Book Title: Jain_Satyaprakash 1950 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ] શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫. યોજન દર હોવાથી દમયંતીનું આગમન અહીં ન સંભવે એમ તેણે મનથી માની લીધું છતાં પિતાની ભાણેજ દમયંતી સમાન લાગતી તેનું પુત્રીની જેમ પાલન કરવા લાગી. દમયંતી પણ પોતાનું સ્વરૂપે પ્રગટ કર્યા વિના જ રહેવા લાગી. કેટલાક કાળે દમયંતીના પિતા ભીમરથ રાજાને ખબર પડી કે-“નલ રાજા જુગારમાં સર્વસ્વ હારી ગયા છે અને દમયંતીને લઈને કેઈક અટવીમાં ગયા છે. ત્યાર પછી જીવે છે કે મરી ગયા છે એની કોઈને ખબર નથી.” રાજા-રાણી આ સમાચાર સાંભળી બહુ દુખી થયા અને વિલાપ કરવા લાગ્યા. પછી એક ચતુર માણસને નલ રાજની શોધમાં મોકલ્યો. તે ફરતે ફરતો અચલપુરમાં આવી પહોંચ્યો. ત્યાં તેણે દમયંતીની માશી ચંદ્રયશાને બધી વાત કહી તેથી તે પણ બહુ દુખી થઈ. તેટલામાં તે ત્યાં જ રહેલી દમયંતીને તેણે તરત ઓળખી કાઢી અને બધા જ બહુ ખુશી થયાં. પછી ત્યાંથી દમયંતીને લઈને એ માણસ નિપુરમાં આવ્યો. માતા-પિતા અને પુત્રી ત્રણેને મેળાપ થશે. દમયંતી માતાને ગળે વળગીને ખૂબ રડી. પછી નલની જ શોધ કરતી અને રાહ જોતી પિયરમાં કાળનિર્ગમન કરવા લાગી. આ બાજુ નલ રાજા દમયંતીને છોડીને અરયમાં ભ્રમણ કરતા હતા ત્યારે એક વખત મોટા દાવાનળ તેમના જોવામાં આવ્યો. “નલ રાજા ! મારું રક્ષણ કર, મારું રક્ષણ કર” આ દાવાનળમાં બળતા એક સપને મનુષ્યભાષામાં અવાજ સાંભળીને ઘણુ આયથી નળ રાજાએ તેને બહાર કાઢવો. બહાર કાઢતાં જ સર્પ કરાયો અને તેને 'વિષથી નલ રાજાનું સર્વ અંગ કરૂપ–કબડું બની ગયું. પછી સપના સ્થાને એક દેવ પ્રગટ છે અને બે કે “હું તારા પૂર્વભવને પિતા નિષધ છું. અને ચારિત્ર પાળીને બ્રહ્મ લોકમાં દવપણે ઉત્પન્ન થયો છું, અવધિજ્ઞાનથી તારી દુખી સ્થિતિ જોઈને આવ્યો છું અને તારા પૂર્વના શત્રુ રાજાઓ તને ઉપદ્રવ ન કરે તેટલા માટે મેં જ આ તારું રૂપ બદલી નાખ્યું છે.' એમ કહી દેવે એક રત્નકરંડક અને શ્રીફળ આપીને કહ્યું કે “ જ્યારે મૂળ સ્વરૂપમાં આવવાની તારી ઈચ્છા થાય ત્યારે કરંડિયામાંથી આભૂષણ કાઢીને તેમ જ શ્રીફળ ફેડી તેમાંથી વસ્ત્ર કાઢીને તું પહેરજે એટલે ભૂલ સ્વરૂપે પ્રાપ્ત થઈ જશે.” દમયંતી પણ એના પિયર કુંડનપુરમાં પહોંચી ગઈ છે વગેરે વૃત્તાંત અથેતિ કહી સંભળાવીને દેવ અદશ્ય થઈ ગયો. નળ શન અહીંથી નીકળી સુસુમાર નગરે આવ્યો અને ત્યાંના દધિપણુ રાજાને ત્યાં રાઈઓ થઈને રહેવા લાગ્યો. નળ રાજા રસોઈમાં ઘણું જ કુશળ હતો. સૌરીવિદ્યાના પ્રભાવથી અગ્નિના સ્પર્શ વિના તડકામાં વસ્તુઓ મૂકીને સૂર્યના તાપથી જ તે રસોઈ પકાવી જાણતો હતો. અત્યારે પણ નાનું પાકશાસ્ત્ર પ્રસિદ્ધ છે. મદોન્મત્ત તેફાની હાથીને વશ કરવાની પણ નલ રાજામાં કળા હતી. દધિપણને પહેલાં તો શંકા આવી કે આવી રસોઈ નળ સિવાય બીજું કંઈ જ કરી જાતું નથી. પરંતુ સુષુમાર નગરથી નળ રાજાની સલા નગરી વચ્ચે બસ યોજનાનું અંતર હોવાથી નળનું આગમન અહીં ન સંભવે એમ તેણે પિતાના મનનું સમાધાન કર્યું. આ બાજુ ધીમે ધીમે સર્વત્ર વાર્તા ફેલાઈ ગઈ કે ફધિપણું રાજાને રસોઈએ નળ રાજાની જેમ સૂર્યપાક રસોઈ કરી જાણે છે, તમયંતીના કાને પણ આ વાત પહોંચી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28