________________
૧૫૮
જૈનયુગ
શમામૃત (છાયા નાટક )
[ મુખ્ય અનુવાદકઃ—રા. ભોગીલાલ અમૃતલાલ ઝવેરી B. A, LL. B, ]
[આ નાટકનું ગદ્યમાં ભાષાંતર શ. રા. ઝવેરીએ કર્યું. શ્લાક ગાથાનો અથ પણ ગદ્યમાં મૂક્યા. અમે અત્ર તંત્ર સુધારા વધારા કર્યાં. પદ્યનુ પદ્યમાં ભાષાંતર કરવા રા. બાબુલાલ મેાતિલાલ મેદીને સાંપ્યું. તેમણે તે કર્યું તેમાં પણ અમેાએ વિશેષ સુધારા વધારા કર્યાં અને આખરે આમ ત્રણના પ્રયત્નો વડે થયેલ ભાષાંતર અત્ર મુક્યુ છે. મૂળ સસ્કૃતમાં છે ને તે મુનિશ્રી ધર્મવિજયજી સશાષિત થઈ ભાવસાર વનમાળી. ગોવિંદજી મુ. કાળીયાક ( હાલ વેરાવળ ) તરફથી સ, ૧૯૭૯ માં પ્રસિદ્ધ થયેલ છે. આ નાટકનું વસ્તુ શાંતિરપ્રધાન છે તેથી તેનુ' નામ
*
‘ શમામૃત ’ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે શગારરસપ્રિય લે છે તે તેને આવું શાંતિરસપ્રધાન નાટક કેમ પસદ પડે એવા પ્રશ્ન નાટકકારેજ ઉઠાવી નટીના મુખમાં મૂકી તેના ઉત્તર પણ સૂત્રધારના મુખમાં આપ્યા છે, જૈન ધમ એ ત્યાગપ્રધાન ધર્મ છે, અને જૈનાચાર્ચીએ જ્યાં ત્યાં ત્યાગનાં માહાત્મ્ય ગાયાં છે-છતાં જૈનકથાઓમાં શૃંગારરસ અત્ર તત્ર લેવામાં આવે છે ને કયાંક તેને પલ્લવિત પણ કર્યાં છે પણ છેવટમાં તા ત્યાગના વિજયજ લેવામાં આવે છે, આ નાટકની વસ્તુ યાદવકુલના શ્રમણ ભગવંત નેમિનાથના ચરિત્રની છે. તે ૨૨ મા જૈન તીર્થકર છે, અને આજન્મમ્રહ્મચારી રહી દીક્ષા લઇ આખરે ગિરિનાર પર્વત પર સિદ્ધિ પામ્યા છે. નાટકના પ્રારંભ નેમકુમાર ઉગ્રસેનની પુત્રી રાછમતિને સ્વજનેાના આગ્રહથી પરણવા માટે રથમાં બેસી વરધોડે ચડી ઉગ્રસેનના મહાલય તરફ જાય છે અને ત્યાં પુરેલાં બૂમ પાડતાં પશુએને પેખી દયા થઇ લગ્ન ન કરવાના નિશ્ચય જણાવી પશુઆને છેડાવે છે. પાતે પાછા ફરતાં લોકાંતિક દેવા તેમને તીથ પ્રવર્ત્તન કરવાની વિનતિ કરવા આવે છે. છેવટે આશીર્વાંદ પૂર્વક નાટકની પૂર્ણાંહુતિ થાય છે.
માહે ૧૯૮૩
આટલી ટુક વસ્તુ લઈને કવિએ કાવ્યરસ છલકાવ્યો છે અને પેાતાની પ્રતિભા દાખવી છે. કવિએ પેાતાનુ નામજ કે પાતા સંબંધી કંઈ પણ હકીકત આપી નથી; છતાં તેને સમય જાણવા માટે એટલું તેા કહી શકાય કે મહાપાધ્યાય વિનયવિજયજીએ સં. ૧૬૯૬ માં રચેલી કલ્પસૂત્રપર સુખાધિકા ટીકામાં આ નાટકમાંથી ઘણા ખરા ભાગ થોડા ઘણુા ફેરફાર સાથે શ્રી નેમનાથનું ચરિત્ર વર્ણવતાં લીધે છે તેથી તે પહેલાંની આ કૃતિ છે એ નિશ્ચિત છે, જે પ્રત પરથી સ'શેાધકે આ નાટક છપાવ્યુ` તેના પર લખ્યા સંવત્ નથી, છતાં તે એટલું જણાવે છે કે તે પ્રતના અક્ષરા અને તેની સ્થિતિ પરથી તે વહેલામાં વહેલી ૧૫ મી સદીને ને મેડામાં મેાડી ૧૭ મી સદીની હાઇ શકે. આમ જો હાય તે! આ નાટકને સમય પણ તેજ સ્વીકારી શકાય. તંત્રી જૈનયુગ, ]
પાત્રા,
નૈમિકુમાર...... આવીશમા તીર્થંકર સારથિ......... શ્રી નેમિકુમારના રથ હાંકનાર રાજીમતી...... ઉગ્રસેન રાજાની પુત્રી
મૃગલાચના ... રાજીમતીની સખી
સમુદ્રવિજય...... શ્રી નેમિકુમારના પિતા શિવાદેવી સમુદ્રવિજયની પત્ની લેાકાન્તિક દેવતાઓ
......
ધ્રુવે.......... મગલાચરણુ અનુષ્ટુપ શિવા સૂનુ જિને એવા, અમારૂં શિવ તા કરા, નિવૃત્તિ ઇચ્છતાયે જે, વિરાગી સ્ત્રી થકી રહ્યા. ૧
મૂળ શ્લોકાના અર્થ-જે મેાક્ષ રૂપી સ્ત્રીને ઇચ્છતા છતાં પણ સ્ત્રીએ વિષે વિરાગી હતા તે શ્રી શિવાદેવીના પુત્ર તમિનાથ જન ભગવાન્ અમારૂં કલ્યાણ કરેા. ૧
( નાન્દિની પછી )
સૂત્રધાર—( સર્વ તરફ નજર ફેરવી વિસ્મય સ હિત ) આયૈ ! નાટકનું શ્રવણુ કરો. નટી—જેવી આર્યની આજ્ઞા.
સૂત્રધાર—જેણે પોતાના ચરિત્રરૂપી ચન્દ્રિકાથી ત્રણ ભુવનના લેાકેાને પ્રીતી ઉપજાવી છે તે શ્રી મિનાથ ભગવાનના યાત્રા-મદ્ગાત્સવના પ્રસંગ પર આજે એકઠા થયેલા વિદ્વાન સભાસદ્દાએ મને આજ્ઞા