Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ જૈન શબ્દાવલિ પ્રસ્તુત શબ્દાવલિ જૈનદર્શનમાં ઉપયોગમાં લેવાતા શબ્દોને સરળ ગુજરાતીમાં મૂકવાનો નમ્ર પ્રયાસ છે. ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં જૈન સાહિત્ય લખાયું છે, તે મૂળ પ્રાકૃત-સંસ્કૃત અને ગુજરાતીમાં છે. ઘણા જૈનજૈનેતર લોકો સાહિત્યને વાંચવા પ્રેરિત થાય છે – અધ્યયન કરે છે પરંતુ કેટલાક જૈનદર્શનના પારિભાષિક શબ્દો(ટેકનિકલ શબ્દોના અર્ધા ગુજરાતી માતૃભાષામાં સમજવામાં તકલીફ પડે છે. ગૂજરાત વિદ્યાપીઠમાં ચાલતા આંતરરાષ્ટ્રીય જૈનવિઘા અધ્યયનકેન્દ્રમાં અભ્યાસ અર્થે જૈનેતર વિદ્યાર્થીઓ જ્યારે આવે છે ત્યારે તેમને પણ આ તકલીફ લાગે છે. આ દષ્ટિએ વિભાગે નકકી કર્યું કે પ્રચલિત, રોજબરોજના અભ્યાસમાં જે શબ્દોનો ઉપયોગ થાય છે તેવા પરંપરાગત શબ્દાના સરળ ગુજરાતીમાં અર્થ પ્રસ્તુત કરવામાં આવે તો અધ્યતાને સરળતા રહે. આ દષ્ટિએ અમે આ લગભગ ૩૫૦ શબ્દોના સરળ ગુજરાતીમાં અર્થ પ્રસ્તુત કર્યા છે અને વિશ્વાસ છે કે આ શબ્દાર્થ કોઈ પાગ નવા જિજ્ઞાસુ પાકને જેનદર્શન ગુજરાતીમાં સમજવામાં મદદરૂપ થશે. આ કાર્યમાં વિભાગના સહકાર્યકર ડૉ. નિરંજનાબહેન વોરા, શોધછાત્રા કુ. શોભનાબહેન શાહે કાર્ય સંપન્ન કરવામાં જે મહેનત કરી છે તે માટે તે પણ આ યશના ભાગીદાર છે. માનનીય કુલનાયક શ્રી ગોવિંદભાઈ રાવલે બે બોલ લખીને અમારો ઉત્સાહ વધાર્યો છે. તેમના પણ આભારી છીએ. આ શબ્દાવલિના પ્રકાશનમાં આચાર્ય શ્રી કનુભાઈએ રસ લઈ કાર્ય સંપન્ન કરાવ્યું છે તેમનો પણ આભાર. અંતમાં આપ સહુ પાઠકોને આ લઘુ પુસ્તિકા ઉપયોગી નીવડે એટલે અમારી મહેનત સફળ થઈ ગણાય. ડૉ. શેખરચંદ્ર જૈન માનદ નિયામક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26