જોવામાં નહિ આવે. બ્રાહ્મણે જૈન થયા છે, ક્ષત્રિયોએ રાજપાટ છોડ્યાં છે, વૈો એનાં અંગે બની રહ્યા છે, સુતાર, લુહાર, કુંભાર, ધાંચી સર્વ ભગવાનના પ્રાસાદમાં સમકક્ષાએ છે. હરિકેશિ જેવા ચંડાળના કુળમાં જન્મેલાને અને મેતાર્ય જેવા અસ્પૃશ્ય કુળમાં જન્મેલાને એણે એકજ ભૂમિકા પર બેસાડયા છે, અને પાંચસે પાડાનો નિરંતર વધ કરનાર કાલકસુરિ કસાઈ પણ એના સમવસરણમાં આવી શકે છે. જન્મથી જાતિ માનવામાં આવે તે જૈનદર્શનને એક પણ મુદે ટકી શકે નહિ અને તેથી પ્રયાસસિદ્ધ મન માનનાર જૈનદર્શને સર્વ પ્રાણીને પિતાના છત્ર નીચે આત્મિક ઉન્નતિ કરવા રજા આપી છે. ભગવાનના સમવસરણમાં ચંડાળ માટે અલગ સ્થાન નહોતું અને હરિકેશિમુનિ ઘરે વહેરવા આવે તે રડા સુધી જઈ શકતા હતા. જે દર્શન કમઠ અને ધરણેન્દ્ર ઉપર સમાન મનોવૃત્તિ ઉપદેશે ત્યાં વ્યકિતગત ભેદ કેમ હોઈ શકે? કાઈ પણ પ્રાણી અમુક ગોત્રમાં જન્મે તેથી ધર્મ સ્વીકાર કે ધમાંરાધન માટે નાલાયક થાય છે એ જૈન ધર્મને એક પણ સિદ્ધાંત નથી, એ શબ્દપ્રયોગ પણ નથી અને આખી જૈન ધર્મની ઈમારતનું રહસ્ય સમજનારને એ વાતમાં શંકાને સ્થાન પણ નથી. આથી પિતાના આત્માની ઉન્નતિ કરવા ઈચ્છનાર કોઈ પણ વ્યક્તિ જન ધર્મને સ્વીકાર કરી શકે છે, અને જૈન ધર્મને સ્વીકાર કરનાર સ્વધની બંધુ થાય છે. સર્વ પ્રકારે સંવ્યવહારને યોગ્ય થાય છે અને સાચું સગપણ જગમાં સામી તણું' એ વાત જે ધર્મ પિકાર કરીને કહે છે ત્યાં બીજી વાતને સંભવ પણ કેમ હોય ? (“નવયુગને જેન' એમાંથી ઉદ્દત).

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66