Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 5
________________ ભગવાનશ્રી મહાવીરદેવનું પ્રેરક જીવન શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૪ ૭ અંક ૧-૨ ૦ તા. ૭-૮-૧૦૦૧ ભગવાનશ્રી મહાવીરદેવનું પ્રેરક જીવન પૂ. પા. વ્યા. વા. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા આરાધનાના પ્રતાપે ? આવ્યા'' એ વિચારી, સમજી, તથા પ્રકારની આરાધના કરતાં શીખવાનું છે. કેમ – આ છેલ્લા ભવનું જીવન તો એ બધી જ આરાનાના પરિણામ રૂપ છે. એટલે દીર્ઘ દ્રષ્ટિથી વિચારાય તો તરત જ સમજી શકાય તેમ છે કે તીર્થપતિ સિવાય કોઈપણ કોઈપણ આત્માએ અન્તિમ જીવનની સરખામણીમાં મૂકી શકાય તેવું જીવન જીવી શકે એ શકય નથી કારણ કેપહેલેથી તેઓ ત્રણ જ્ઞાને સહિત હોઈને તેમજ પૂર્વભવોની મહાન આરાધનાઓના જ ફલસ્વરૂપ આ જીવન હોઈને તેઓના અન્તિમ જીવનની સઘળી પ્રવૃત્તિ જ્ઞાનથી જાણેલી અને વિશિષ્ટ પ્રકારની હોય છે. તેનું સાંગોપાંગ અનુકરણ બીજાઓ માટે અશકય છે. આથી જ્ઞાનિઓએ આજ્ઞામાં જ ધર્મ હોવાનું ફ૨માવ્યું છે. એટલે આરાધક આત્માઓ માટે તે લોકોત્તર પુણ્ય પુરૂષનું આરાધક જીવન અને અન્તિમ જીવનમાં તે પરમાત્માએ, ત્રણે કાળના સર્વપદાર્થોના સર્વભાવને વિષય કરનારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી જે આજ્ઞાઓ ફરમાવી વિચારીને સમજીને આરાધના કરવી, એ જ કલ્યાણકાર છે. જ સં. ૨૦૩૩ ભાદરવા સુદ – ૧ બુધવાર જન્મવાંચન દિન પ્રસંગે આપેલ પ્રાસંગિક પ્રવચન. - શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય દ્ધિ લખાયું તો ત્રિવિધે ક્ષમાપના. અવ.) આજનો દિવસ, આપણે જે તીર્થપતિના કલ્યાણકા શાસનમાં રહીને યથાશકિત મોક્ષમાર્ગની આરાધના કરી રહ્યા છીએ; તે મહાપ્રભુનો જન્મ વાંચનનો દિવસ છે. ચરમતીર્થપતિ, આસન્નોપકારી શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનો જન્મ કલ્યાણકનો દિવસ ચૈઃ સુદિ તેરસનો છે. પરન્તુ મહાપર્વાધિરાજ શ્રી પર્યુષણા મહાપર્વમાં, સઘળાં સૂત્રોમાં શિરોમણિ સમાન શ્રી કલ્પસૂત્રનું વાંચન ચાલી રહ્યું છે અને તેમાં પ્રધાનપણે શ્રમણ ભાવાન શ્રી મહાવીર પરમાત્માનું જીવન લખાયેલું છે. તેના ચોથા વ્યાખ્યાનમાં ભગવાનના જન્મનું વર્ણન આવતું ....વાથી આજના દિવસને આપણે જન્મ વાંચન દિવસ ત૨ કે ઉજવીએ છીએ. વાસ્તવિક રીતે આ દિવસની ઉજવણી માટે પ્રથમ એ વિચારવું જોઈએ કે- ‘આ તારક તીર્થપતિ થયા શાથી ?'' કારણ કે- આવી ઊંચામાં ઊંચી પદવી, એ એમને એમ નહિ, સાધારણ આરાધનાથીય નહિ, પણ ઉત્કટ આ ાધનાથી મળે છે. આ દિવસનું ઉદ્યાપન કરતાં આપણી ણ ભાવના તે જ હોય કે- ‘આપણો પણ આત્મા ઉચ્ચ કોટિનો બની સ્વય તરે અને અન્યને તારનાર બને.'' તેમનો આત્મા પણ એવો જ તરણ - તારણ કરવામાં સમર્થ બન્યો હતો. એટલે એવી ઉચ્ચ દશા પામવા માટે તે પરમ તા૨કે કરેલી પૂર્વની આરાધના તરફ દ્રષ્ટિપાત ક૨વો જોઈએ. શ્રી તીર્થપતિ તરીકે એ લોકોત્તર પુણ્યાત્માનું જન્મ્યા પછીનું જીવન, દીક્ષિત જીવન અને કેવળજ્ઞાન પછીનું જીવન એ બધું પછીનું છે. એ આત્માના ભવો તો અનંતા થઈ ગયા, પરન્તુ ૨૭ ભવોનો વિશિષ્ટ ઉલ્લેખ શાસ્ત્રમાં આવે છે. નયસારનો આત્મા, એ જ શ્રીમાન્ મહાવીરદેવનો આત્મા. એવી દશામાંથી આ દશામાં કોના બળે ? શાથી ? અને કયાથી - ભગવાન શ્રી મહાવીરદેવ, નયસારના ભવમાં સમ્યક્ત્વ પામ્યા. ગીષ્મૠતુમાં શ્રી નયસાર કાષ્ટ લેવા અટવીમાં ગયા છે. ત્યાં ધ્માનકાળ થયો છે, ભોજનની સામગ્રી હાજર છે, પોતે ક્ષુધાતુર અને તૃષાતુર થયેલ છે એવે સમયે ‘કોઈ અતિથિ આવે તો દઈને જમું' આવી ભાવના થાય છે. પોતે જાતે અતિથિને શોધવા નીકળે છે. ભાગ્યયોગે સાર્થથી ભૂલા પડેલાં મુનિઓ મળે છે. અતિથિની ભકિત પણ યોગ્યતા હોય ત્યારે જ થાય છે. નયસારને સાર્થવાહ પ્રત્યે તિરસ્કાર જન્મે છે. યોગ્ય ઉ૫૨ રાગ અને અયોગ્ય ઉપર અભાવ એ બે સાથે હશે તો જ યોગ્યની બરાબર આરાધના થશે. પછી મુનિસીની આહાર પાણીથી ભકિત કરે છે. આ સાધારણ પ્રસંધ એ પુણ્યવાન માટે અનુપમ અને અદ્વિતીય જીવનનું બીજ રોપાય છે. મુનિઓને માર્ગે ચઢાવે છે. મુનિ તેને ભવાટવી લંઘવાનો માર્ગ બતાવે છે અને એ પુણ્યાનPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 372