________________
છે. તેઓના હાથે અનેક ઉજમણાં, સ, જ્ઞાનમંદિર, જીર્ણોદ્ધાર, દીક્ષા, સંઘમાં સંપ, શાળાઓ, વિગેરે સુંદર કામે થયાં છે. તેઓશ્રીએ મારવાડ, મેવાડ, કચ્છ, કાઠીઆવાડ, વરાડ, માળવા ગુજરાત આદિ દેશમાં વિહાર કરી ધર્મોદ્યોત સાથે પોતાની ઉજવળતા કરી પિતાનું નામ કાયમી મુકતા ગયા છે. તેમજ તેઓશ્રીની વૈરાગ્યવાહી દેશનાથી રાજનગરને અનેક શ્રેષ્ઠીવર્ગ તેઓશ્રીનો ગુણાનુરાગી હતા.
છેવટે સં. ૧૯૯૦ પાલીતાણાના ચતુર્માસ બાદ વિહારકરી સંખેશ્વરની યાત્રા કરી રાધનપુર જવા નીકળ્યા. તેજ અરસામાં રાજનગરના આંગણે અખિલ ભારતીય શ્વેતામ્બર મૂર્તિ પૂજક સાધુ સંમેલન એકત્ર થવાનું હોઈ નગરશેઠના અતિ આગ્રહથી રાજનગર પધાર્યા. સંમેલનમાં ત્રણેક દીવસ ગયા બાદ તેઓશ્રી સોફવા શ્વાસના દરદથી બીમાર થતાં સમેલનના સ્થળથી નજીકમાં આવેલ શેઠ ભેગીલાલ લલુભાઈના બંગલે રહ્યા. પરંતુ આરામ ન થતાં દીનપ્રતિદીન માંદગી વધતાં ઉપાશ્રયે પાછા ફર્યા.આ દર્દ છેવટે તેમને જીવલેણ નીકળ્યું. આ દર્દમાં તેમણે જરા પણ આર્તધ્યાન કર્યું નથી કેવળ આત્મરમાણમાં લીન રહેતા.
પૂણ્યવાન આત્માની પૂણ્યાઈ ચઢીઆતી હોય છે. સેંકડો વર્ષમાં ન થયેલ મુનિસંમેલન જાણે તેઓને મિચ્છામિદુક્કડં દેવાજ જાણે ભેગું ન થયું હોય તેમ સર્વ સૂરિપંગ અને સર્વગછીય આચાર્યો તેઓને જાતે મળી સર્વવતનો મિચ્છામિ દુક્કડ દઈ ચુક્યા હતા. તેમજ હજારો સ્ત્રી પુરૂષો અંતિમ દર્શન માટે તલસતાં તેઓનાં દર્શન કરી કૃતકૃત્ય થતાં હતાં. આખરે આ તેજસ્વી આત્માનંદી પંન્યાસ ધર્મવિજયજી ટુંક માંદગી ભોગવી સં. ૧૯૯૦ના ચિત્ર વદી સાતમના પાંચને પચીશ મીનીટે સાધુ સંમેલનની નિર્વિઘ સમાપ્તિ સાંભળી અને તેને અનુમોદન આપી આ નશ્વર દેહને છોડી શાશ્વત યશ કાયમ મુકી ચાલ્યા ગયા. જોકે મરણને ઉત્સવ સમ માનનાર તેમને અતૃપ્તિ કે દુઃખ નહોતું પરંતુ તેઓની પાછળ રહેલ શિષ્યવર્ગ અને ભક્તવર્ગ આજે પણ તેના ગુણને સંભાળતો તેમને ભૂલી શકતો નથી. તેઓની સ્મશાન યાત્રામાં લગભગ દંશહજાર માણસો હતા.