Book Title: Jain_Satyaprakash 1950 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાસતી રુકિમણી पउमाघई य गोरी गंधारी लपलमणा सुसीमा य। जंबूधई . सञ्चभामा रुप्पिणी कण्हढमहिसीओ ॥ આ શબ્દોથી ભશહેરમાં કૃષ્ણ રાજાની જે મેક્ષમામ આઠ પટરાણીની આપણે સ્તુતિ કરીએ છીએ તે પૈકીની મહાસતી રુકિમણીને જમ કુલિનપુરમાં ભીષ્મક રાજાની યશામતી નામની રાણુથી થયો હતો. યોગ્ય વયમાં આવતાં કૃષ્ણનાં ગુણગાન સાંભળીને રાણીની ઈચ્છા કૃષ્ણને જ પરણવાની હતી અને કૃષ્ણની પણ રુકિમને પરણવાની ઈચ્છા હતી. પરંતુ રુકિમણને એક રૂમિ નામને ભાઈ હતો. તે કણને વિરોધી હતા અને તે એટલે બધો ઉદ્દામ હતું કે તેને પિતા ભીષ્મક રાજ પણ તેનાથી ડરતે હતે. જ્યારે કૃષ્ણ દૂત મેકલીને રુકિમણું માટે માગણી કરી ત્યારે રુકિમણીએ કહ્યું કે “મારી બહેનની માગણી કરતાં એ કૃષ્ણ ગોવાળિયાને કેમ શરમ આવતી નથી ? મારી બહેનને તે એહિ દેશના રાજા શિશપાલને આપીશ.' કિમએ પોતાની બહેનને પરણવા માટે શિશપાલ રાજાને બોલાવ્યો અને તે પણ મેટા સેન્ટ સાથે કઠિનપુર આવી પહેઓ. આ બાજુ રુકિમણીની ઇચ્છા કૃષ્ણને જ પરણવાની હોવાથી તેની જઈએ ગુપ્ત રીતે માણસ એકલીને કૃષ્ણને કહેવરાવ્યું કે મહા સુદ ૮ના દિવસે નાગપૂજાના બહાને હું રુકિમણીને લઈને નગરની બહાર આવીશ ત્યાં તમે બરાબર આવી પહોંચશે અને રુકિમણીને લઈ જજે.' કૃષ્ણ પણ બળદેવને સાથે લઈને રથમાં બેસીને બરાબર આવી પહેઓ અને ત્યાં આવેલી રુકિમણીને રથમાં બેસાડી દીધી. પાછળ દાસીઓએ મેટથી બૂમો પાડવા માંડી કે “કૃષ્ણ રુકિમણીનું હરણ કરી જાય છે. રુહિમ રાજા આ સમાચાર સાંભળી લાલચોળ થઈ ગયો અને શિશુપાલ સાથે પોતાનું સૈન્ય લઈને કૃષ્ણની પાછળ પડ્યો. અને રસ્તામાં કૃષ્ણને ભેટે થઈ ગયે. આ વખતે બળદેવે કૃષ્ણને કહ્યું કે તમે રુકિમણીને લઈને ચાલ્યા જાઓ. હું બધા શત્રુઓની ખબર લઉં છું. એટલે કૃષ્ણ દ્વારકા તરફ ચાલી નીકળ્યા. એટલામાં રુકિમ સૈન્ય સાથે ત્યાં આવી પહોંચ્યો. એટલે બળદેવે મુવાળ ઉગામીને એ તે પાટો લગા કે રુકિમ અને શિશુ પાલની બધી સેના પલાયન કરી ગઈ, પછી બળદેવ સુખે દ્વારકામાં ઘેર પહોંચી ગયા. રુકિમ રાજા પરાજય પામવાને લીધે લજજાથી નિપુર પાછો ન ફર્યો, પણ ત્યાં જ ભેજકટ નામનું નગર વસાવીને રહ્યો. રુકિમણીને ૧. જબલપુર અને સાગર જિલ્લાની આસપાસને પ્રદેશ પહેલાં એરિ દેશ હતો એમ ધનું કહેવું છે. ૨. અમરાવતીની પશ્ચિમે સાત માઈલ દૂર ભાત કુલી ગામ છે તે ભોજકટ છે એમ કહેવામાં આવે છે. ત્યા રુમિનું એક મંદિર પણ છે.. ૩. રુકિમણી હરણની વાત જૈનેતરોમાં પણ આવે છે. તેમના જ ગ્રંથમાં ભેદ છે. કેટલાક મંથમાં આપણને મળતી વાત આવે છે. તો કેટલાકમાં જુદી આવે છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાઓએ હરિવંશ પુરાણ વગેરે જોઈ લેવાં. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28