________________
કાર
પ્રભુ મુદ્રા અને આત્મરભમાં એકતાન થઈ જતા જે જોનારને પણ તેમની તે વૃત્તિ ઉપર માન ઉપજ્યા વગર રહેતું નહિ. તેનું વ્યાખ્યાન એટલું બધુ વૈરાગ્યોત્તેજક અનતું કે માણસ તેમાં તદાકાર બની જતા, કલ્પસૂત્રમાં આવતા ત્રિશલાદ્ય વિલાપ, ગૌતમસ્વામીને પ્રભુના નિર્વાણુપછી વિલાપ વિગેરે વાંચતાં તે રડતા અને શ્રોતાઓને રડાવતા આવું લાગણીપ્રધાન તેનું હૃદય હતું. તેઓનું બ્રહ્મચર્ચાનું તેજ અને નિસ્પૃહતા પણ અજોડ અને આકર્ષીક હતી. એંશી વર્ષની ડેાશીપણ તેમને એકલાં વંદન કરવા ન જઈ શકે તેવી તેમની અજોડ છાપ હતી. તેમજ ભલભલા સમૃદ્ધિવાન અને સુખી ભકતની કે ગમે તેની લાગવગ અને પ્રતિષ્ટા ધરાવતી વ્યક્તિની ભૂલ હોય તે પણ તે સત્ય વસ્તુ જણાવી દેતા પણ તેના તેજમાં અંજાઈ ઉપેક્ષા કરવાના તેમનામાં સ્વભાવ ન હતા. તેમજ ગૃહસ્થાની લાલપાલ કરી તેમને આકર્ષવાના સ્વભાવ નહાવાને લઈ તેજ આજે સેક માણસા તે નિસ્પૃહી મહાત્માને હરહ ંમેશ યાદ કર્યાં કરે છે. પન્યાસ પદ્મારાપણુ.
વિ. સં. ૧૯૫૬માં જ્યારે રાજનગરમાં ડહેલાના ઉપાશ્રયે મુનિરાજ શ્રીમદ્ ધવિજયજી પધાર્યાં ત્યારે આખા નગરમાં ઉત્સાહ માતા નહાતા અને તેમનું તે વખતનું સામૈયું પીઢ આચાર્યને છાજે તેવું કરવામાં આવ્યું હતું. તેઓશ્રીને ભગવતીજીના યાગાહન પૂફ ડહેલાના ઉપાંશ્રયે સરલ સ્વભાવી પં. દયાવિમલજી ગણીવરને હાથે મહાત્સવ પૂર્વક ૧૯૬૨ માગસર સુદી ૧૫ના રાજ પન્યાસ પદવી અણુ કરવામાં આવી હતી. અને આ પ્રસ’ગનેા ઉત્સવ ખુબજ હાર્ડમાંથી ઉજવવામાં આવ્યેા હતા.
તેમને સ. ૧૯૭૫ની સાલથી આચાય પદવી માટે ખુબજ આગ્રહ કરવામાં આવતા હતા અને છેલ્લે સુધી આગ્રહ કરવામાં આવ્યા હતા. પરંતુ તે એકજ કહેતા કેમારા ગુરૂવર્યાં આચાય નથી તા હું શીરીતે થઈ શકુ? આ રીતે તેઓએ પોતાની લઘુતા દાખવી લેવા નાજ પાડી હતી.