Book Title: Jain_Satyaprakash 1950 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] ઈતિહાસના અજવાળે ઉપરના આ લેખન પરથી સહજ જોઈ શકશે કે વાયુપુરાણને આધાર લેવાયા છતાં વિશેષ સ્પષ્ટતા કંઈ પણ વાતની થતી નથી. જેને સાહિત્યમાં જે રાજવીઓ સંબંધમાં અતિ વિગતવાર નેધ મળે છે અને જેમની આસપાસ સંખ્યાબંધ પ્રસંગો નેધાયા છે તે ઉપરમાં સ્વીકાર્યા છે. નંદવંશને પ્રશ્ન અને એ એ અંગે મૂકેલાં વર્ષ અહર છે. મારી સમજથી ઇતિહાસના આલેખન કાલે કાલગણના જેવું પુસ્તક તૈયાર થયેલ ન હોવાથી આ સંબંધમાં વધુ પ્રકાશ પડી સક ન હોય, પણ હવે તે એને આધાર લઈ, બરાબર શંખલા જોડી શકાય તેમ છે. મારી જાણમાં છે તે મુજબ એ જતને પ્રયાસ “ પ્રાચીન ભારતવર્ષ” નામનું પુસ્તકમાં શ્રીયુત ત્રિભોવનદાસ લહેરચંદ શાહ તરફથી થયે ૫ણું છે. અલબત્ત, એ વાત સાચી છે કે શ્રીયુત શાહના કેટલાંક મંતવ્યો સાથે જાણીતા ઇતિહાસમહાકધિ આચાર્ય મહારાજ શ્રીવિજદસરિ મળતા થતા નથી. પણ ઇતિહાસનો વિષય જ એ છે કે જેમ શોધખોળ થતી રહે છે તેમ બાંધેલા અનુમાન કરવવાં પડે છે. એક કાને મનાતું હતું કે અંગ્રેજ આદિ યુરોપના વિદ્વાનોએ જે નોંધો કરી તે સો ટચના સુવર્ણ જેવી ગણાય, પણ એમાં કેવી ગલતીઓ સમાઈ હતી અને એમની કેટલીક તો સાવ ખોટી હતી. એ માજે કેનાથી અજાણ્યું છે? આપણા દેશના પુરાતત્વવિશારદોએ એક કરતાં વધુ પ્રસગમાં એ ભૂલ સુધારી, એકસાઈવાળો ઈતિહાસ રજુ કર્યો છે. જેન અમાજમાંથી ૫ણ એવા અભ્યાસી નીકળે તે જે કેટલીક ગેરસમજુતીઓ થઈ છે અને ચાલુ રહી છે તે સુધારવાની સંપૂર્ણ તક છે. એ દિશામાં કામ કરવા સારુ કાંતો શેર આણંદજી કલ્યાણજીએ અથવા તો શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ખાસ ખાતું ઊભુ કરી, નિષ્ણાતે રાકી, કામ હાથ પર લેવાની અગત્ય છે. એમાં જેનધર્મની આછી પ્રભાવના નથી જ. હવે પછી સીકંદરની વાત કહી, ઇતિહાસકાર આગળ વધતાં મૌર્યકાળ પર આવે. છે. ચંદ્રગુપ્ત મૌર્યના સંબંધ એ શું કહે છે તે વિચારીએ તે પૂર્વે એટલું અહીં ભાર મૂકી જણાવીએ કે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય જેનધર્મને પાકે અનુયાયી હતા અને તેનું રોય સ્થાપવામાં જમણા હાથનું કામ કરનાર મંત્રીશ્વર ચાણક્ય પણ જૈનધર્મ પાળનાર દિજ હતો. (ચાલુ) જૈનધર્મે અહિંસાના સૌથી પહેલા નિયમની ઘોષણા કરી છે. એને અર્થ એ છે કે મન, વચન અને કાયાથી કોઈ પણ પ્રાણી, પશુ અથવા કીઠ, મહાને પણ દુઃખ ન પહોંચાડવું. જૈનધર્મ સદાચારની જે શિક્ષા આપી છે એના કેટલાંક અંગ છે–અહિંસાનું પાલન, અંગીકૃત વતનું આચારણ, જ્ઞાન અને સંસ્કૃતિના પ્રચાર અર્થે દાન, નિરાશ્રિત તથા નિધનનાં કષ્ટોનું નિવારણ તથા અનુચિત અને અનાવશ્યક પરિગ્રહ પર રાક-શે. અજ્ઞાન, અભિમાને તથા અહંકારનું નિરાકરણ અને વિનયન આરાધન પર ખૂબ જોર આપવામાં આવ્યું છે. શ્રી પી. એસ. કુમારસ્વામી રાજા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28