________________
૧૧
સમાગમમાં આવ્યા. અને જેમ જેમ તે વધુ પરિચયમાં આવ્યા તેમ તેમ ધરમચંદમાં વધુને વધુ ધમ રંગ લાગતા ગયા અને છેવટે પાતે નિય કરી લીધા કે ગુરૂમહારાજ પાસે દીક્ષા અંગીકાર કરવી. પરંતુ તે દીક્ષા લે તે પહેલાં તે ગુરૂમહારાજે પાલીતાણા તરફ વિહાર કર્યાં. કારણકે ધરમચંદની ચેાગ્ય પરીક્ષા મહારાજશ્રીને કરવાની હતી. અને જોવાનું હતું કે મારા ગયા બાદ ધર્મમાં તે કેટલા લીન રહે છે. પરંતુ ધરમચંદને લાગેલ ધરેંગ ક્ષણિક નહાતા. તેણે તેમના ભાવિહિતને વિચાર કરી એ વર્ષોં ઉપરજ પરણેલ તેમનાં ધર્મપત્ની બાઈ મેણાં અને બંધુઓને માહપાશ માની પાલીતાણા તરફ વિદાય લીધી..
ચન્દ્રશેખર જેવા મહાપાપીઓના તારક અને કાટિ મુનિવરા એ જ્યાં પોતાનુ કલ્યાણ સાધ્યું છે તે સિદ્ધક્ષેત્રમાં બિરાજતા પન્યાસશ્રીમદ્ મેાહનવિજયજી ગણિવરને નમસ્કાર કરી પેાતાને દીક્ષા આપવા માટે માગણી કરી ગુરૂવયે જોઈ લીધું કે આને આત્મા દીન પ્રતિદીન વૈરાગ્યમાં વૃદ્ધિ પામ્યા છે અને તેની આત્મજાગૃતિ વિશેષ ઉજ્વળ થઈ છે માટે દીક્ષાને ચેાગ્ય હાઈ દીક્ષા આપવા હા પાડી. અને મહાત્સવ પૂર્ણ હાથી ઉપરના વરધેડા સહિત ધરમચંદને સ. ૧૯૫૨ના અષાડ સુદી ૧૩ રાજ હજારા માણસાની હાજરીમાં દીક્ષા આપી તેમનું નામ ધર્મવિજય રાખ્યું.
આ મુનિરાજ ધર્મવિજયજીએ જોતજોતામાં શરૂઆતના દસવમાં ઠીક ઠીક અભ્યાસ કરી લીધેા. વ્યાકરણ—કાવ્યસાહિત્ય અને આગમના અભ્યાસ ઉપરાંત તેમણે આત્મિક વિકાસ ખુબજ સાધ્યા હતા. તેઓ હંમેશાં આત્માની ધૂનમાં રહેનાર જગતથી ન્યારા આત્માનંદી અજબ આત્મમસ્તીથી સાધુજીવન જીવનારા હતા. તેઓને દેરાસર દર્શન કરતાં સ્તવન ગાતાં સઝાય ગાતાં કે કાંઈપણ ગણતાં જેમણે જોયા હશે તેઓને ખ્યાલ હશે કે તે કલાકના કલાક સુધી