Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ પિચ્છિકા - રજોહરણ (દિગમ્બર સાધુ મયૂરપિચ્છ રાખે છે) પિંડસ્થધ્યાન - નિજ આત્માનું ચિંતવન પુણ્ય - બીજા પ્રત્યે શુભ ભાવ રાખવા તે પુદ્ગલ - જે દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય તે પોષધોપવાસ - ચાર પ્રકારના આહારનો ત્યાગ પૈશુન્ય - પીઠ પાછળ દોષ પ્રકટ કરવા પ્રકૃતિબંધ - જ્ઞાનાવરણીયાદિરૂપ પુદ્ગલ કર્મોનો સ્વભાવ પ્રતિક્રમણ - સ્વદોષ-દર્શન પ્રતિમા - ત્યાગનાં ૧૧ સ્થાનો પ્રત્યક્ષ જ્ઞાન -- ઇન્દ્રિયો તથા મનના અવલમ્બન વિના આત્મા પોતાના સ્પષ્ટ જ્ઞાનથી એક દેશ અથવા સંપૂર્ણ રૂપથી પ્રત્યક્ષ જાણે તે - આગામી કાળમાં દોષ ન કરવાની પ્રતિજ્ઞા પ્રથમાનુયોગ - કથારૂપ ઉપદેશનો ગ્રંથ પ્રદક્ષિણા - ચતુર્ગતિ નિવારણાર્થે ચાર ભમતી પ્રદેશ - એક પરમાણુ જેટલું સ્થાન ઘેરે તે પ્રદેશબંધ - બંધાવેલા કર્મ-પરમાણુઓના આત્મપ્રદેશોની સાથે વિશિષ્ટ રૂપથી એકત્રાવગાહ સમ્બન્ધરૂપ રહેવું પ્રમાણ - જેના દ્વારા પદાર્થનું જ્ઞાન થાય છે પ્રમાદ - કષાય સહિતની અવસ્થા - શાંત પ્રાણાતિપાત - હિંસાવિષયક વ્યાપાર પ્રાયશ્ચિત્ત - થયેલા દોષની વિશુદ્ધિ માટે પશ્ચાત્તાપ કરવો પ્રાસુક - શુદ્ધ (જેમાંથી એકેન્દ્રિય જીવો પણ પૃથક થઈ ગયા છે) પ્રત્યાખ્યાન પ્રથમ ૧૮ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26