________________
તારનું સરનામું-હિદસંઘ'-'HINDSANGHA'
I ! નમો તિત્ય |
REGD. No. B. 1996.
e BEN AS THE JAIN YUGA.
છે[શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું મુખપત્ર.]
વાર્ષિક લવાજમ રૂપીયા બે.
તંત્રી-જમનાદાસ અમરચંદ ગાંધી.
છુટક નકલઃ દેઢ અને.
વર્ષ: જીનું ૯ મું )
તારીખ ૧ લી એપ્રિલ ૧૯૩૬.
અંક ૨૩ * નવું ૪ થું ઠ્ઠ–શ્રી આત્માનંદ જન્મ શતાબ્દિ પ્રસંગે–39
=== == = ==
પંડિત સુખલાલજીનું વકતવ્ય:આ માપણે જોઈએ છીએ કે રામકૃષ્ણ પરમહંસ, રાજા રામમેહન, શ્રી. દયાનંદ સરસ્વતી વગેરે મહાન આત્માઓની શતાબ્દિ કિસાય છે. એ કાણુ હતા કે જેને માટે આટલા આડંબરથી ઉત્સવો થાય છે, રાજા રામમોહનરાયે ધર્મના ઉત્કર્ષ માટે દરેક સંસ્કૃતિનો અભ્યાસ કર્યો અને બ્રહ્મસમાજની સ્થાપના કરી. શ્રી.દયાનંદજીને આપણે ઓળખીએ છીએ. શ્રી આત્મારામમાં એવું શું હતું કે તેમને ઉત્સવ ઉજવવામાં આવે ? એક જૈન સાધુ તરીકે તે રાજકરણમાં ભાગ નથી લઈ રાકયા. શ્રી પરમહંસ તરફથી રાષ્ટ્ર ઉન્નતિના જે કાર્યો થયાં હતાં તે શ્રી આત્મારામજી નથી કરી શક્યા, એમ છતાં તેમાં એક હતું કે છેલ્લા સે વર્ષમાં જે જૈન સાધુએ નથી કરી શકયા, તે તેઓ કરી શકયા હતા. તેઓએ અજબ કામ કર્યું છે. જ્યાં સૂરિજી નથી ગયા ત્યાં તેમના સાહિત્યે કામ કર્યું છે. જ્યાં તેઓ નથી પહોંચી શક્યા ત્યાં તેમના પરની અજબ શ્રદ્ધાએ કામ કર્યું છે. ૨૨ કરોડ હિન્દુઓની સેના શ્રી દયાનંદજીને મળી તેટલી જે તેઓને મળી હતે તે તેઓ અજબ કાર્ય કરી શક્યા હતે.
જ્યારે જૈન સંસ્કૃતિના અભ્યાસ માટે સાહિત્યનું સાધન ન હતું ત્યારે જૈન દર્શનના અભ્યાસનું તેઓએ સાધન આપ્યું. તેઓશ્રી એ ઘાવું ને તે બીજી અનેક ભાષામાં સાહિત્ય પ્રચાર કરી શકત. પરંતુ માતૃભાષા તરીકે હિન્દીમાં એમની સાહિત્ય સેવા હતી.
જૈન સંસ્કૃતિના અભ્યાસ માટે આજે જે છતાસા છે, જૈન સાહિત્ય શું છે? જૈન દર્શનને અંગે બ્રાન્તિઓ શું છે? વગેરે પ્રશ્નોનો એતિહાસિક દ્રષ્ટિએ ઊત્તર આપવા આજે જૈન સાધુ તૈયાર નથી. મને એમ લાગે છે કે આજે તેઓ હવે તે તેમનું કાર્ય અને ખીજ દિશામાં હતે.
હું તેમને પ્રત્યક્ષ શિ' નથી, છતાં પક્ષ શિષ્ય છું. છેલ્લા દોઢ વર્ષ માં એમના જેવી સાહિત્ય સેવા કોઈએ કરી નથી. સ્થાનકવાસી કે દિગમ્બર સમાજને પુછું છું કે તમારે સાહિત્ય ભંડાર કેટલે સમૃદ્ધ છે?
આ તક એક વાત જાણુકીશ કે શ્રી આત્મારામજી મહારાજના કાર્યને શા માટે સમસ્ત જૈન સમાજ ને ઉપાડી લ્ય? આપણામાં એક એ મટી ખામી છે કે જે સાધુ એક કાર્ય ઉપાડે તે સર્વ સામાન્ય હોય, જૈન સમાજ વ્યાપક દ્રષ્ટિબિંદુથી
જાયેલું હોય એમ છતાં અન્ય સંપ્રદાયના સાધુએ તે ન ઉપાડે, તેને બનતે ટકે ન આપે. આ આપણી ટુંકી મને દશા છે અને તે સુધારે માગે છે. પંજાબમાં શ્રી આત્મારામજીએ જૈન સંસ્કૃતિને પ્રચાર કર્યો છે, પરંતુ સ્વામી દયાનંદજીએ હિન્દુસંસ્કૃતિના પ્રચાર કર્યો અને એમના શિલ્ય મંડળે તે કાર્ય ઉપાડી લઈ તેને હિન્દ બહાર પણ સુંદર પ્રચાર કર્યો, તેમ આત્મારામજી મહારાજના એ કાર્યને અપનાવી લેવા માટે સમસ્ત જૈન સમાજે એ કાર્ય પોતાનું માનીને સાથ આપ્યું નથી. નહિ તે આજે જૈન સંસ્કૃતિને પ્રચાર માત્ર પંજાબ કે પૂર્વ દેશમાં જ નહિ પરંતુ હિન્દ બહારના પ્રદેશમાં પણ થઈ શકે હતું. જૈનેતર સમાજમાં જીત-સંસ્કૃતિના અભ્યાસ માટે જાગૃતિ આવી છે, તેઓને જૈન દર્શનના અભ્યાસ માટે પિપાસા છે, અને તે માન શ્રી આત્મારામજી મહારાજને ધટે છે. જૈન સમાજે આ કાર્ય ઉપાડી લેવું જોઈએ અને એ દિશામાં આગળ ધપવું જોઇએ.
• જૈન’ એમાંથી ઉદ્ધત.