________________
પરમવૈરાગી શાંતમૂર્તિ અનુયાગાથાય (ડહેલાવાળા) પંન્યાસ શ્રીમદ્ ધ વિજયજી ગણિવરના ટ્રેક જીવન પરિચય.
જીવન અને મરણની ઘટમાળથી નિરંતર વ્યાસ સંસારમાં સેંકડા મનુષ્યા જન્મે અને મરે છે છતાં તે કયારે જન્મ્યા ? કયારે સર્યાં? તેમણે શું કર્યું ? વિગેરે તેના નામને પણ કાઈ સંભાળતું નથી. પરંતુ જે પુરૂષાના જવાથી જનતા ન પુરી શકાય તેવી ત્રુટિ માનતી હોય અને જેને યાદ કરી તેના પુણ્યનામને નમતી હોય તેવા પુરૂષોના જીવનપરિચય સાંભળનાર અને વાંચનારને પેાતાના જીવનપથમાં દીવદાંડી સમાન નીવડે છે. આ પુરુષા પૈકીમાં સ્વ. પન્યાસ ધર્મવિજય મહારાજ એક અજોડ વ્યક્તિ છે. માટે તેમને ટુંક પરિચય અહિં આપવામાં આવે છે.
જન્મ અને માલ્યાવસ્થા——
આ મહાપુરૂષનું જન્મસ્થાન અનેક ઉજવળ કાર્યોં અને વિદન્તીથી જોડાયેલ જિનમદિરાથી શાલતા જૈનપુરી સભા પાટણની નજીક આવેલ થરા છે. તેમના પિતાનું નામ શેઠ મયાચંદ મંગળચંદ અને માતાનું નામ મીરાંત બાઈ હતું. પરસ્પર સ્નેહાળ ધપ્રેમી
આ દંપતીને વખત જતાં ત્રણ પુત્ર અને બે પુત્રી થયાં. વિક્રમ સંવત ૧૮૩૭ પોષ વદી ૧૪ના આ ચરિત્રનાયકને જન્મ થયેા. તિ