Book Title: Jain Yug 1936
Author(s): Jamnadas Amarchand Gandhi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 55
________________ તારનું સરનામું–હિદસંઘ— HINDSANGHA” | | નમો નિત્ય | REGD. NO. B. 1996 જે ને. The THE JAIN YUGA. 2 ( [ જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.] . તંત્રી–જમનાદાસ અમચંદ ગાંધી. વાર્ષિક લવાજમ રૂપીયા બે. છુટક નકલઃ દોઢ આનો. વ. જુનું ૯ મું ) તારીખ ૧૫ મી એપ્રિલ ૧૯૩૬. અંક ૨૪ નવું ૪ થું મ હા એ ભા અને જ ન ચ મુદા ચ. મહાસભા માત્ર આમવર્ગ માટે છે એમ નહી પરંતુ રાષ્ટ્રીય મહાસભા આમવર્ગનીજ છે અને તેમાંથી બનેલી છે એ દઢતાપૂર્વક સમજવું જોઈએ અને જયારે આ પ્રકારની માન્યતા આપણું મગજમાં બરાબર ઠસી જશે ત્યારે જ આપણે દેશના આમવર્ગ માટે ખરેખરી સેવા કરવાને બહાર પડેલા ગણાઈ શકીશું." દેશના આમવર્ગથી આપણે જેટલે અંશે છુટા પડયા છીએ એટલેજ અંશે રાષ્ટ્રીય શકિતને આપણે ઓછી શકિતશાળી બનાવી શકયા છીએ. આપણા દૃષ્ટિબિન્દુઓ અને આપણી નીતી ઉપર મોટે ભાગે વચલા વર્ગને જ અમલ હોય એમ આપણે જોઈ શકીએ છીએ અને જે પ્રકને આપણને અકળાવી મુકે છે તે વચલા વર્ગના પ્રશ્નો વગેરે હોય છે કે જેની સાથે દેશના આમવર્ગને નહીં જેવો સંબંધ હોય છે. ઉપરની પરીસ્થિતિ બનાવવાના કારણું પાછળ હું ધારું છું કે છેલ્લા પંદર વર્ષની આપણી પ્રવૃત્તિ ને ઇતિહાસ ઉભા છે. આમવર્ગના આર્થિક પ્રશ્નના ઉકેલને યોગ્ય ન્યાય અપાયો નથી પરંતુ હવે એ સ્થિતિને સુધારી લેવા માટે જેમ બને તેમ વહેલી તકે આપણે કોંગ્રેસ દ્વારા દેશના વીશાળ આમવર્ગને અપનાવી લેવાની જરૂર છે. આ ઉપરાંત દેશના વિશાળ જનસમુદાયથી રાષ્ટ્રીય મહાસભાનું છુટા રહેવાનું કારણ કેટલીક રીતે આપણી રાષ્ટ્રીય મહાસભાને સાંકડા બંધારણને આભારી છે. આજથી પંદર વર્ષ પહેલાં જે પરીવર્તનશાળી ફેરફાર થવા પામ્યા હતા તેથી કરીને રાષ્ટ્રીય મહાસભાએ હીંદના વિશાળ જનસમુદાયને પોતાની તરફ આકર્થો હતો અને તે વખતે હિન્દના અસંખ્ય ગામડાંઓમાંથી અને શહેરોમાંથી કોંગ્રેસની રાજકીય પ્રવૃત્તિઓને અદભુત સાથ મળ્યો હતો અને તે સમયે આપણો વિશાળ દેશ ચેતનના નવા ચમકારાથી અને એક સામટી રાજકીય જાગૃતિથી વેગવંત બન્યા હતા. પરંતુ આપણું બંધારણ દેશની દિનપ્રતિદિન બદલાતી જતી પરીસ્થિતિને અનુકુળ થયું નથી અને આપણે દેશના વિશાળ આમવર્ગ સાથેનો સીધો સંબંધ ગુમાવી બેઠા. પરંતુ આમ બનવા છતાં કોંગ્રેસનું કિતિનવંતુ નામ પ્રજાનાં હૃદયમાંથી એક પળવાર માટે પણ ભુલાયું નથી. જો કે કોંગ્રેસ નવી ઉભી થએલી પરીસ્થિતિને સામને કરવા બરાબર રહી નહી પરંતુ પ્રજાતંત્રવાદના તેના સિધ્ધાંતને પુર્ણ કરવામાં કેટલેક અંશે દીલ થતી જણાઈ. –રાષ્ટ્રપતિ પંડિત જવાહરલાલ નેહરૂના ભાષણમાંથી.

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66