Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ અષ્ટાદશ દોષ -- અઢાર દોષ -(તીર્થકર અઢાર દોષથી મુકત હોય છે) સુધા, તૃષા, ભય, ક્રોધ, રાગ, મોહ, ચિંતા, જરા, રોગ, મૃત્યુ, સ્વેદ, ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા, જન્મ અને ઉદ્વેગ અસંજ્ઞી - જ્ઞાનરહિત, મન વગરના અસ્તિકાય - જેનું અસ્તિત્વ અને કાર્ય છે તેવું દ્રવ્ય અંગ - મૂળ ધર્મગ્રંથ (આગમ ગ્રંથ) અંતરાય - જ્ઞાન, તપ, આરાધનામાં મોહને કારણે નિરંતર આવતાં વિઘ્ન આ આકાશ, - જીવ, પુદ્ગલાદિ સમસ્ત દ્રવ્યોને અવકાશ આપવાવાળું વ્ય જે અનંત પ્રદેશી, અખંડ અને ક્ષેત્રથી સર્વવ્યાપક છે, તે અજીવ દ્રવ્ય છે. આગારધર્મ - ગૃહસ્થ ધર્મ આચાર્ય - સંઘ સંચાલન કરનાર જ્ઞાનવૃદ્ધ સર્વોપરી મુનિ આતપ - સૂર્ય અને સૂર્યકાન્ત મણિમાં રહેવાવાળો વિશેષ ગુણ આદાન નિક્ષેપણ – વસ્તુને લેવા અને મૂકવામાં હિંસા ન થાય તેનું ધ્યાન રાખવું આયંબિલ - છ રસ ત્યાગીને ભોજન કરવું આયંબિલ વર્ધમાન તપ - તપનો એક પ્રકાર આયુકર્મ - જેનાથી સ્વસ્થ લાંબું કે અસ્વસ્થ ટૂંકું આયુષ્ય પ્રાપ્ત થાય આરા - સમયકાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26