Book Title: Jain_Satyaprakash 1950 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : કુંઠિનપુર [ ૧૫૯ આમંત્રણ મોકલ્યાં સ્વયંવરના અવસરે અનેક રાજાઓ અને રાજકુમારે આવી પહોંચ્યા. તે વખતે નિષધ રાજા પણ પિતાના નલ અને કુબેર નામના બે પુત્રોને લઈને આવ્યા હતા. રવયંવર મંડપમાં અનેક રાજાઓને જોતાં જોતાં છેવટે નળ રાજ પાસે આવીને પૂર્વ જન્મને પ્રેમ હોવાથી નળ રાજાના ગળામાં જ દમયંતીએ વરમાળા પહેરાવી. નળ-દમયંતીને વિવાહ કરીને દાયજામાં ઘણું દ્રવ્ય આપીને ભીમરથ રાજાએ જમાઈ અને પુત્રીને વળાવ્યાં. સમગ્ર પરિવાર સાથે નળ રાજ પિતાની કેશલા નગરી તરફ જઈ રહ્યા હતા તે વખતે રસ્તામાં જ સૂર્યાસ્ત થઈ જવાને લીધે ઘોર અંધારુ' વ્યાપી ગયું અને બધું ભયંકર દેખાવા લાગ્યું. આ વખતે નલરાજાના કહેવાથી દમયંતીએ પિતાના કપાળમાં રહેલા તિલકને ઘસવાથી તે સુર્ય જેવું પ્રકાશવા લાગ્યું અને તમામ અંધકાર દૂર થઈ ગયો. પછી આગળ જતાં પ્રતિભાધારી કાઉસગ્નમાં ઊભા રહેલા મુનિરાજ જોવામાં આવ્યા. તેમને વંદન કરીને નળ રાજા કેશલા નગરીએ દમયંતી સહિત કુશળક્ષેમપૂર્વક પહોંચી ગયા. એક વખત આત્મકલ્યાણ સાધવાની ઈચ્છાવાળા નિષધ રાજાએ મોટા પુત્ર નળને રાજયગાદી ઉપર અને નાના પુત્ર કુબેરને યુવરાજપદ ઉપર સ્થાપીને ચારિત્ર અંગીકાર કર્યું. ગુણોને ભંડાર નલ રાજા પ્રજાનું પિતાની જેમ પાલન કરતા હતા. પરંતુ તેને જુગાર રમવાનું ઘણું મેટું દુવ્યસન હતું. નાને ભાઈ કુબેર પણ કપટી હતા, બાહુબળથી તો નળ રાજાનું રાજામ પઠાવી લઈ શકાય તેમ ન હતું એટલે જુગારમાં નળ રાજાને હરાવીને સર્વ રાજ્ય પડાવી લેવાની તેની દુષ્ટ ભાવના હતી. નળ રાજા પાસા બેલાવામાં બકુશળ હતો તો પણ એક વખત પાપકમના ઉદયથી બધી જ બાજીઓમાં હારવા લાગ્યા. દમયંતી રાણી અને સમગ્ર પ્રજાએ અટકાવવા છતાં વ્રતમાં અતિઆયો બનેલ નળ રાજા સમગ્ર રાજ્ય, અંગ ઉપરનાં ભૂષણ અને છેવટે દમયંતી સહિત આખું અંતપુર પણ જુગારમાં હારી ગયો. પછી દુષ્ટ કુબેરે કહ્યું કે તે સર્વ ગુમાવી દીધું છે માટે અહીંથી ચાહે જ. નળરાજ પહેરેલા વએ ત્યાંથી ચાલી નીકળ્યા. દમયંતી નલ સાથે ચાલવા લાગી ત્યારે પહેલાં તે દુષ્ટ કુબેરે તેને અટકાવી. પાછળથી પ્રધાન પુરુષની સલાહ માનીને દમયંતીને જવા દીધી. દમયંતી પણ પહેરેલા વચ્ચે નળ રાજા સાથે ચાલી નીકળી. પિતાની પ્રિય રાજા-રાણીને આવી દુ:ખી રિથતિમાં જતા જોઇને આખું નગર ઉદાસ થઈ ગયું અને શોકથી રુદન કરવા લાગ્યું. પ્રધાન પુરુષો નળ રાજાને વળાવીને શોકમય ચહેરે પાછા ફર્યા. * નગરની બહાર નીકળ્યા પછી કઠિનાની દિશામાં ચાલતાં એક મોટી અટવી આવી. બંને જણ આ ભયંકર અટવીમાં પગે ચાલવા લાગ્યા. દમયંતીના કમળ પગોમાં કાંટા વાગી રહ્યા છે, લેહીની ધારાઓ નીકળી રહી છે અને નળ રાજ પહેરવાના વરને ફાડી ફાડીને તેના પગ પાટા બાંધી રહ્યો છે. પણ આમ કક્ષા સુધી ચલાય? છેવટે દમયંતી થાકી અને એક ઝાડ નીચે બેઠી. નળ રાજા અને પંખે બનાવીને પવન નાખવા લાગ્યા. અટવી લે જન લાંબી હતી. હજુ તો પાંચ યોજન જ આવ્યા હતા અને પંચાણું યજન કાપવાના બાકી હતા. તેટલામાં સૂર્ય અસ્ત થઈ ગયા અને રાત્રિ પડી. નળે ઝાડનાં પાંદડાં એકઠી કરીને આ બનાવી અને તેમાં દમયંતીને સુવાડી. થાકેલી દમયંતી પણ ઊંધી ગઈ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28