________________
માતાપિતાએ તેમનું ગુણનિષ્પન્ન ધરમચંદ નામ રાખ્યું. અને બીજા બે પુત્રોનાં અનુક્રમે ચુનીલાલ અને ચંદુલાલ એવાં નામ રાખ્યાં. તેમને બે પુત્રીઓ હતી જેનાં નામ વીજી અને સમું હતાં.
ચરિત્ર નાયક ધરમચંદનો બાળસ્વભાવ સ્વતંત્ર ગુણગ્રાહી છતાં ધાર્યા પ્રમાણે કરવાનો હતો. તેમના પિતા રાજ્યમાં કારભારી તરીકે કામ કરતા હોવાથી તેમનું જીવન સુખી અને સાધનસંપન્ન હતું. તેથી તેમણે તે કાળની કેળવણી આપ્યા બાદ તેમને પિતાના કાર્યમાં જોડ્યા હતા. પરંતુ સંગીત શોખીન ધરમચંદને તે કામ કરતાં ગાવાનો જોવાનો વધુ શેખ હતો. આમ છતાં પણ તેમણે ત્યાં રહી મનુષ્ય જીવનની અનેક ઘટનાનું સૂક્ષ્મ નિરૂપણ કર્યું અને જેમ જેમ તે ઉંડા ઉંડા ઉતરતા ગયા તેમ તેમ તેમને જગતની કૃત્રિમતા અને સ્વાર્થપરાયણતાનું ભાન થતું ગયું. પછીથી તેમના જીવનમાં રહેલ સંગીત શેખે તેમને નાટક તરફ પ્રેર્યા અને તેનો તેમને એટલે બધો નાદ લાગે કે વડોદરાની આર્ય સુબેધનાટક સમાજના નાટકને કેટલીક વખત જોવામાં ગુજાર્યો. પરંતુ તે નાટક જેવાની અસર તેમના જીવનમાં જુદી જ પડી જે નાટકો જગતને વ્યામોહમાં નાંખનારા અને સુપક્ષ છોડી કુપક્ષમાં જોડનારાં સાધારણ મનુષ્યના જીવનમાં નજરે પડે છે તેમ આમના જીવનમાં ન બનતાં નાટકથી તેમને સંસાર ભવનાટક સમાન લાગ્યો અને જે નાટક સંગીત લોકરંજક હોય છે તે સંગીત તેમને આત્મરંજક બન્યું. તેવામાં જ પોતાના પિતાના મૃત્યુએ તેમને સંસારને ભવનાટક માનવામાં વધુદઢ બનાવ્યા અને સંસાર ને તેના સંબંધો ક્ષણભંગુર છે. તે વાતની તેમને વધુને વધુ પ્રતીતિ થઈ. વૈરાગ્ય અને દીક્ષા
ધરમચંદનું મોસાળ ધર્મરંગથી રંજિત રાધનપુરમાં હતું તેથી તેઓ કેટલીક વખત રાધનપુર રહેતા. આજ અરસામાં ડહેલાવાળા પં.મેહનવિજયજી ગણિવર રાધનપુર પધાર્યા.ધરમચંદ ગુરૂમહારાજના